/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Ganesh-Visarjan-Nita-Ambani-.jpg)
ગણપતિ વિસર્જન । રાધિકા મર્ચન્ટએ અનંત અંબાણી સાથે દિલ ખોલીને ડાન્સ કર્યો, નીતા અંબાણી દ્વારા ભક્તોને પ્રસાદનું વિતરણ, જુઓ વિડીયો
Ganesh Visarjan : અંબાણી પરિવારે રવિવારે રાત્રે ભવ્ય ગણપતિ વિસર્જન સમારોહ દ્વારા ભગવાન ગણેશને વિદાય આપી હતી. પરિવારની નવી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે ડાન્સ કરતા ઇવેન્ટના ફોટા અને વીડિયોએ આનંદની પળોને કેપ્ચર કરી હતી. અનંત અંબાણી (Anant Ambani) પણ ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રાની સાથે ડાન્સ કરતા અને ચાલતા જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી (Mukesh Ambani) ના પત્ની નીતા અંબાણી (Nita Ambani) હંમેશની જેમ પ્રસાદનું વિતરણ કર્યું અને વિસર્જન માટે મૂર્તિ સાથે જતી વખતે 'ગણપતિ બાપ્પા મોર્યા' ના નારા લગાવ્યા હતા. પરિવારની સાથે ઓરી અને શનાયા કપૂર પણ જોડાયા હતા.
ઉજવણીની એક ક્લિપમાં, નીતા અંબાણી તેની માતા પૂર્ણિમા દલાલની બાજુમાં ગણપતિ બાપ્પાના શણગારથી સજ્જ ટ્રકની અંદર ઉભેલી જોવા મળે છે. તેઓ તેમના પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા સાથે વિસર્જન માટે ગણેશ મૂર્તિ સાથે જોડાયા હતા. નીતા પણ મહેમાનો અને ભક્તો પર ફૂલોની પાંખડીઓ વરસાવતી જોવા મળી હતી. ANI અનુસાર, અંબાણી પરિવારે તેમના મુંબઈના નિવાસસ્થાન, એન્ટિલિયાથી ચૌપાટી બીચ પર નિમજ્જન સ્થળ સુધી મુસાફરી કરી હતી.
આ પણ વાંચો: Ganesh Chaturthi : ગણેશ ચતુર્થી । અનન્યા પાંડેથી લઈ સોનુ સુદના ઘરે બાપ્પાનું આગમન
આ પ્રસંગના અન્ય એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ આનંદથી ડાન્સ કરતી જોવા મળે છે. સિમ્પલ બ્લ્યુ કુર્તીમાં આઉટફિટ સાથે પોનીટેલમાં પાછળ બાંધેલા વાળ સાથે, તે તેના પતિ અનંત અંબાણીની સાથે નૃત્ય કરી તેઓએ આ પ્રસંગને ઉત્સાહથી ઉજવ્યો હતો. અંબાણી ગણેશ વિસર્જનની ઉજવણીમાં રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ મર્ચન્ટ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ સુંદર પીળા પોશાકમાં ઉત્સવમાં જોડાયા હતા.
આ પણ વાંચો: Deepika Padukone-Ranveer Singh : બાળકના આગમન પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ
આ અગાઉ અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને ભવ્ય ગણપતિની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં સોનમ કપૂર , ભૂમિ પેડનેકર, સલમાન ખાન અને અન્ય સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં, નીતા અંબાણી એક વિરોધાભાસી ગુલાબી બ્લાઉઝ સાથે જોડેલી રેગલ પર્પલ સાડીમાં ચમકી હતી, જેમાં સ્લીવ્ઝ પર ગણેશની એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. રાધિકા મર્ચન્ટ મલ્ટીકલરની સિલ્ક સાડીમાં અદભુત લાગે છે, જ્યારે શ્લોકા અંબાણી પણ અંબાણી પરિવારના અન્ય સભ્યો સાથે પૂજા કરતી જોવા મળી હતી. ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ પણ તહેવારની ઉજવણીમાં અંબાણી પરિવાર સાથે જોડાતા જોવા મળ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us