ગોવિંદા 90ના દાયકાના ફેમસ હીરો હતા. ગોવિંદાએ પોતાના સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. કરિશ્મા કપૂર, રવિના ટંડન અને નીલમ કોઠારી જેવી અભિનેત્રીઓ સાથે ગોવિંદાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અભિનેતા ગોવિંદાનો 90 દાયકામાં દબદબો હતો. ગોવિંદાની ખાસ વાત છે કે, એક તરફ સુપરસ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિત આમિર ખાન જેવા એક્ટરો હતો. ગોવિંદા આ તમામને એકલા ટક્કર આપી રહ્યા હતા.
90ના દાયકામાં ગોવિંદાનું એવુ ઝનૂન જોવા મળ્યુ હતું કે તેઓ એક સાથે ડર્ઝન ફિલ્મોમાં કામ કરતા હતા. એવા દિગ્ગજ કલાકાર ગોવિંદા આજે 21 ડિસેમ્બરના રોજ 59મો બર્થડે (Happy Birthday Govinda) ધામધૂમથી ઉજવી રહ્યા છે. આ તકે ગોવિંદાના જીવનની મહત્વની વાત કરીએ.
અભિનેતા ગોવિંદાની કિસ્મત ચમકાવાનારનો શ્રેય ફિલ્મ ‘લવ 86’ને જાય છે. તેમની આ ફિલ્મ સૂપરહિટ થઇ હતી, તેઓ રાતારાત સ્ટાર બની ગયા હતા. આ બાદ ગોવિંદાને અઢળક ફિલ્મોની ઓફર થવા લાગી હતી. ચાર વર્ષમાં તો ગોવિંદાએ લગભગ 40 ફિલ્મો કરી લીધી હતી. તે સમયે આ ફિલ્મોનો અલગ જ ક્રેઝ જોવા મળ્યો હતો. ગોવિંદાની આ સફળતા જોઇને અન્ય સ્ટાર્સ એકી ટશે જોતા રહી ગયા હતા.
ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ બાદ તેમણે એક સાથે 70 ફિલ્મ સાઇન કરી હતી”. જો કે સમયના અભાવને કારણે તેઓ આ તમામ ફિલ્મો પૂરી કરી શક્યા ન હતા. 90ના દાયકામાં ગોવિંદા દિન રાત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતા હતા. તેઓ એક સાથે પાંચ ફિલ્મોમાં કામ કરતા હતા.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી
ગોવિંદાનું બાળપણ ખુબ જ મુશ્કેલીભર્યું રહ્યું છે. તેમણે બાળપણમાં ખુબ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. જે અંગે ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને ઘર માટે રાશન ખરીદવા માટે કલાકો સુધી દુકાન પર રાહ જોવી પડતી હતી. કારણ કે તેની પાસે રાશન ખરીદવાના પૈસા ન હતા. તમને જણાવી દઇએ કે ગોવિંદાના પિતા અરૂણ આહુજા 40 અને 50ના દાયકાના જાણીતા એક્ટર હતા, તેની માતા નિર્મલા દેવી પ્રખ્યાક ગાયિકા હતા. પરંતુ ગોવિંદાના પિતાની એક ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ જવાથી તેમના સારા દિવસો એક ઝાટકામાં ખરાબ દિવસોમાં પરિવર્તિત થઇ ગયા. એક ફિલ્મ ફ્લોપ જવાથી ગોવિંદાના પિતાની જીવનભરની જમાપૂંજી તેમજ ઘર પર જતું રહ્યુ હતું. જે બાદ તેઓ વિરાર ચોલમાં નિવાસ કરતા હતા.