Gauri Khan Birthday : બોલિવૂડમાં શાહરૂખ ખાન સહિત ઘણા એવા સ્ટાર્સ છે, જેમની પત્નીનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી. જો કે ગૌરી ખાને અગાઉ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ બાદમાં તેણે તેનાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. શું તમે જાણો છો ગૌરી ખાન પૈસા કમાવવામાં તેના પતિ શાહરૂખ ખાન કરતાં પાછળ નથી. ગૌરી બિઝનેસ વુમન છે. તેણીએ ઘણું નામ કમાવ્યું છે અને લોકો તેના કામના ખૂબ જ વખાણ કરે છે. આજે ગૌરી ખાનનો બર્થડે છે. આ તકે આ અહેવાલમાં તેની આવક અને નેટવર્થ અંગે વાંચો.
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન આજે 53 વર્ષની થઈ ગઈ છે. ગૌરી ખાનનો જન્મ 8 ઓક્ટોબર, 1970ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો . ગૌરીએ તેનું શિક્ષણ દિલ્હીથી લીધું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાંથી હિસ્ટ્રીમાં બીએ કર્યું છે. આ પછી, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT)માંથી 6 મહિનાનો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. જો કે ગૌરી ખાન ફેશનમાં નહી પરંતુ તેનું ભવિષ્ય ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં બનાવ્યું. ગૌરી ખાન આ ફીલ્ડમાં એટલી જબરી છાપ છોડી કે આજે તે પૈસા કમાવવાની બાબતમાં તેના પતિ શાહરૂખ ખાન સાથે ટક્કર કરે છે.
શાહરૂખ ખાન અને ગૌરીના લગ્ન
ગૌરી ખાન અને શાહરૂખ ખાને 1991માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ તે પતિ સાથે મુંબઈ આવી ગઈ હતી. આ પછી તેમણે વર્ષ 2002માં તેમની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનો પાયો નાખ્યો અને નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘મેં હું ના’ હતી. તેનું નિર્દેશન ફરાહ ખાને કર્યું હતું. શાહરૂખ ખાન, અમૃતા સિંહ, સુષ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી તેણે ‘રઈસ’ અને ‘જવાન’ જેવી ફિલ્મો બનાવી. હવે તેની આગામી ફિલ્મ ‘ડંકી’ છે, જે તે પ્રોડ્યુસ કરી રહી છે. આમાં મુખ્ય ભૂમિકા શાહરૂખની છે.
ગૌરીએ પહેલીવાર ‘મન્નત’નું ઈન્ટિરિયર ડિઝાઈન કર્યું હતું. 2001માં આ ઘર ખરીદ્યા પછી, અભિનેતા પાસે પૈસા નહોતા, તેથી તેની પત્નીએ તેની પ્રતિભાથી શણગાર્યું, જેની ખૂબ ચર્ચા થઈ. આ પછી તેણે પોતાનો શોખ વ્યવસાયિક રીતે આગળ ધપાવ્યો. 2010માં, તેણીએ મિત્ર સુઝેન ખાન સાથે ધ ચારકોલ પ્રોજેક્ટ ફાઉન્ડેશન શરૂ કર્યું. આ પછી 2014માં, તેણે મુંબઈના વર્લીમાં ધ ડિઝાઈન સેલ નામનો પોતાનો પહેલો કન્સેપ્ટ સ્ટોર શરૂ કર્યો. ત્રણ વર્ષ પછી, ડિઝાઇન સ્ટુડિયો ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ પણ શરૂ કરવામાં આવ્યો. અત્યાર સુધી તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સના ઘર ડિઝાઇન કર્યા છે. તેણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર એન્ટિલિયાને પણ સજાવ્યું છે.
દુબઈમાં 18000 કરોડ રૂપિયાનો બિઝનેસ
પ્રોડક્શન હાઉસ અને ડિઝાઈન કંપની સિવાય ગૌરી ખાન તેના પતિ શાહરૂખ ખાન સાથે દુબઈમાં બિઝનેસ પણ ચલાવે છે. રિપોર્ટ્સનું માનીએ તો દુબઈમાં તેનો 18000 કરોડ રૂપિયાનો બિઝનેસ છે. આ અંગે વર્ષ 2008માં કિંગ ખાને પોતે જણાવ્યું હતું કે, તે દુબઈ બીચની સામે રહેણાંક કોમ્પ્લેક્સ માટે UAEની એક રિયલ એસ્ટેટ કંપની સાથે ભાગીદારી ધરાવે છે, જે ‘SRK Boulevard’ તરીકે ઓળખાય છે. તે રાસ અલ ખાઈમાહ, દુબઈના દાના આઈલેન્ડમાં સ્થિત છે અને તે દસ રહેણાંક ઇમારતોનું એક જૂથ છે અને તેની કિંમત લગભગ 18000 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટને લોસ એન્જલસના આર્કિટેક્ટ ટોની આશા અને ગૌરી ખાન દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ગૌરી ખાન કેટલી અમીર છે?
જો ગૌરી ખાનની સંપત્તિની વાત કરીએ તો લાઈફસ્ટાઈલ એશિયાના અનુસાર તેમની પાસે લગભગ 1600 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. તેની પાસે 150 કરોડ રૂપિયાનો એક સ્ટોર છે. ગૌરી બોલિવૂડની સૌથી અમીર સ્ટાર પત્ની છે. તેમની પાસે મુંબઈથી દિલ્હી, અલીબાગ, લંડન, દુબઈ અને લોસ એન્જલસ સુધી કરોડોની કિંમતની હવેલીઓ છે. તેની પાસે લક્ઝરી કાર પણ છે. તેની પાસે બેન્ટલી કોન્ટિનેંટલ જીટી જેવી ઘણી લક્ઝરી કાર છે.