Gandhi Jayanti 2023 | ગાંધી જયંતિ : મહાત્મા ગાંધી પર બનેલી આ પાંચ ફિલ્મ છે રોમાચિંત, એક્ટરોને શાનદાર એક્ટિંગ માટે એવોર્ડ એનાયત

Gandhi Jayanti 2023 : આ વર્ષે મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ દેશભરમા ઉજવવામાં આવી રહી છે. ત્યારે બોલિવૂડે પણ ગાંધીજીની યાદમાં ઘણી ફિલ્મો બનાવી છે. આજે આ અહેવાલમાં તે ફિલ્મો વિશે વાત કરીએ.

Written by mansi bhuva
Updated : October 02, 2023 09:05 IST
Gandhi Jayanti 2023 | ગાંધી જયંતિ : મહાત્મા ગાંધી પર બનેલી આ પાંચ ફિલ્મ છે રોમાચિંત, એક્ટરોને શાનદાર એક્ટિંગ માટે એવોર્ડ એનાયત
Gandhi Jayanti : ગાંધી જયંતિ 2023

Mahatma Gandhi Movies : મહાત્મા ગાંધી (Mahatma Gandhi) તરીકે ઓળખાતા મોહનદાસ કરમચંદ ગાંધીની આજે 2 ઓક્ટોબરે જન્મજયંતિ છે. આ વર્ષે મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ દેશભરમા ઉજવવામાં આવી રહી છે. ભારતને અંગ્રેજોથી સ્વતંત્ર અપાવવામાં ગાંધી બાપુનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓએ પોતાનો અવાજ બુલંદ કરી લોકોમાં આઝાદીની ભાવના જગાડી હતી. ત્યારે બોલિવૂડે પણ ગાંધીજીની યાદમાં ઘણી ફિલ્મો બનાવી છે. આજે આ અહેવાલમાં તે ફિલ્મો વિશે વાત કરીએ.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ઉતર-પશ્ચિમ ભારતના પોરબંદર રાજ્યમાં બીજી ઑક્ટોબર 1869ના દિવસે થયો હતો.તેમનો પરિવાર શ્રીમંત હતો. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ પોરબંદર રજવાડાના દિવાન હતા. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા કહેવામાં આવે છે. તેઓ એક ચતુર રાજનેતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની લડાઈ લડ્યા હતા અને ગરીબ ભારતીયોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો. અહિંસક વિરોધના તેમણે શીખવેલા મંત્રને આજે સમગ્ર દુનિયામાં આદર સાથે યાદ કરવામાં આવે છે. હવે વાત કરીએ ગાંધીજી પર આધારિત એ પાંચ ફિલ્મો વિશે.

ગાંધી (Gandhi 1982)

ગાંધીજી પર આધારિત આ ફિલ્મમાં બ્રિટિશ અભિનેતા બેન કિંગ્સલે મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું દિગ્દર્શન રિચર્ડ એટનબરોએ વર્ષ 1982માં કર્યું હતું. આ ફિલ્મે 8 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. મહત્વનું છે કે, આ ફિલ્મ ગાંધીજીના જીવન પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

ધ મેકિંગ ઓફ મહાત્મા ગાંધી (The Making OF Mahatma Gandhi 1996)

શ્યામ બેનેગલની આ ફિલ્મમાં અભિનેતા રજત કપૂરે ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરાયો હતો. નોંધનીય છે કે, આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના જીવનના 21 વર્ષ દર્શાવવામાં આવ્યા છે જે તેમણે દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા હતા.

હે રામ (Hay Ram 2000)

આ ફિલ્મ ગાંધીજીની હત્યાની આસપાસ ફરે છે. જેમાં નસીરુદ્દીન શાહે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ફિલ્મમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી, અતુલ કુલકર્ણી, ગિરીશ કર્નાડ અને ઓમ પુરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગાંધી માય ફાધર (Gandhi My Father 2007)

ગાંધી માય ફાધર મુવી મહાત્મા ગાંધી અને તેમના પુત્ર હીરાલાલ ગાંધી સાથેના તેમના સંબંધો પર આધારિત છે. દર્શન જરીવાલાએ ફિલ્મમાં ગાંધીની ભૂમિકા ભજવી હતી, જ્યારે અક્ષય ખન્ના હીરાલાલ ગાંધી તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મ ખૂબ જ શાનદાર હતી, ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની ‘જવાન’ રચશે નવો ઇતિહાસ, 600 કરોડનો બિઝનેસ કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બનશે

મૈંને ગાંધી કો નહીં મારા (Maine Gandhi Ko Nahi Mara 2005)

આ ફિલ્મમાં અનુપમ ખેર અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ એક નિવૃત્ત હિન્દી પ્રોફેસરની આસપાસ ફરે છે જેને લાગે છે કે તેણે મહાત્મા ગાંધીની હત્યા કરી છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ