/indian-express-gujarati/media/media_files/2026/01/12/golden-globe-awards-2026-winner-list-2026-01-12-11-41-27.jpg)
83rd Golden Globe Awards : 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ 2026 વિજેતાની યાદી. Photograph: (Express Photo)
List of Golden Globe Awards 2026: હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પૈકીના એક, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે આ એવોર્ડ શ્રેષ્ઠ ફિલ્મો, ટીવી શો અને કલાકારોને આપવામાં આવે છે જેમણે પોતાની શાનદાર અભિનય, કહાણી અને ઉત્કૃષ્ટ ટેકનિકથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. હવે આ વર્ષના વિજેતાઓની યાદી જાહેર થઈ ગઈ છે, ચાલો જાણીએ કે આ વખતે કઈ કેટેગરીમાં કોણે એવોર્ડ જીત્યા છે.
83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ કેલિફોર્નિયાની બેવર્લી હિલ્ટન હોટલમાં યોજવામાં આવ્યો હતો. જ્યાં અમેરિકન કોમેડિયન નિક્કી ગ્લેઝરે હોસ્ટ કર્યું હતું. આ બીજી વખત છે જ્યારે નિક્કીએ આ એવોર્ડ ઇવેન્ટ હોસ્ટ કરી છે. આટલું જ નહીં, આ વખતે એક નવી કેટેગરી 'બેસ્ટ પોડકાસ્ટ' રજૂ કરવામાં આવી છે. અહીં વિજેતાઓની યાદી જુઓ.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026ના વિજેતાઓની યાદી
બેસ્ટ ડિરેક્ટર : પોલ થોમસ એન્ડરસન,વન બેટલ આફ્ટર અનધર
બેસ્ટ મેલ એક્ટર ઇન એ મોશન પિક્ચર મ્યુઝિકલ/કોમેડી : ટિમોથી ચાલમટ, માર્ટી સુપ્રીમ
બેસ્ટ પિક્ચર મ્યુઝિકલ/કોમેડી : વન બેટલ આફ્ટર અનધર
બેસ્ટ ફિમેલ એક્ટર ઇન એ મોશન પિક્ચર મ્યુઝિકલ/કોમેડી : રોજ બર્ન, ઇફ આઈ હેન્ડ બેંગ્સ આઈ હેન્ડ કિક યૂ
બેસ્ટ મેલ એક્ટર ઇન એ ટેલિવિઝન સીરિઝ/મ્યુઝિકલ/કોમેડી : સેઠ રોજન, ધ સ્ટુડિયો
બેસ્ટ પિક્ચર ઇન ડ્રામા : હેમનેટ
બેસ્ટ મેલ એક્ટર ઇન એ મોશન પિક્ચર ડ્રામા : વેગનર મૌરા, ધ સિક્રેટ એજન્ટ
બેસ્ટ ફિમેલ એક્ટર ઇન એ મોશન પિક્ચર ડ્રામા : જેસી બકલે, હેમનેટ
બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ એક્ટર ઇન એની મોશન પિક્ચર : ટેયાના ટેલર, વન બેટલ આફ્ટર અનધર
બેસ્ટ સપોર્ટિંગ મેલ એક્ટર ઇન એની મોશન પિક્ચર : સ્ટેલન સ્કાર્સગાર્ડ, સેન્ટિમેંટલ વેલ્યૂ
બેસ્ટ સ્ક્રીનપ્લે ઇન એ મોશન પિક્ચર : પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફટર અનધર
બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ એક્ટર ઇન ટેલિવિઝન : એરિન ડોહર્ટી, એડોલસેંસ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઇન ટેલિવિઝન : ઓવેન કૂપર, એડોલસેંસ
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન સ્ટેન્ડ અપ કોમેડી : રિકી ગેરવાઇસ
બેસ્ટ નોન ઇંગ્લિશ લેંગવેજ મોશન પિક્ચર :સીક્રેટ એજન્ટ, બ્રાઝિલ
બેસ્ટ મોશન પિક્ચર એનિમેટેડ : કે પોપ ડેમન હન્ટર્સ
બેસ્ટ સિનેમેટિક એન્ડ બોક્સ ઓફિસ અચીવમેન્ટ : સિનર્સ
બેસ્ટ ફિમેલ એક્ટર ઇન ટેલિવિઝન લિમિટેડ સીરિઝ, એન્થોલોધી સીરિઝ કે ટેલિવિઝન મોશન પિક્ચર : મિશેલ વિલિયમ્સ, ડાઇંગ ફોર સેક્સ
બેસ્ટ મેલ એક્ટર ઇન ટેલિવિઝન લિમિટેડ સીરિઝ, એન્થોલોધી સીરિઝ કે ટેલિવિઝન મોશન પિક્ચર : સ્ટીફન ગ્રાહમ, એડોલસેંસ
બેસ્ટ મેસ એક્ટર ઇન એ ટેલિવિઝન સીરિઝ/ડ્રામા : નોઆ વાઇલ, ધ પિટ
બેસ્ટ ફિમેલ એક્ટર ઇન એ ટેલિવિઝન સીરિઝ/ડ્રામા : જીન સ્માર્ટ, હેક્સ
બેસ્ટ સ્કોર મોશન પિક્ચર : લુડવિંગ ગોરાન્સન, સિનર્સ
બેસ્ટ ઓરિજનલ સોંગ : ગોલ્ડન, કે પોપ ડેમન હન્ટર્સ
બેસ્ટ પોડકાસ્ટ : ગુડ હેંગ વિધ એમી પોહલર
બેસ્ટ મ્યૂઝિક ઓફ કોમેડી સીરિઝ : ધ સ્ટૂડિયો
બેસ્ટ લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સીરિઝ કે ટેલિવિઝન મોશન પિક્ચર : એડોલસેંસ
ઓવેન કૂપરે તોડ્યો રેકોર્ડ
ઓવેન કૂપરે સપોર્ટિંગ રોલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે અને આ એવોર્ડ જીતીને તેણે સૌથી યુવા વિનરનો ટેગ જીત્યો છે. આ પહેલા 'ગ્લી' ફેમ ક્રિસ કોલ્ફરે 20 વર્ષની ઉંમરે આ એવોર્ડ જીત્યો હતો.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ છવાયા
Nick Jonas and Priyanka Chopra at the Glambot! #GoldenGlobespic.twitter.com/834v6ZIb8f
— jonas brothers news (@jbrosnews) January 11, 2026
83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ રેડ કાર્પેટ પર એક સાથે દેખાયા હતા. આ પાવરપેક કપલ રેડ કાર્પેટ પર આવતાની સાથે જ બધા તેમને જોઈને ખુશ થઈ ગયા. પ્રિયંકા ચોપરા અને નિક જોન્સે પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. આ દરમિયાન ત્યાંના તેના ઘણા વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં બોલીવુડની દેશી ગર્લ એ તેના વિદેશી પતિની ટાઈ ઠીક કરી હતી, તો આ દરમિયાન નિકે ગ્લોબલ આઇકોનના વાળ પણ ઠીક કર્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us