/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-05T124005.468.jpg)
Genelia Dsouza : જેનેલિયા દેશમુખ ફાઇલ તસવીર
Genelia Dsouza Birthday: જેનેલિયા ડિસૂઝા શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એકમાં ગણતરી થાય છે. જેનેલિયા ઉત્તમ અભિનય અને સુંદર સ્મિતથી એક દાયકાથી ચાહકોના દિલો પર રાજ કરી રહી છે. અભિનેત્રીએ ઘણી યાદગાર તમિલ અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવ્યો છે. જેનેલિયા આજે 5 ઓગસ્ટના રોજ પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જેનેલિયાનો જન્મ 5 ઓગસ્ટ 1987માં મુંબઇમાં થયો હતો. આ ખાસ અવસર પર તેની રસપ્રદ વાતો પર નજર કરીએ.
જેનેલિયા મંગોલિયા કેથોલિક પરિવારની છે. જેનેલિયાનો અર્થ યુનિક છે. તેનું નામ તેના માતા-પિતાનો એક ભાગ છે. જેનેલિયાની માતાનું નામ જેનેટ અને પિતાનું નામ નીલ છે. જેનેલિયાના નજીકના મિત્રો તેને ‘ગીનુ’ કહીને બોલાવે છે. જેનેલિયાએ માત્ર 15 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચન સાથે એક જાહેરાતમાં જોવા મળી હતી. આ જાહેરાત પાર્કર પેનની હતી.
વર્ષ 2003માં નટખટ ગર્લ જેનેલિયા ડિસોઝા પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી હતી. ફિલ્મનું નામ હતું ‘તુઝે મેરી કસમ’. આમાં તેની સાથે અભિનેતા રિતેશ દેશમુખ પણ હતો. રિતેશ સાથે બોલિવૂડમાં પહેલી ફિલ્મ કરતી વખતે બંને નજીક આવ્યા હતા. કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો હતો, જ્યારે જેનેલિયા માત્ર 21 વર્ષની હતી. આ ફિલ્મ પછી જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જેનેલિયા અને રિતેશ દેશમુખે લગભગ 9 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 3 ફેબ્રુઆરી 2012ના રોજ લગ્ન કર્યા હતા. જેનેલિયા બે બાળકોની માતા છે. એકનું નામ રિયાન અને બીજાનું નામ રાહિલ છે.
જેનેલિયા ડિસુઝાએ હાલમાં જ લાંબા બ્રેક બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કર્યું છે. જેનેલિયા દેશમુખ દેવ ફિલ્મથી અભિનયની દુનિયામાં પરત ફરી છે. આ ફિલ્મમાં જેનેલિયા સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળી રહ્યો છે. જેનેલિયા દેશમુખ 42 કરોડની સંપત્તિની માલિક છે. તેમજ જેનેલિયા એક ફિલ્મ માટે 1થી 2 કરોડ રૂપિયા ફી લે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us