Hanuman Jayanti 2024 Famous Hanuman Characters : હિન્દી સિનેમામાં જ્યારે પણ રામાયણની વાત થાય ત્યારે તેમાં હનુમાનના પાત્રને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા કલાકારોએ સ્ક્રીન પર રામ ભક્ત હનુમાનનું પાત્ર ભજવી ખુબ વાહવાહી લૂંટી હતી. આજે 23 એપ્રિલે હનુમાન જયંતિ (Hanuman Jayanti 2024) ના ખાસ અવસર પર અમે તમને હનુમાનજીનું પાત્ર અદા કરી ઘૂમ મચાવનાર એ કલાકારો વિશે જણાવીશું.

એકાગ્ર દ્વિવેદી
વર્ષ 2020માં બાળ કલાકાર એકાગ્ર દ્વિવેદીએ સીરીયલ ‘કહત હનુમાન જય શ્રી રામ’માં હનુમાનની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર એકાગ્રએ 6 વર્ષની ઉંમરે ભજવી લોકપ્રિયતા મેળવી હતી . &TVની આ સિરિયલનું દિગ્દર્શન ધર્મેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને દર્શકોએ તેમને ‘બાલ હનુમાન’ તરીકે ખૂબ પસંદ કર્યા હતા.
ભાનુશાલી ઈશાંત અને નિર્ભય વાધવા
ઝી ટીવી પર વર્ષ 2015ના રોજ ‘સંકટ મોચન મહાબલી હનુમાન’ સીરિયલની શરૂઆત થઇ હતી. જેમાં ભાનુશાલી ઇશાંતએ બાળ હનુમાનનું પાત્ર નિભાવ્યું હતું. ભાનુશાલીએ પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. જ્યારે આ સીરિયલમાં યુવા હનુમાનની નિર્ભય વાધવાએ ભૂમિકા નિભાવી હતી.
દાનિશ અખ્તર
જ્યારે એક્ટર દાનિશ અખ્તરે નાના પડદા પર હનુમાનનું પાત્ર ભજવ્યું ત્યારે તેને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો. તેણે 2015માં પ્રસારિત થયેલી સિરિયલ ‘સિયા કે રામ’માં હનુમાનની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલમાં આશિષ શર્મા રામના રોલમાં અને મદિરાક્ષી મુંડલ સીતાના પાત્રમાં જોવા મળ્યા હતા. ડેનિશે કલર્સ ચેનલની સીરિયલ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ હનુમાનની ભૂમિકા ભજવી છે.
રાજ પ્રેમી
1997માં ડીડી મેટ્રો પર જય હનુમાન નામની સિરિયલ શરૂ થઈ હતી. જેનું નિર્માણ અને નિર્દેશન સંજય ખાને કર્યું હતું. હીરો તરીકે તેણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. દિગ્દર્શક તરીકે તેણે ઘણી ટીવી સિરિયલો પણ બનાવી છે. ‘જય હનુમાન’માં હનુમાનની ભૂમિકા અભિનેતા રાજ પ્રેમીએ ભજવી હતી અને આ સિરિયલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી.
દારા સિંહ
એવું કહેવામાં આવે છે કે દારા સિંહે અત્યાર સુધી સિનેમામાં હનુમાનનું સૌથી ઉત્તમ પાત્ર ભજવ્યું હતું. દારા સિંહે વર્ષ 1987માં આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં હનુમાનની ભૂમિકા ભજવી હતી, જે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. હનુમાન બનીને તેમણે લોકોના હૃદયમાં એવી છાપ છોડી કે સમગ્ર દેશે તેમને હનુમાન તરીકે સ્વીકારી લીધા અને તેમની પૂજા કરવા લાગ્યા.
આ પણ વાંચો : Hanuman Jayanti 2024 : હનુમાન પર આધારિત આ મુવી અને સીરિઝે ધૂમ મચાવી, જુઓ લિસ્ટ
રામાનંદ સાગરની રામાયણની અત્યારસુધી કોઇ સ્પર્ઘા કરી શક્યું નથી. તેમાં રામના અવતારમાં એક્ટર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકામાં એક્ટ્રેસ દીપિકા ચીખલિયા જોવા મળી હતી. અરૂણ ગોવિલને તો આજે પણ ભગવાન રામ માનીને લોકો તેની પૂજા કરે છે.





