scorecardresearch

આલિયા ભટ્ટ સિઓલમાં ગુચી ક્રૂઝમાં હાજરી આપ્યા બાદ મુંબઇ પરત ફરી, જુઓ તસવીરો

Gucci Cruise Alia Bhatt: આલિયા ભટ્ટ (Alia Bhatt) ગુચી ક્રુઝ (Gucci Cruise 2024) માં હાજરી આપીને હવે મુંબઇ પરત ફરી છે. જુઓ આલિયા ભટ્ટની એક્સક્લુસિવ તસવીરો.

alia bhatt photos
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

મોસ્ટ બ્યૂટીફૂલ ઍક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજકાલ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી દબદબો છે. હમણાં તાજેતરમાં જ આલિયાએ મેટ ગાલા 2023ના રેડ કાર્પેટ પર લાઇમલાઇટ મેળવી હતી અને હવે ફરી અભિનેત્રી એક મોટી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ગુચીની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની ગઇ છે. આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને માહિતી આપી હતી. ત્યારે હાલ આલિયા ભટ્ટ ગુચી ક્રુઝ 202 ફેશન શો માટે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ ખાતે ગઇ હતી. ત્યારે આલિયા ભટ્ટ ગુચી ક્રુઝમાં હાજરી આપીને હવે મુંબઇ પરત ફરી છે. જુઓ આલિયા ભટ્ટની એક્સક્લુસિવ તસવીરો.

આલિયા ભટ્ટ ગઇકાલે રાત્રે મુંબઇ એરપોર્ટ ખાતે જોવા મળી હતી. આ દરમિયાન હંમેશાની જેમ ચાહકોએ આલિયા ભટ્ટની સાદગીની પ્રશંસા કરી હતી.નોંધનીય છે કે, આલિયા ભટ્ટ પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય છે.

આ ઇવેન્ટમાં આલિયા ભટ્ટે બ્લેક કલરનું શોર્ટ વનપીસ પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આલિયાના ચાહકો વૈશ્વિક સ્તર પર ફેલાયેલા છે. ત્યારે આલિયા ભટ્ટે ને ગુચી ફેશન શો દરમિયાન ફ્રાન્સથી આવેલા તેના એક ચાહકે તેના પર પ્રેમનો વરસાદ કર્યો હતો. જ્યારે આલિયા ભટ્ટ ફેશન શોમાંથી બહાર નીકળી ત્યારે ભીડમાંથી તેના એક ચાહકે તેના માટે તાલિ વગાડી. આલિયાનું ધ્યાન તેના પર પડ્યું એટલે તેને તેની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ફેન્સે આલિયા ભટ્ટને કહ્યું તમે બહુ સુંદર છો. મને તમારી છેલ્લી ફિલ્મ ખુબ જ પસંદ આવી. તમે શાનદાર હતા. કૃપ્યા ફ્રાન્સ આવો. તમારા ત્યાં ઘણા બધા પ્રશંસકો છે. આમ ગંગૂબાઇએ કાઠિયાડી સ્ટારે તે પ્રશંસકનો આભાર વ્યક્ત કર્યો અને તેને વચન આપ્યું કે, તમારો દિવસ બનાવી દીધો. તેઓ જ્યારે પણ ફ્રાન્સ આવશે તેઓ તેની ઘરે અવશ્ય આવશે.

આલિયા ભટ્ટે જ્યારે ગુચીની એમબેસેડર બની તે સમયે તેને ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું હંમેશા વૈશ્વિક મંચ પર ગુચીથી પ્રેરિત અને આકર્ષિત રહી છું અને હવે હું માઈલસ્ટોન્સની રાહ જોઈ રહી છું જે આપણે સાથે મળીને બનાવીશું. આ સાથે આલિયાએ બ્લેક હાર્ટ ઈમોજી મૂક્યું છે. અને ખાસ વાત એ છે કે આલિયાએ ગુચીના પર્સ અને આઉટફિટ્સમાં આ ફોટા શેર કર્યા છે.

આ પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઇની નવી તસવીરો આવી સામે, અભિનેત્રી કહ્યું, અમારી સગાઇમાં તેમની હાજરી…

આલિયાના પગલાં હવે બોલિવૂડથી હોલીવુડ તરફ આગળ વધી રહ્યા છે. અભિનેત્રી ટૂંક સમયમાં ભટ્ટની સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જોવા મળશે. આલિયા આ ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું નિર્દેશન ટોમ હાર્પર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આ ફિલ્મમાં આલિયાની સામે જેમી ડોર્નન અને ગેલ ગેડોટ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

Web Title: Gucci cruise 2024 alia bhatt photos instagram bollywood

Best of Express