scorecardresearch

રત્ના પાઠકની ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ફિલ્મમાં આ જોડીનો કમાલ

gujarati film: રત્ના પાઠક શાહ ગુજરાતી ફિલ્મ (Gujarati film) ‘કચ્છ એક્સપ્રેસ’ (kutch express) દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે અને આ ફિલ્મ તેની પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની તેને ખુશી છે. આ ફિલ્મમાં તેની સાથે માનસી પારેખ (Manasi parekh), દર્શિલ સફરી અને ધર્મેન્દ્ર ગોહિલ લીડ રોલમાં દેખાશે.

રત્ના પાઠકની ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ફિલ્મમાં આ જોડીનો કમાલ
બે મહાન કલાકારનો આ ફિલ્મમાં કમાલ

એક તરફ એક બાદ એક હિંદી ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ જઇ રહી છે, એવામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉંચકી રહ્યુ છે.પાછલા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મો, નાટકો અને વેબસિરીઝે અલગ જ આયામ સર કરી લીધા છે ત્યારે મળી રહેલી સફળતાને ધ્યાનમાં રાખી ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટરો, પ્રોડયુસરો તેમજ કલાકારોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આ ફિલ્મોને હિટ કરાવવામાં જેમનો સિંહફાળો રહેલો છે તેવા દર્શકો પણ નવી-નવી ગુજરાતી ફિલ્મો, વેબસિરીઝો અને નાટકો નિહાળવા માટે અધીરા બની જવા પામ્યા છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતા જોઇને માધુરી દીક્ષિત,અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોએ પણ રસ દાખવ્યો છે. આ વર્ષે બનેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’એ તો ગુજરાતીઓ સાથે ભારતને ગૌરવ કરાવ્યું છે. કારણ કે ‘છેલ્લો શો’ સાઉથની સૂપરહિટ ફિલ્મ ‘RRR’ને પછાડી ઓસ્કરમાં નોમિનેટ થઇ છે. આ સાથે ગુજરાતીમાં અઢળક ફિલ્મો બની રહી છે. જેમાં કચ્છ એક્સ્પ્રેસ, શુભ મંગલમ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, રત્ના પાઠક શાહ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે અને આ ફિલ્મ તેની પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની તેને ખુશી છે. આ ફિલ્મમાં તેની સાથે માનસી પારેખ, દર્શિલ સફરી અને ધર્મેન્દ્ર ગોહિલ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને માનસી પારેખ ગોહિલ અને પાર્થિવ ગોહિલે પ્રોડ્યુસ કરી છે અને વિરલ શાહે ડિરેક્ટ કરી છે.

View this post on Instagram

A post shared by Manasi Parekh (@manasi_parekh)

આ ફિલ્મ આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં રત્ના અને માનસી સાસુ-વહુના રોલમાં દેખાશે. ફિલ્મની ટીમની પ્રશંસા કરતાં રત્ના પાઠક શાહે કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે ‘કચ્છ એક્સપ્રેસ’ મારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. ફિલ્મની ટીમ હોશિયાર, નિપુણ, સખત મહેનતુ અને ઇન્ટેલિજન્ટ છે. મારા કો-સ્ટાર્સના જોશ અને કાબેલિયત પ્રશંસનીય છે. એક કો-ઍક્ટર તરીકે માનસી સમજદાર અને કુશળ છે અને એ સિવાય તે નૉન-સેન્ટિમેન્ટલ પણ છે.એક પ્રોડ્યુસર તરીકે તે કાળજી લેનારી, પ્રભાવશાળી અને સાથે એ બાબતનું પણ ધ્યાન રાખતી કે કામ કરતી વખતે કોઈને તકલીફ તો નથી પડતીને.આ ક્ષેત્રમાં તેના જેવી વધુ મહિલાઓની જરૂર છે.’

તો બીજી તરફ માનસીએ કહ્યું કે ‘રત્ના પાઠક શાહ જેવાં વરિષ્ઠ કલાકાર સાથે કામ કરવાનો અનુભવ હું આજીવન ભૂલીશ નહીં. આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે, પરંતુ તેઓ એટલાં બધાં રિહર્સલ કરતાં હતાં અને જ્યારે તેઓ ડાયલૉગ બોલતાં હતાં ત્યારે તો એ સ્વાભાવિક લાગતું હતું. તેઓ સુપર પૅશનેટ, પર્ફેક્શનિસ્ટ અને એના બદલામાં તેઓ માત્ર બેસ્ટ આપવા સિવાય કાંઈ નથી માગતાં.’

Web Title: Gujarati film industry 2022 actor new song manasi parekh kutch express

Best of Express