Hanuman Jayanti 2024 : હનુમાન પર આધારિત આ મુવી અને સીરિઝે ધૂમ મચાવી, જુઓ લિસ્ટ

Hanuma Jayanti 2024 : આજે 23 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. આ ખાસ અવસર પર અમે તમારા માટે હનુમાન પર આઘારિત સુપરહિટ મુવી, વેબ સીરિઝ અને શોની યાદી તૈયાર કરી છે.

Hanuma Jayanti 2024 : આજે 23 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. આ ખાસ અવસર પર અમે તમારા માટે હનુમાન પર આઘારિત સુપરહિટ મુવી, વેબ સીરિઝ અને શોની યાદી તૈયાર કરી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Hanuman Jayanti 2024 | Hanuman Jayanti Bollwood Movies | Bollywood Movies | The Legend Of Hanuman | Hanuman Movie

Hanuma Jayanti 2024

Hanuman Movie 2024 Movie List : આજે 23 એપ્રિલ 2024,આજે રામ ભક્ત ભગવાન હનુમાનનો જન્મ દિવસ છે. આજના દિવસને હનુમાન જ્યંતિ (Hanuman Jayanti 2024) તરીકે ઉજવાય છે. હનુમાનજી વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. તેથી એવી ઘણી ફિલ્મો, ટીવી શો અને વેબ સીરિઝ બનાવવામાં આવી છે જેમાં તમે સંકટ મોચન હનુમાનજી વિશે તમે જાણી શક્શો. આજે અમે તમને તે ફિલ્મો, ટીવી શો અને વેબ સીરિઝ વિશે જણાવીશું જે હનુમાન પર આધારિત છે.

Advertisment
Hanuman Jayanti 2024 | Hanuman Jayanti Bollwood Movies
Hanuman Jayanti 2024 : હનુમાન પર આધારિત આ મુવી અને સીરિઝે ધૂમ મચાવી

ધ લિજેંડ ઓફ હનુમાન (The Legend Of Hanuman)

ધ લેજેંડ ઓફ હનુમાન વેબ સીરિઝ સૌથી પ્રખ્યાત ભારતીય એનિમેટેડ સીરિઝમાંથી એક છે. તેની ત્રણ સીઝન સ્ટ્રીમ થઇ છે. પ્રથમ સિઝન રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની આગામી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. આમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહાદેવ ભગવાન રામની સેવા કરવા માટે હનુમાનનો અવતાર લે છે અને કેવી રીતે તેમની મદદ કરે છે.

જય હનુમાન (Jai Hanuman)

વર્ષ 1997માં ટીવી પર જય હનુમાન નામનો શો આવ્યો હતો. આમાં ભગવાન હનુમાનની એવી અનકહી અને કદી ન સાંભળેલી વાતો કહેવામાં આવી હતી. લોકોને આ શો ઘણો પસંદ આવ્યો હતો. રાજ પ્રેમીએ આ શોમાં હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. આજે પણ લોકો યુટ્યુબ પર આ શો જોવાનું પસંદ કરે છે.

ચિરંજીવી હનુમાન (Chiranjeevi Hanuman)

ટીવી ચેનલો પર ઘણા પૌરાણિક શો આવે છે. જેને દરેક પોતાના પરિવાર સાથે જોવાનું પસંદ કરે છે. ચિરંજીવી હનુમાનઃ રામ ભક્તિ રુદ્ર શક્તિ સીરિયલ થોડા સમય પહેલા શરૂ થઈ હતી. આ શો સ્ટાર પ્લસ પર શરૂ થયો હતો જેમાં હનુમાનની મદદથી સીતાને બચાવવાની કહાની બતાવવામાં આવી હતી.

Advertisment

હનુમાન (Hanuman Movie)

https://www.instagram.com/p/C6F3w77RKbE/

હાલમાં જ સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ હનુ માન સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. દરેકને આ ફિલ્મ બેહદ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર કેસમાં મોટો ઘટસ્ફોટ

હનુમાન (Hanuman Movie)

વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ હનુમાનમાં તેમના બાળપણના અવતારથી લઈને ભગવાન રામ સાથે તેમની મુલાકાત સુધીની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં તેની આખી વાર્તા કાર્ટૂન પાત્રો દ્વારા બતાવવામાં આવી હતી.

celebrities મનોરંજન ન્યૂઝ