રોનક કામદાર (Raunaq Kamdar) અને દીક્ષા જોશી (Deeksha Joshi) અભિનિતી ફિલ્મ ‘લકીરો’ (Lakiro)નું ટ્રેલર ગઇકાલે 29 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ઇવેન્ટનું આયોજન કરી રિલીઝ થયું છે. આ ફિલ્મનું ટ્રેલર ખરેખર દિલચસ્પ છે. કારણ કે સ્વભાવિકપણે આપણે કોઇપણ ફિલ્મનું ટ્રેલર જોઇએ તેના પરથી ફિલ્મની સ્ટોરી અંગે અંદાજો આવી જતો હોય છે. પરંતુ આ ફિલ્મનું ટ્રેલર જોઇને તમેૉને સ્ટોરી અંગે કે અન્ય પાત્રો વિશે કોઇ હિંટ નહીં મળે.તમને જણાવી દઇએ કે ફિલ્મ આવતા વર્ષે એટલે કે, 6 જાન્યુઆરી 2023ના રોટ થિયેટરમાં રિલીઝ થશે.
ટ્રેલર લૉન્ચ પ્રસંગે ફિલ્મના લેખક-દિગ્દર્શક ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદીએ કહ્યું હતું કે,‘આ ફિલ્મ ખરેખર મારા હૃદયની નજીક છે અને અમુક સાચી ઘટનાઓ પરથી પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધ, પ્રેમ અને લાગણીઓના અનોખા અભિગમ સાથે બનાવી છે. મારું જે વિઝન હતું તેને પડદા પર સાકાર કરવામાં સ્ટાર કાસ્ટ અને ટીમે જબરજસ્ત મહેનત કરી છે.’
આ ફિલ્મની બીજી એક ખાસિયત લકિરો ટાઇટલ ટ્રેક જેને ઇન્ટરનેટ પર 20 મિલિયનથી વધુ વખત હિટ થયું છે. ‘લકીરો’નું ટાઈટલ ટ્રેક બહુમુખી પ્રતિભાશાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે. પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ગીત ચિરાગ ત્રિપાઠીએ શબ્દો લખ્યા છે. આ ગીતનું સંગીત આપણે મોટાભાગની ગુજરાતી ફિલ્મોમાં સાંભળીએ છીએ તેનાથી ઘણું અલગ છે.
પાર્થ ભરત ઠક્કરે આપણા ભારતીય બીટ્સ સાથે જેઝ ઉમેર્યુ છે. આ પહેલીવાર છે કે જ્યાં જેઝનો ઉપયોગ આટલી વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. પાર્થ ભરત ઠક્કરે અમિત ત્રિવેદી, વિશાલ દદલાની, બેની દયાલ, શિલ્પા રાવ, શ્રુતિ પાઠક, શાલ્મલી ખોલગડે અને પોતે ગાયકોની લાઇનઅપ તરીકે રચનામાં અત્યંત પ્રશંસનીય કામ કર્યું છે. આ ફિલ્મનું સંગીત ગુજરાતી ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું આલ્બમ બનવા જઈ રહ્યું છે.

આ વોર્નર મ્યુઝિક ઈન્ડિયાનું પહેલું ગુજરાતી આલ્બમ છે અને અમને આ સંપૂર્ણ જર્નીનો ભાગ બનવાનો ગર્વ છે. કોઈપણ ગુજરાતી મૂવીમાં આવું પ્રથમ વાર બનશે જ્યાં ફિલ્મ લકીરોના તમામ ટ્રેક હિન્દીમાં પણ રિલીઝ થશે .જેથી દેશભરના લોકો તેને માણી શકે અને જાણી શકે કે ગુજરાતી સંગીત અને ફિલ્મો ક્યાં માર્ગ તરફ જઈ રહી છે.
દિગ્દર્શક ડૉ.દર્શન અશ્વિન ત્રિવેદી એક એવી વ્યક્તિ છે જે દર્શકોની લાગણીને સમજે છે અને આ તેમના વિશે સૌથી સારી બાબત છે. ફિલ્મ સાથે તેની જે દ્રષ્ટિ હતી તે ખૂબ જ સારી રીતે પડદા પર પરિપૂર્ણ કરવામાં આવી છે.
ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું હતું કે, “લકીરોની સફર અને મેકિંગ વાસ્તવમાં લકીરો (ડેસ્ટિની) છે અને અમે જે પણ આ ફિલ્મ માટે કર્યું છે અથવા ફિલ્મ માટે વિચાર્યું છે તે બધું જ યોગ્ય સ્થાને પાર પડ્યું છે. તેથી આશા છે કે લોકોને એક અલગ ફીલ અને કન્ટેન્ટ જોવા મળશે અને તેઓને ગમશે.”
‘લકીરો’ રૉમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં રોનક અને દીક્ષાની સાથે નેત્રી ત્રિવેદી (Netri Trivedi), શિવાની જોશી (Shivani Joshi), વિશાલ શાહ (Vishal Shah) અને ધર્મેશ વ્યાસ (Dharmesh Vyas) છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદી (Dr. Darshan Ashwin Trivedi)એ કર્યું છે.
‘લકીરો’ રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી21 સ્ટુડિયોના સહયોગમાં બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોશી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ, ભરત મિસ્ત્રી અને હેમેશ પટેલે કર્યું છે.