Gandhi And Company : ગુજરાતી મૂવી ગાંધી એન્ડ કંપનીએ જીત્યો નેશનલ ફિલ્મ એવોર્ડ, ગોલ્ડન લોટ્સ પુરસ્કાર જીતનાર ત્રીજી ગુજરાતી ફિલ્મ બની

Gandhi And Company winns National Film Awards : ગુજરાતી ફિલ્મ ગાંધી એન્ડ કંપનીએ 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ ગોલ્ડન લોટ્સ પુરસ્કાર જીત્યો છે. આ મૂવી ગાંધીવાદી મૂલ્યોની સાથે પ્રામાણિકતા અને સંવાદિતા પર આધારિત એક સંપૂર્ણ ફેમિલી ડ્રામા ફિલ્મ છે.

Written by Ajay Saroya
August 25, 2023 23:03 IST
Gandhi And Company : ગુજરાતી મૂવી ગાંધી એન્ડ કંપનીએ જીત્યો નેશનલ ફિલ્મ એવોર્ડ, ગોલ્ડન લોટ્સ પુરસ્કાર જીતનાર ત્રીજી ગુજરાતી ફિલ્મ બની
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ - ગાંધી એન્ડ કંપનીનું પોસ્ટર છે.

Gujarati Movie Gandhi And Company wins National Film Awards Golden Lotus Awards : ગુજરાતી મૂવી ગાંધી એન્ડ કંપની એ 69માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બાળ ફિલ્મ કેટેગરીમાં ગોલ્ડ લોટસ/ સુવર્ણ કમળ પુરસ્કાર જીત્યો છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ગૌરવની વાત છે. આ પુરસ્કાર જીતનાર ગુજરાતની ત્રીજી ફિલ્મ બની છે. આ ફિલ્મમાં પ્રખ્યાત કલાકાર દર્શન જરીવાલાએ અભિનય કર્યો છે અને મૂવીનું ડાયરેક્શન મનીષ સૈનીએ કર્યુ છે. ૉહવે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ફિલ્મોને આગામી મહિને રાષ્ટ્રપતિ ભવન ખાતે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવશે.

ગાંધી એન્ડ કંપની – એક કોમેડી મૂવી (Gandhi And Company Film Story)

આ ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈની એક જણાવ્યું કે, 29માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીતનાર ગુજરાતી મૂવી ગાંધી એન્ડ કંપની એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી ગાંધીવાદી મૂલ્યોની સાથે પ્રામાણિકતા અને સંવાદિતા પર આધારિત છે. આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી ડ્રામા છે. તેમણે ઉમેર્યુ કે, અમે સમાજને અર્થપૂર્ણ ફિલ્મ આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમને આનંદ છે કે અમારા પ્રયાસોને માન્યતા મળી રહી છે. અમને આશા છે કે વધુને વધુ લોકો ફિલ્મ જોશે અને પ્રશંસા કરશે.

તમને જણાવી દઇયે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર ગુજરાતી ફિલ્મ ગાંધી એન્ડ કંપની – આગામી 27 ઓક્ટોબ, 2023ના રોજ દુનિયાભરમાં રિલિઝ થશે.

મનીષ સૈનીને ફિલ્મ ‘ઢ’ માટે પણ મળ્યો હતો રાષ્ટ્રીય પુરસ્કાર (Gandhi And Company Film Director Manish Saini)

ગાંધી એન્ડ કંપની ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર ડિરેક્ટર મનીષ સૈની અગાઉ પણ આવો પુરસ્કાર જીતી ચૂક્યા છે. અગાઉ ગુજરાતી મૂવી ‘ઢ’ માટે પણ મનીષ સૈનીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. લેખક અને ડિરેક્ટર તરીકે તેમની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ મહેસ દન્નવરે કર્યુ છે જેમણે ગુજરાતી ફિલ્મ ‘શું થયુ’નું નિર્માણ કર્યુ હતુ. જે એમડી મીડિયા કોર્પના બેનર હેઠળ બનેલી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ હતી.

Gandhi And Company | Gujarati movie | Gandhi And Company Gujarati movie | Gandhi And Company winns National Film Awards | Gandhi And Company Golden Lotus National Film Awards | entertainment news
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ – ગાંધી એન્ડ કંપનીના કલાકર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગાંધી એન્ડ કંપનીના કલાકાર દર્શન જરીવાલાએ કહ્યુ કે, આ આપણા બધા માટે ખુબ જ ખાસ ક્ષણ છે અને આપણા બાળકોની માટે ગર્વની વાત છે.

ગાંધી એન્ડ કંપની ફિલ્મના કલાકાર

નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર ગુજરાતી ફિલ્મ ગાંધી એન્ડ કંપનીના કલાકરોમાં દર્શન જરીવાલા, રૈયાન શાહ, હિરણ્ય ઝીંઝુવાડિયા, જયેશ મોરે, દ્રુમા મહેતા, શરદ વ્યાસ અને ધ્યાની જાનીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો | મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરનું બ્રેકઅપ..! કોણ છે નવી ગર્લ ફ્રેન્ડ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગોલ્ડન લોટસ જીતનાર ત્રીજી ગુજરાતી ફિલ્મ

ગાંધી એન્ડ કંપની મૂવી એ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગોલ્ડન લોટસ જીતનાર ત્રીજી ગુજરાતી ફિલ્મ બની છે. આ અગાઉ કેતન મહેતાની ભવની ભવાઇ અને અભિષેક શાહની હેલ્લારો ફિલ્મે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ હેઠળ નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગોલ્ડન લોટ્સ એવોર્ડ જીત્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ