Nasoor : નાસૂરનું ટ્રેલર લોન્ચ, હિતુ કનોડિયા અને નીલમ પંચાલની એક્ટિંગ અને અદભૂત મ્યુઝિક દર્શકોને થ્રિલ કરાવશે

Gujarati Movie Nasoor Trailer Launch : ગુજરાતી ફિલ્મ નાસૂરનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને નીલમ પાંચાલ મુખ્ય ભૂમિકા છે. ટ્રેલરમાં અદભૂત બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી દર્શકો ફિલ્મ જોવા રોમાંચિત છે.

Written by Ajay Saroya
Updated : February 16, 2024 16:40 IST
Nasoor : નાસૂરનું ટ્રેલર લોન્ચ, હિતુ કનોડિયા અને નીલમ પંચાલની એક્ટિંગ અને અદભૂત મ્યુઝિક દર્શકોને થ્રિલ કરાવશે
ગુજરાતી થ્રિલર મૂવી નાસૂરમાં હિતુ કનોડિયા અને નીલમ પંચાલ છે. (Photo - Social Media)

Gujarati Movie Nasoor Trailer Launch : ગુજરાતી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર લોન્ચ થયુ છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને નીલમ પંચાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નાસૂર ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાની સાથે જ વાયરલ થયું છે. દર્શકો થ્રિલર ફિલ્મ નાસૂરને જોતા ઉત્સક છે. ટ્રેલરમાં અદભૂત બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી દર્શકો ફિલ્મ જોવા રોમાંચિત છે.

નાસૂર ફિલ્મની શું છે કહાણી

આગામી ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’ એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે જે તેના જીવનથી નાખુશ છે અને ખુબ જ એકલતા અનુભવે છે. એક સુંદર પત્ની, ભાઈ, સફળ કામ અને વ્યવસાયિક સહયોગીઓ હોવા છતાં, તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે. જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે, ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે.

નાસૂર ફિલ્મની સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નિલમ પાંચાલ સાથે હીના જયકિશન, ડેનિશા ઠુમરા, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટીઝરને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે, આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અદભૂત બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને મુખ્ય પાત્રોના પ્રશંસનીય અભિનયની ઝલક જોવા મળે છે.

આ પણ વાંચો | રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ થયું વાયરલ

નાસૂર ફિલ્મ ક્યારે રિલિઝ થશે?

આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિ જોશીએ કર્યુ છે અને કાજલ મહેતાએ આ ફિલ્મની સ્ટોરી લખી છે. મનોજ આહિરે મનોજ આહીર પ્રોડક્શન્સ/સ્ટોરીટેલ ફિલ્મ્સ હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યુ છે. ગુજરાતી ફિલ્મ નાસૂર 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ