બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પત્ની અને પ્રસિદ્ધ ઇન્ટિરિયર ડિઝાનર ગૌરી ખાને ગઇકાલે 15 મેના રોજ તેનું પ્રથમ પુસ્ચર ‘માય લાઇફ ઇન ડિઝાઇન’ લોન્ચ કર્યું. જેમાં ગૌરી ખાને તેના પુત્ર આર્યન ખાન શાહરૂખ ખાન કરતા પણ વધુ વ્યસ્ત હોવા અંગે દિલચસ્પ ટિપ્પણી કરી હતી. તાજેતરમાં જ દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરવાની જાહેરાત કરનાર આર્યન પણ એક ઉદ્યોગસાહસિક છે.
જ્યારે ગૌરી ખાનને આ કાર્યક્ર્મ અંતર્ગત ફેમિલી ફોટો અંગે પૂછવમાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, આર્યનની ડેટ માટે રાહ જોવું કેટલું મુશ્કેલ છે. તસવીરમાં શાહરૂખ, ગૌરી, સુહાના અને અબરામ ખુબ જ સ્ટાલિશ લૂકમાં નજર આવી રહ્યા છે.
આ સાથે ગૌરી ખાને કહ્યું કે, શાહરૂખ સાથે ડેટ કરવું સહેલું હતું, પરંતુ આર્યનને ડેટ કરવું મુશ્કેલ હતું. હું રાહ જોઈ રહ્યી હતી કે આર્યન મને ક્યારે સમય આપશે. તેણીએ એ પણ જાહેર કર્યું કે તેઓએ કોરોના પહેલા એક ફોટોશૂટ કરાવ્યું હતું.
આર્યન ખાનના ડ્રગ કેસમાં તપાસ અધિકારી સમીર વાનખેડે સામે એફઆઈઆર દાખલ થયા બાદ ખાન પરિવાર ફરી એકવાર સમાચારમાં છે. 2021ના કોર્ડેલિયા ક્રુઝ શિપ “ડ્રગ બસ્ટ” કેસમાં એક સ્વતંત્ર સાક્ષીએ કથિત રીતે શાહરૂખ પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરી, તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SET) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વાટાઘાટો બાદ સોદો રૂ. 18 કરોડમાં ફાઇનલ થયો હતો, જેમાં રૂ. 50 લાખ ટોકન રકમ તરીકે લેવામાં આવ્યા હતા.
આ તપાસના આધારે, સીબીઆઈએ તેના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સહિત NCB ટીમના સભ્યો વિરુદ્ધ FIR નોંધી છે. SET તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સ્વતંત્ર સાક્ષી, કેપી ગોસાવી, જેમણે કથિત રીતે રૂ. 25 કરોડની માંગણી કરી હતી, તેને NCB અધિકારીની જેમ દેખાડવામાં આવ્યો હતો.
વર્ષ 2021માં આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, અને દરોડાના 26 દિવસ પછી બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આખરે આ કેસની તપાસ કરતી અન્ય NCB ટીમે અપૂરતા પુરાવાઓને ટાંકીને ચાર્જશીટમાંથી તેનું નામ કાઢી નાખ્યું. પાછળથી વાનખેડે પર “ખોટી તપાસ”નો આરોપ મૂકવામાં આવ્યો.