/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/actor-govinda.jpg)
ગોવિંદાના પરિવારમાં એકાએક 4 મહિનાની બાળકી સહિત 11 સભ્યોના મોત થયા હતા, સાચી પડી માતાની ભવિષ્યવાણી
Govinda News Gujarati : 90ના દાયકામાં શ્રેષ્ઠ અભિનેતા ગોવિંદા આજે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી પરંતુ તે કોઇને કોઇ કારણસર છવાયેલો રહે છે. હાલમાં ગોવિંદા તેની ભાણેજ આરતી સિંહના લગ્નમાં પહોંચ્યો હતો. ગોવિંદાએ તેના જીવનમાં ધણાં ઉતાર-ચઢાવ જોયા છે. ગોવિંદાના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેણે એક સાથે 11 સભ્યોને ગુમાવી દીધા હતા. આજે આ અહેવાલમાં તે ઘટના વિશે જણાવીશું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/govinda-family.jpg)
ગોવિંદાએ ખુદ આ ઘટના અંગે એક ઇન્ટરવ્યુમાં વિસ્તૃત વાત કરી અનેક ખુલાસા કર્યા હતા. ગોવિંદાએ આ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે એક સાથે 11 મેમ્બર્સના મોત જોયા છે. જેમાં એક તેની 4 મહિનાની દીકરી પણ હતી. તે પ્રીમેચ્યોર હતી.
આ સિવાય તેના માતા-પિતા, 2 કઝિન્સ, 3 જીજાજી અને બહેનોનું એક સાથે મોત થયું હતું. આ ઘટનાને પગલે ગોવિંદા પૂરી રીતે ભાંગી ગયો હતો. આ તમામના બાળકોની સંભાળ મોટા થયા ત્યાં સુધી ગોવિંદાએ રાખ્યો હતો તેવી માહિતી છે.
આ ધટના વિશે ગોવિંદાએ વધુમાં ખુલાસો કર્યો હતો કે, તે પૈસાની તંગી સામે લડી રહ્યા હતા. વ્યાવસાય ઠપ થઇ ગયો હતો. આવી સ્થિતિમાં ગોવિંદાની માતાએ કરેલી ભવિષ્યવાણી પણ સાચી પડતી નજર આવી રહી હતી. આ વિશે ગોવિંદાએ જણાવ્યું કે, જ્યારે તે માત્ર 17 વર્ષનો હતો ત્યારે તેઓની માતાએ કહ્યું હતું કે, તે 21 વર્ષની ઉંમરે કમાલ કરશે અને ખરેખર ગોવિંદા આ ઉંમરે જ વિશ્લવભરમાં પોતાના નામનો ડંકો વગાડી ચૂક્યો હતો.
ગોવિંદાએ વધુમાં જણાવ્યું હતું કે, તેની માતાએ તેની દીકરી અને કૃષ્ણા અભિષેકની માં પદ્માને લઇને પણ મોટી ભવિષ્યવાણી કરી હતી. ગોવિંદાની માતાએ ભવિષ્યવાણી કરી હતી કે તેની દીકરી પુત્રીને જન્મ આપ્યા બાદ આ દુનિયામાં નહીં રહે, જે વાસ્તવિક બન્યું. હકીકતમાં ગોવિંદાની બહેનને ગર્ભાવસ્થા દરમિયાન કેન્સર હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત ગોવિંદાની માતાએ પોતાના વિશે પણ ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ હતી. જ્યારે ગોવિંદા હીરો નંબર 1નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની માતાનું નિધન થઇ ગયું હતું.
ગોવિંદા રિયલ લાઇફમાં બે બાળકોનો પિતા છે. 4 મહિનાની દીકરી ગુમાવ્યા પછી તે પુત્રી નર્મદા અને પુત્ર યશવર્ધનનો પિતા બન્યો હતો. ગોવિંદાની દીકરી નર્મદાએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પછી ટીના આહુજા નામ રાખ્યું હતું.
ગોવિંદાની દીકરી નર્મદા ઉર્ફ ટીના આહુજાની પહેલી ફિલ્મ સેકંડ હૈંડ હસબૈન્ડ છે. ગોવિંદાની ભાણેજ આરતી સિંહે તાજેતરમાં શાનદાર રીતે લગ્ન કર્યા હતા. આરતીના લગ્નમાં મામા ગોવિંદાએ હાજરી આપી હતી. ગોવિંદાનો ભાણેજ કૃષ્ણા કેમેડિયનની દુનિયાનું મોટું નામ છે. તે હાલ કપિલ શર્માનો શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળી રહ્યો છે. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહ્યો છે. ગોવિંદાની અન્ય એક ભાણેજનું નામ રાગિની ખન્ના છે, જે ટીવીની ફેમસ એકટ્રેસ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us