Hansika Motwani Birthday: હંસિકા મોટવાણી ટીવી શો શાકા લકા બૂમ બૂમ અને કરિશ્મા કા કરિશ્મા થી ઘર ઘરમાં જાણીતી થઇ હતી. અભિનેત્રી હંસિકા મોટવાણી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તે 32 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 9 ઓગસ્ટ, 1991ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરે નાના પડદા પર સારું નામ કમાવ્યું હતું. પરંતુ, તમે જાણો છો કે હંસિકા મોટવાણી પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇ પણ ઘણી ચર્ચામાં રહે છે. તેના અંગત જીવનમાં ઘણો વિવાદ થયો છે. ક્યારેક તે મિત્રનું ઘર તોડવાના કારણે તો ક્યારેક મોટા થવા માટે હોર્મોનલ ઇન્જેક્શન લેવાને કારણે વિવાદોમાં રહી છે. આવી સ્થિતિમાં, ચાલો તેના વિવાદિત જીવન વિશે જણાવીએ.
હંસિકા મોટવાણીએ એક્ટિંગ કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર ફિલ્મ કોઈ મિલ ગયા જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે અને બાળપણથી જ તેણે ઘણું નામ કમાવ્યું છે. ચાઇલ્ડ આર્ટિસ્ટ બન્યા બાદ હંસિકા એ સાઉથ સિનેમામાં પણ લીડ એક્ટ્રેસ તરીકે ખૂબ ધમાલ મચાવી છે. જ્યારે તે 15 વર્ષની હતી, ત્યારે તેણે તેલુગુ ફિલ્મ દેશમુદુરુ માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. તેમણે ફિલ્મી દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું હતું. પરંતુ, જ્યારે તે ફિલ્મોમાંથી પડદા પર વાપસી કરી ત્યારે તેના પર હોર્મોનલ ઇન્જેક્શન લેવાનો આરોપ લાગ્યો હતો. એવા આક્ષેપો થયા હતા કે તેની માતાએ તેને ઝડપથી મોટા થવા માટે હોર્મોનલ ઇન્જેક્શન આપ્યા હતા.
હોર્મોનલ ઇન્જેક્શન વિવાદ પર હંસિકા મોટવાણી અને તેની માતાએ શું કહ્યું
હંસિકા મોટવાણી એ એકવાર હોર્મોનલ ઇન્જેક્શન વિવાદ પર વાત કરી હતી અને કહ્યું હતું કે આ સેલિબ્રિટી બનવાની કિંમત છે. જ્યારે તે 21 વર્ષની હતી, ત્યારે તેણે આ બકવાસ વિશે સાંભળ્યું અને લખ્યું. અભિનેત્રીએ કહ્યું હતું કે જો તે એ સમયે આવું સહન કરી શકે છે, તો તે હજી પણ તે સહન કરી શકે છે. સાથે જ તેમની માતાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જો આ વાત સાચી છે તો તે ટાટા, બિરલા કરતાં પણ વધુ અમીર બની છે. હંસિકા મોટવાણીની માતાએ કહ્યું હતું કે, જે લોકો આવી બાબતો લખે છે, તેમની પાસે મગજ નામની વસ્તુ નથી? તેઓ પંજાબી પરિવારમાંથી આવે છે અને માને છે કે તેમની દીકરીઓ 12-16 વર્ષની વચ્ચે મોટી થાય છે.
મિત્રનું ઘર તોડવાનો આરોપ
આ સાથે જ હંસિકા મોટવાણી પણ પોતાના લગ્નને લઈને ઘણા વિવાદોમાં રહી છે. અભિનેત્રી પર તેના મિત્રનું ઘર તોડવાનો આરોપ મૂકાયો હતો. ખરેખર, તેણે બેસ્ટ ફ્રેન્ડ રિંકીના પતિ સોહેલ કથૂરરિયા સાથે લગ્ન કર્યા હતા. રિંકી અને સોહેલના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા, જેમાં હંસિકા પણ હાજર રહી હતી. ત્યારબાદ હંસિકાએ સોહેલ કથુરિયા સાથે લગ્નની ઘોષણા કરતા જ લોકોએ તેના પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું કે તેણે મિત્રનું ઘર તોડીને તેનો પતિ ઝુંટવી લીધો. આ બાબત પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. આ વિવાદ પર સોહેલ અને હંસિકા બંનેએ રિએક્શન પર આપ્યા હતા.
હંસિકા મોટવાણી એ પતિ ઝૂંટવી લેવાના આરોપ પર શું કહ્યું?
સોહેલ કથુરિયા એ સ્પષ્ટતા કરી હતી કે હંસિકા એ તેનું ઘર તોડ્યું નથી. વાસ્તવમાં રિંકી સાથે તેમના લગ્ન તેમની લવસ્ટોરી શરૂ થાય તે પહેલા જ તૂટી ગયા હતા. આ સાથે જ હંસિકાએ કહ્યું હતું કે લોકો તેના પર આરોપ એટલા માટે લગાવી રહ્યા છે કારણ કે તે પહેલાથી જ તેને ઓળખતી હતી અને પબ્લિક ફિગર છે. લોકો માટે તેને વિલન બનાવવાનું ખૂબ જ સરળ છે. તેણે સેલિબ્રિટી બનવાની કિંમત ચૂકવવાની વાત કરી હતી.
આ પણ વાંચો | જાન્હવી કપૂરનો દેવારા લુક વાયરલ, રૂમર્ડ પ્રેમી શિખર પહારિયાએ શું કહ્યું?
હંસિકા મોટવાણી વર્કફ્રન્ટ
જો કે હંસિકા મોટવાનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આજકાલ પોતાની મેરિડ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંસિકાએ સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કર્યા છે અને તે દેખાવ અને સિઝલિંગ એક્ટ્સ વિશે ખૂબ જ ચર્ચામાં છે. તેના વિશે ચર્ચા છે કે તે તમિલ ફિલ્મ રાઉડી બેબીમાં જોવા મળવાની છે.





