વર્ષ 2022માં ભવ્ય અને મોટી સ્ટારકાસ્ટ વાળી ફિલ્મો, બોલ બચ્ચન, સમ્રાટ પૃથ્વીરાજ, રનવે-34 જેવી ફિલ્મો બોકસ ઓફિસ પર નિષ્ફળ રહી જયારે નાના બજેટની પાવર ફુલ કેન્ટેન્ટ ધરાવતી ફિલ્મો ધી કશ્મીર ફાઈલ્સ, ભુલ ભુલૈયા-2, દ્દશ્યમ-2 જેવી ફિલ્મોએ બોલીવુડની લાજ રાખી: ફિલ્મની નાડ આજે દર્શકો પારખી શકે છે: મહામારી દરમિયાન દર્શકોમાં ટેસ્ટ બદલ્યો છે: ફિલ્મી નિષ્ણાંતો
વર્ષ 2022 બોલિવૂડ માટે ખરાબ રહ્યુ હોય તેવું લાગી રહ્યુ છે. આ વર્ષમાં ભવ્ય અને મેગા બજેટવાળી ફિલ્મો બોલ બચ્ચન, સમ્રાટ પૃથ્વીરાજ, રનવે 34 જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. બીજી તરફ નાના બજેટની પાવર ફુલ કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો ‘ધ કાશમીર ફાઇલ્સ’, ભુલ ભુલૈયા 2, દ્દશ્યમ-2 જેવી ફિલ્મોએ બોલીવુડની લાજ રાખી.
આ વર્ષનો બોલિવૂડનો સૌથી મોટો બોધપાઠ એ હતો કે ફિલ્મનું નબળુ કન્ટેન્ટ કામ નથી કરતું પછી ભલે તેમાં મોટા સ્ટાર્સ હોય. હિન્દી સિનેમા માટે વર્ષ 2022 ભલે પડકારભર્યું રહ્યું હોય, પરંતુ આવતા વર્ષ 2023માં અમે ખૂબ જ ચોકસાઈથી આગળ વધશું તેમ બોલીવુડના સિનેમા બિઝનેસના માંધાતાઓ જણાવે છે.
જો કે એ ખરું છે કે આ વ્યવસાયમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે પણ અમને આશા છે કે વર્ષ 2023માં ફિલ્મોથી વિસંગતતાઓ દૂર થશે. એ કલ્પના છે કે લોકો થિયેટરમાં ફિલ્મ જોવા નથી જતા. દ્દશ્યમ-2ના ડાયરેકટર અભિષેક પાઠક કહ્યું હતુ કે દ્દશ્યમ-2ની સફળતાએ એ માન્યતા તોડી છે કે દર્શકો માત્ર ભવ્ય ફિલ્મ જોવા આવે છે. અમે ફિલ્મના કોઈ ગીત રિલીઝ ન હતા કર્યા કે હેવી પ્રમોશન પણ નહોતુ કર્યું. આ એક પ્યોર કન્ટેન્ટ આધારિત ફિલ્મ હતી. જે દર્શકોને થિયેટરમાં ફિલ્મ જોવા ખેંચી લાવી હતી.
સરોજ સ્કીન્સના ડાયરેકટર અક્ષય રાઠી જણાવ્યું કે, કોરોનાના બે વર્ષ દરમિયાન ઘેર રહેવાથી ઓડિયન્સના ટેસ્ટમાં પરિવર્તન આવ્યું છે. દુર્ભાગ્યે મહામારી પહેલા બનેલી અને રિલીઝ થયેલી ફિલ્મોને દર્શકોએ રિજેકટ કરી છે. જો કે ભેડિયા, દ્દશ્યમ-2 જેવી ફિલ્મો ચાલી છે. આજે દર્શકો ફિલ્મની નાડ પારખી શકે છે.
આ પણ વાંચો: કેટરીના કૈફ પ્રેગ્નનેટ છે? ક્રિસમસની તસવીરો જોઇ પ્રશંસકોએ આપી આવી પ્રતિક્રિયા
ફિલ્મા ટ્રેડ એનાલિસ્ટ કહ્યુ કે, આવનારું વર્ષ 2023 બોલિવૂડમાં તેજી લાવશે તેવી હું આશા રાખુ છું. આ વર્ષે અનેક મોટી ફિલ્મો આવી રહી છે. આજે સ્ક્રીન મોટી બાબત નથી, કન્ટેન્ટ મુખ્ય બાબત છે. આજે ઓડિયન્સ ફિલ્મનું ટ્રેલર જોઈને નકકી કરે છે કે ફિલ્મ જોવા જેવી છે કે નહીં.