રામ ચરણ કિયારા અડવાણી અભિનિત ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ, પ્રથમ દિવસે આટલી કમાણી કરી શકે

Game Changer | ગેમ ચેન્જર ઉપરાંત રામ ચરણ બુચી બાબુ સનાની આગામી ફિલ્મમાં પણ અભિનય કરી રહ્યો છે, જેમાં એઆર રહેમાનનું સંગીત છે. તે તેના રંગસ્થલમ નિર્માતા સુકુમાર સાથે પણ ફરી જોડાય તેવી અપેક્ષા છે.

Game Changer | ગેમ ચેન્જર ઉપરાંત રામ ચરણ બુચી બાબુ સનાની આગામી ફિલ્મમાં પણ અભિનય કરી રહ્યો છે, જેમાં એઆર રહેમાનનું સંગીત છે. તે તેના રંગસ્થલમ નિર્માતા સુકુમાર સાથે પણ ફરી જોડાય તેવી અપેક્ષા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Game Changer Movie Review

રામ ચરણ કિયારા અડવાણી ગેમ ચેન્જર રિલીઝ, પ્રથમ દિવસે આટલી કમાણી કરી શકે

Game Changer | રામ ચરણ એકટિંગ બરાબર છ વર્ષ બાદ તેની ફિલ્મ ગેમ ચેન્જર (Game Changer) સાથે પાછો ફર્યો છે. શંકર દ્વારા દિગ્દર્શિત, વિનય વિધ્યા રામા પછી રામ ચરણની આ પ્રથમ રિલીઝ છે, આ ફિલ્મમાં રામ ચરણની વિનય વિદ્યા રામાની સહ-સ્ટાર કિયારા અડવાણી (Kiara Advani) છે.કિયારાની આ ડેબ્યુ સાઉથ મુવી છે.

Advertisment

રામ ચરણની ગેમ ચેન્જર ફિલ્મની કાસ્ટિંગની વાત કરીયે તો એસજે સૂર્યા, અંજલિ, જયરામ અને સુનીલ સહિતના કલાકારો છે. એક્શનથી ભરપૂર ટ્રેલર જોઈને ચાહકોની ફિલ્મ માટે અપેક્ષા વધી અને એડવાન્સ બુકિંગ પણ વધ્યું હતું. થમનનું મ્યુઝિક અને તિરુની સિનેમેટોગ્રાફી ફિલ્મમાં જોરદાર છે.

ફિલ્મમાં સત્તામાં રહેલા લોકો, અઢળક ભ્રષ્ટાચાર, ઘણા ફ્લેશબેક બાદ વર્ષો જુના અનિષ્ટ પર વિજય દર્શાવે છે. વાસ્તવમાં શંકર તેની સ્ટોરીના સરળ વન-લાઇનર્સને કેવી રીતે રજૂ કરે છે તેના વિશે ફિલ્મ છે, અને ગેમ ચેન્જર ફિલ્મ નિર્માતાઓ ને આશા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ સારી કમાણી કરી શકે છે જેઓ કરિયરની મંદીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Hina Khan Griha Lakshmi | ‘નોકરાણી નહિ, રાણી છું હું !’ હિના ખાન એકશન વેબ સિરીઝ ગૃહ લક્ષ્મી માં જોવા મળશે, જુઓ ટ્રેલર

Advertisment

ગમે ચેન્જર મુવી રીવ્યુ (Game Changer Movie Review)

ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલે ગેમ ચેન્જર માટે રીવ્યુ આપતા કહે છે કે 'વિઝ્યુઅલ જોરદાર છે જે બધાનું ધ્યાન આકર્ષે છે, ભારતીય સિનેમામાં બનેલા સૌથી મહત્વાકાંક્ષી રાજકીય ડ્રામામાંથી એક ગણી શકાય છે.

ફિલ્મમાં રસપ્રદ અંતરાલ છે જે રોમાંચક બીજા હાફ માટે આતુર કરે છે ફ્લેશબેક એપિસોડ 30 મિનિટ ચાલે છે ફિલ્મની ખાસિયતમાં રામ ચરણનો અભિનય અસાધારણ છે. તેની ફિલ્મ રંગસ્થલમ પછી બેસ્ટ ચરણ સાથેના તેમના સંઘર્ષના દ્રશ્યો એકંદરે ખૂબ જ મનોરંજક છે,

આ ફિલ્મમાં મનમોહક ટ્વીસ્ટ છે, અને એક આકર્ષક સ્ક્રીનપ્લે નિર્દોષ હોવા છતાં તે જેવોજ જોઈએ. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે.

ગેમ ચેન્જરમાં રામ ચરણને બે અલગ-અલગ ભૂમિકામાં દર્શાવવામાં આવ્યો છે, જે પિતા અને પુત્રના પાત્રમાં છે. જ્યારે પિતાનું પાત્ર એક પ્રમાણિક વ્યક્તિનું છે, જ્યારે પુત્ર દરેક પ્રકારનો મનોરંજક માણસ છે.

કિયારા અડવાણી વર્તમાન સેકેશનમાં અભિનય કરશે, જ્યારે અંજલિ ફ્લેશબેકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આકસ્મિક રીતે ગેમ ચેન્જરની સ્ક્રિપ્ટ એક ફિલ્મ નિર્માતા કાર્તિક સુબ્બારાજ દ્વારા પ્રદાન કરવામાં આવેલા એક વિચારથી વિકસાવવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘ઇમરજન્સી’ની રિલીઝ વચ્ચે કંગનાનો દાવો- ‘ઈન્દિરા ગાંધી પર કોઈ ફિલ્મ બનાવી શક્યુ નથી, એકને કરવી પડી આત્મહત્યા’

રામ ચરણની ફિલ્મની મજબૂત શરૂઆત

ગેમ ચેન્જરે તેના પ્રથમ દિવસે તમામ ભાષાઓ માટે લગભગ 14.66 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી છે. જે Sacnilk.com દ્વારા શેર કરવામાં આવી છે. ગેમ ચેન્જર ડે 1 બોક્સ ઓફિસ કલેક્શન સાંજે 50 કરોડ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે.

ગેમ ચેન્જર ટ્રેલર (Game Changer Trailer)

https://www.instagram.com/p/DEVBW_dvjF-/

ગેમ ચેન્જર ઉપરાંત રામ ચરણ બુચી બાબુ સનાની આગામી ફિલ્મમાં પણ અભિનય કરી રહ્યો છે, જેમાં એઆર રહેમાનનું સંગીત છે. તે તેના રંગસ્થલમ નિર્માતા સુકુમાર સાથે પણ ફરી જોડાય તેવી અપેક્ષા છે.

ગેમ ચેન્જર મૂવી ઓનલાઇન લીક (Game Changer Movie Leaked Online)

રામ ચરણ અને કિયારા અડવાણીની ગેમ ચેન્જર રિલીઝ થયાના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. તમિલરોકર્સ, મૂવી રુલ્ઝ, ફિલ્મઝિલા અને ટેલિગ્રામ સહિતના કુખ્યાત પ્લેટફોર્મ્સ પર અનધિકૃત નકલો ફરતી સાથે, મૂવી કથિત રીતે પાયરસીનું ઉદાહરણ બની ગઈ છે.

celebrities મનોરંજન ન્યૂઝ kiara advani ટ્રેન્ડિંગ ન્યૂઝ રામ ચરણ સાઉથ મુવી ન્યૂઝ