Guru Dutt 100th Birth Anniversary: ગુરુ દત્ત ભારતીય ફિલ્મના મહાન કલાકાર, ફિલ્મ ડિરેક્ટર માનવામાં આવે છે. આજે ગુરુ દત્તની 100મી જન્મ જયંતી છે. 9 જુલાઈ, 1925ના રોજ જન્મેલા ગુરુ દત્તનો ભારતીય સિનેમાના ઇતિહાસમાં મોટો ફાળો રહ્યો છે. 10 ઓક્ટોબર, 1964ના રોજ તેમનું અવસાન થયું હતું અને તેમણે દુનિયા છોડ્યાને 6 દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેમનું નામ ફિલ્મ ઇતિહાસના પૃષ્ઠોમાં એક મહાન ફિલ્મ નિર્માતા તરીકે લખવામાં આવ્યું છે. ગુરુ દત્તને દેવ આનંદ સાથે વર્ષ 1951માં પોતાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન કરવાની તક મળી છે. પોતાની ફિલ્મી કરિયર શરૂ કર્યાના થોડા સમય બાદ તેમને સિંગર ગીતા રોય સાથે પ્રેમ થઇ ગયો. પરંતુ તેમના જીવનની ખુશી લાંબો સમય ટકી શકી નહીં અને તેઓ પ્રેમના પ્યાસા જ રહ્યા. આજે અમે તમને ગુરુ દત્તના જીવનના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ગુરુ દત્તનું સાચું નામ ખબર છે?
ગુરુ દત્ત ભારતીય ફિલ્મ જગતના સૌથી મહાન અભિનેતા, ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર માનવામાં આવે છે. 9 જુલાઇ, 2025ના રોજ બેંગ્લોરમાં જન્મેલા ગુરુ દત્તનું અસલી નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ છે. તેઓ 6 ભાઇ બહેન હતા. ગુરુ દત્તે ગીતા દત્ત સાથે લગ્ન કર્યા હતા અને તેમને 3 સંતાનના નામ – તરુણ દત્ત, નીના દત્ત અને અરુણ દત્ત છે.
ગુરુ દત્તનું તેમનું તે સમયની પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન સાથે જોડાયું હતું. કહેવાય છે કે પરિણિત ગુરુ દત્તને વહીદા રહેમાન સાથે પ્રેમ થઈ ગયો અને તેના કારણે ગીતા રોય સાથેના લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ. તેમના સંબંધોમાં કડવાશ આવી ગઇ હતી, જે બાદ ગુરુ દત્ત ગીતા રોયથી અલગ રહેવા લાગ્યા હતા. ગુરુ દત્ત અને ગીતા રોયના સંબંધોમાં એટલી બધી સમસ્યાઓ આવી હતી કે ગીતા રોયે તેના અને ગુરુના વૈભવી બંગલાને પણ ભૂતિયા ગણાવ્યો હતો.
ગીતા રોયના કહેવાથી ગુરુ દત્તે તે ઘર તોડી પાડ્યું હતું, પરંતુ પછી તે ક્યારેય આ દુ:ખ માંથી બહાર આવી શક્યા નહીં. અમે તમને તેમના સંબંધો અને આલીશાન બંગલા સાથે જોડાયેલી કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જે બંગલો ગુરુદત્તના દિલની ખૂબ નજીક હતો, પરંતુ તેણે પત્નીના કહેવાથી તેને તોડી પાડ્યો હતો. યાસિર ઉસ્માનની બોલિવૂડ આઇકોનની બાયોગ્રાફીમાં આ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે.
એક બપોરે ગીતા દત્ત પોતાના પતિ ગુરુ દત્ત સાથે પાલી હિલ બંગલાના ગેસ્ટ હાઉસમાં સૂતી હતી ત્યારે જોરદાર ધડાકાના અવાજથી તે જાગી ગઈ હતી. સાંજના ચાર વાગ્યાનો સમય હતો. તેમણે જોયું કે મજૂરો તેમની આંખો સામે ઘર તોડી રહ્યા છે. તેણે તરત જ સ્ટુડિયોમાં કામ કરતા પોતાના પતિને ફોન કર્યો. તેણે ગુરુદત્તને પૂછ્યું કે શું થઈ રહ્યું છે, જેના જવાબમાં તેણે કહ્યું, “તેમને તે કરવા દો! મેં તેમને તેને તોડી પાડવા કહ્યું છે. આ પુસ્તક અનુસાર, પોતાના સપનાનું ઘર ધરાશાયી થતા જોઈને ગુરુ દત્તનું દિલ તૂટી ગયું હતું, પરંતુ તેમને પોતાની પત્નીની સામે જ આમ કરવાની ફરજ પડી હતી.
ગીતા દત્તના અંધવિશ્વાસને કારણે તૂટ્યું ઘર
તેમની બહેન લલિતા લજમીએ પુસ્તકમાં જણાવ્યું હતું કે, “તેમનું માનવું હતું કે બંગલો ભૂતિયા છે.” ઘરમાં એક ઝાડ હતું અને તેઓએ કહ્યું કે તે ઝાડમાં એક ભૂત રહે છે, જે અપશુકનિયાળ છે અને તેમના લગ્નજીવનને બરબાદ કરી રહ્યું છે. તેમને બુદ્ધની પ્રતિમા સાથે પણ સમસ્યા હતી જે તેમના મોટા ડ્રોઇંગરૂમમાં રાખવામાં આવી હતી. ”
ગુરુ દત્તને તેમનો બંગલો બહુ પ્રિય હતો
લાજમીના જણાવ્યા અનુસાર ગીતા રોય એ જ ઘર ખાલી કરવાનું સૂચન કર્યું હતું અને આ કારણે તેના પતિનું દિલ તૂટી ગયું હતું. “હું હંમેશાં મારા પોતાના ઘરમાં ખુશ રહેવા માંગતો હતો. મારું ઘર પાલી હિલની બધી ઇમારતોમાં સૌથી સુંદર છે. એ ઘરમાં બેઠાં બેઠાં તમે મુંબઈમાં છો એવું લાગતું નથી. એ બગીચો, એ વાતાવરણ – હું બીજે ક્યાંથી શોધી શકું? આ હોવા છતાં, હું તે મકાનમાં લાંબા સમય સુધી રહી શક્યો નહીં.”
વહીદા રહેમાનના કારણે સંબંધોમાં તિરાડ પડી
ગુરુ દત્ત અને ગીતા દત્તે વર્ષ 1953માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંબંધો માંથી પ્રેમ અને ખુશી ગાયબ થવા લાગી હતી. તેનું કારણ હતું વહીદા રહેમાનની ગુરુ દત્તના જીવનમાં એન્ટ્રી. હા! ગીતા દત્તને વહીદા રહેમાન વિશે ખબર પડી ગઈ હતી અને તેને લાગવા માંડ્યું હતું કે પાલી હિલનું ઘર તેના માટે અશુભ છે. ગીતા રોય એ તેના પતિ સાથેના બગડતા સંબંધો માટે બંગલાને દોષી ઠેરવવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ તેને સૂચવ્યું કે તે પાલી હિલ બંગલામાં શિફ્ટ થયા પછી જ તેમની વચ્ચે અણબનાવ શરૂ થયો હતો અને તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી હતી. ગુરુ દત્તનો ડ્રીમ બંગલો ટૂંક સમયમાં જ તેમની ઉંઘ ન આવવાનું કારણ બની ગયો. તેઓ પોતાનો મોટાભાગનો સમય તેમના સ્ટુડિયોમાં વિતાવવા લાગ્યા હતા. તે પોતાના સ્ટુડિયોમાં જતા રહેતા હતા, જ્યાં તેનો એક નાનો ઓરડો હતો, જ્યાં તેની ઊંઘ પૂરી થતી હતી.
7×7 ફૂટના રૂમમાં ગુરુ દત્ત રહેવા લાગ્યા
પુસ્તકમાં લખ્યું છે, “તે 7×7 ફૂટનો ઓરડો હતો, જેમાં એક નાનો પલંગ હતો. અહીં જ ગુરુદત્ત ચૂપચાપ સુઈ જતા હતા અને તેમને ઉંઘ આવતી હતી. “મને યાદ છે કે તેનો જન્મદિવસ હતો, તે ઘરને પ્રેમ કરતો હતો અને જ્યારે તે પડી ભાંગ્યો ત્યારે તેનું હૃદય તૂટી ગયું હતું. ગુરુ દત્તે ગીતાની વાત સ્વીકારી લીધી હતી, પરંતુ આ વાતે તેમનું દિલ તોડી નાખ્યું. તે ઘર માટે ગીતા રોયને દોષી ઠેરવતો હતો. ગીતા રોયને વહેમ હતી અને તે ભૂતોમાં પણ માનતી હતી. ગુરુના ગ્રહો ખરાબ હતા. તેમણે આ વિશે બે વાર વિચાર્યું નહીં. સુંદર બંગલા તોડી નાંખ્યો. જ્યારથી આ બંગલો તોડી પાડવામાં આવ્યો છે ત્યારથી ગુરુ દત્તનું ઘર ધીરે ધીરે તૂટી રહ્યું છે.”
‘સાહેબ બીબી ઔર ગુલામ’ના લેખક બિમલ મિત્રાને એ જાણવા ઉત્સુકતા હતા કે, ગુરુ દત્તે આ ઘરને કેમ તોડી પાડ્યું? તેમને પણ તેમની ચિંતા થતી હતી. ગુરુ દત્તે તેમને સ્થળ પર લઈ જવા પુછ્યું. મિત્રા પુસ્તકમાં યાદ કરે છે, “અમે પાલી હિલ્સના સીધા ઢાળ પરથી નીચે ઊતર્યા હતા. અમે પાલી હિલ્સના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયા હતા. અમે તેમના બંગલા તરફ પાછા ગયાં. ઘણા વળાંક બાદ અમારી કાર બંગલા પર પહોંચી. વૈભવી બંગલો જમીનદોસ્ત થઈ ગયો. ગુરુ દત્ત જે રૂમમાં સુતા હતા તેના સ્થાને હવે કાટમાળ આવી ગયો હતો. આલિશાન બાથરૂમની જગ્યાએ તૂટેલા વાદળી આરસપહાણના ટુકડાઓ પડ્યા હતા. તેમને માત્ર તૂટેલાં લાકડાં, પ્લાસ્ટરના ટુકડાઓ અને સ્વપ્નોના તૂટેલા ટુકડાઓ જ દેખાતા હતા.”
પુસ્તકમાં આગળ લખવામાં આવ્યું છે કે, “તે ચૂપચાપ પોતાની કારમાં પાછા ફર્યા. પરંતુ મિત્રાને હજી પણ ખાતરી નહોતી કે ગુરુ દત્તે આ પગલું કેમ ભર્યું. બંગલો તોડવાનું સાચું કારણ શું હતું? જ્યારે તેમણે પૂછ્યું તો ગુરુ દત્તે ધીમેથી જવાબ આપ્યો, “ગીતાના કારણે.” એ વખતે ગુરુ દત્તે કહ્યું હતું, “ઘર ન હોવાની પીડા કરતા, ઘર હોવાની પીડા વધારે ભયંકર હોય છે.” ”
ત્યારબાદ ગુરુ દત્તનો પરિવાર દિલીપ કુમારના બંગલાની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયો હતો. થોડા મહિના પછી, ગુરુ દત્ત ઘરની બહાર ચાલ્યા ગયા અને મધ્ય મુંબઈના પેડર રોડ પર આર્ક રોયલ એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા. ગીતા અને તેના બાળકો મહેબૂબ સ્ટુડિયોની બાજુમાં આવેલા એક મકાનમાં રહેવા ગયા.
આ તેમના બંનેના જીવનનો એક પીડાદાયક વળાંક હતો. થોડા વર્ષો બાદ 39 વર્ષની વયે ગુરૂ દત્તનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું હતું. અહેવાલ મુજબ તેમણે ઉંઘની ઘણી ગોળીઓ ખાઈ લીધી હતી. મૃત્યુના આઠ વર્ષ બાદ ગીતા રોય એ પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની વાર્તા બોલિવૂડની સૌથી દુ:ખદ કહાણીઓ પૈકીની એક છે.
ગુરુ દત્તે પોતાની ફિલ્મ કંપની શરૂ કરી હતી, જેના બેનર હેઠળ તેણે રોમેન્ટિક કોમેડી ‘આર પાર’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેમાં તે લીડ રોલમાં હતો. પરંતુ જે ફિલ્મ તેમની ઓળખ બની તે ‘પ્યાસા’ હતી. હૃદયસ્પર્શી ફિલ્મમાં એક કલાકારના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો અને દાયકાઓ બાદ, ટાઇમ મેગેઝિનની 20મી સદીની 100 મહાન ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવનારી તે એકમાત્ર હિન્દી ફિલ્મ બની હતી.
આ ફિલ્મ વિશે બહેને પણ કહી આ વાત
ગુરુ દત્તની દિવંગત નાની બહેન લલિતા લાજમીએ કહ્યું હતું કે “પ્યાસા” તેના ભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને તે તેને પરફેક્ટ બનાવવા માંગતો હતો. એક દિગ્દર્શક તરીકે ગુરુ દત્તને ફિલ્મો બનાવવાનો, સ્ક્રિપ્ટ અને સંવાદોમાં ઘણા બધા ફેરફારો કરવાનો અને કેમેરા ટેકનિકનો પ્રયોગ કરવાનો શોખ હતો. તે સીન ડિલીટ કરવા અને રિ-શૂટિંગ માટે જાણીતો હતો, ‘પ્યાસા’ દરમિયાન તે વધારે પડતું થઈ ગયું હતું, તેમણે આ ફિલ્મનો ક્લાઇમેક્સ સિક્વન્સ 104 ટેકમાં શૂટ કર્યો હતો. તેમની બહેને કહ્યું કે જો કોઈ વાત પરફેક્ટ ન હોય તો ગુરુ દત્ત ગુસ્સે થઈને બૂમો પાડવાનું શરૂ કરી દેશે.
યાસિર ઉસ્માનનું પુસ્તક ગુરુ દત્તઃ એન અનફિનિશ્ડ સ્ટોરીમાં આ ઘટનાની વાત કરવામાં આવી છે. તેની બહેને કહ્યું હતું, “તે સુઈ શકતો ન હતો. આલ્કોહોલનું વ્યસન અને તેના પરનું અવલંબન શરૂ થઈ ગયું હતું. ખરાબમાં ખરાબ સમયે, તેણે ઊંઘની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, તેને વ્હિસ્કીમાં ભેળવી દીધું. ગુરુ દત્તે ‘પ્યાસા’ બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું – તેમની ઊંઘ, તેમના સપના અને તેમની યાદો. ”
1956માં તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો થવાનો હતો, પરંતુ પછી ગુરુ દત્તે પોતાનો જીવ લઈ લીધો. “જ્યારે આ સમાચાર આવ્યા, ત્યારે અમે પાલી હિલ (જ્યાં તે રહેતા હતા) તરફ દોડી ગયા. “હું જાણતો હતો કે તેઓ અસ્વસ્થ હતા. તેઓ ઘણી વાર મને ફોન કરીને કહેતા કે આપણે વાત કરવી છે, પણ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ એક શબ્દ પણ ન બોલ્યા. ”





