પ્રિયંકા ચોપરા તેની એકટિંગ માટે પોપ્યુલર છે પરંતુ તેણે એકટિંગ સિવાય સિંગિંગ અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ એટલે પ્રિયંકા ચોપરાએ વર્ષ 2003 માં ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય સાથે અભિનયની શરૂઆત કરી હતી, જેના માટે અભિનેત્રીએ ફિલ્મફેર બેસ્ટ મહિલા ડેબ્યુ એવોર્ડ જીત્યો હતો, પ્રિયંકાએ તેના અભિનયથી લોકોના દિલ જીત્યા છે. બરફી માં ઓટીસ્ટીક વ્યક્તિની ભૂમિકામાં હોય કે પછી બાયોપિકમાં ભારતીય બોક્સર મેરી કોમનું પાત્ર ભજવવું હોય, પ્રિયંકાએ ચોક્કસપણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી છે. દેશી ગર્લના બર્થ ડે નિમિત્તે, સિદ્ધિઓની ઉજવણી કરવા માટે અહીં પ્રિયંકા ચોપરાની મૂવીઝની લિસ્ટ તૈયાર કરી છે,
પ્રિયંકા ચોપરા મૂવી – ઐતરાઝ
અબ્બાસ-મસ્તાનની ફિલ્મ એતરાઝ પ્રિયંકા લીડ રોલમાં હતી. તેણે સોનિયા રોય તરીકે તેના શાનદાર અભિનયથી સ્પોટલાઇટમાં આવી હતી. આ ફિલ્મ કાર્યસ્થળ પર થતા જાતીય સતામણી પર બનેલી છે, ત્યારે આશ્ચર્યજનક પરિબળ એ હતું કે પ્રિયંકાએ આક્રમકની ભૂમિકા ભજવી હતી. તેનું પાત્ર આ બધું ઇચ્છે છે – પોજિશન, પૈસા અને જાતીય સંતોષ, તેણી તેના ધ્યેયો હાંસલ કરવા માટે રાજ (અક્ષય કુમાર) સાથે એક યોજના બનાવે છે અને તેની સાથે ચાલાકી કરે છે અને શારીરિક સંબંધની માંગણી કરે છે.

આ પણ વાંચો: મહેશ બાબુની 11 વર્ષની દીકરી સિતારાએ જીત્યું પ્રિયજનોનું દિલ, પોતાની પહેલી કમાણી 1 કરોડ રૂપિયા દાન કરી દીધા
ફેશન
પ્રિયંકા ચોપડા વિના ફેશન ફિલ્મ કદાચ અધૂરી હોત! 2008માં રિલીઝ થયેલી ફેશનને PeeCee (Priyanka Chopra)ની સૌથી સફળ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં વિના પ્રયાસે એક નાના શહેરની યુવાન નિર્દોષ છોકરીમાંથી ટોચની ફેશન મોડેલ બને છે,જે ગ્લેમરસ વિશ્વનો ભાગ બનવા માટે કિંમત ચૂકવે છે. પ્રિયંકાએ ફિલ્મમાં તેની ડાયનેમિક સ્ક્રીન હાજરીથી ચોક્કસપણે દરેકને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ફિમેલ અભિનેત્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર બંને જીત્યા હતા.

દોસ્તાના
તરુણ મનસુખાની દ્વારા ડાયરેક્ટ કરેલી વર્ષ 2008ની રોમ-કોમ ફિલ્મ હતી. સ્ટોરી બે પુરુષો કુણાલ (જ્હોન અબ્રાહમ) અને સમીર (અભિષેક બચ્ચન) પર છે જેઓ નેહા (પ્રિયંકા ચોપરા) સાથે એપાર્ટમેન્ટ શેર કરવા સક્ષમ થવા માટે ગે કપલ હોવાનો ઢોંગ કરે છે, બાદમાં તે બંને પતેના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં સારી સ્ટોરી લાઇનથી લઈને ગ્લેમર બધુજ છે. દોસ્તાનાએ તે વર્ષે 8મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનીને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.

આ પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું વેડિંગ રિસેપ્શન આ સ્થળે થશે? ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચ્યા પેરેન્ટ્સ
બરફી!
2012માં રિલીઝ થયેલી, અનુરાગ બાસુની ફિલ્મ બરફી એક માસ્ટરપીસ છે. લાગણીઓ અને પ્રેમથી ભરપૂર, આ ફિલ્મ શ્રુતિ (ઇલિયાના ડીક્રુઝ)ની વિષે જે બરફી (રણબીર કપૂર)ને પ્રેમ કરે છે, બરફી સાંભળવા અને બોલવામાં અશક્ત વ્યક્તિ છે, પરંતુ તે (ઇલિયાના ડીક્રુઝ) કોઈ બીજા સાથે લગ્ન કરે છે. વર્ષો પછી, તેને ખબર પડે છે કે તે (બરફી) જીલમિલ (પ્રિયંકા ચોપરા) ના પ્રેમમાં છે, જે એક ઓટીસ્ટીક છોકરી છે, અને તેને પોતાના લગ્ન પર પુનર્વિચાર કરવાની જરૂર લાગે છે. અહીં ચોક્કસપણે કહી શકાયકે બરફીમાં પ્રિયંકાનો શ્રેષ્ઠ અભિનય હતો. આ ફિલ્મમાં સ્ક્રીનપ્લેથી લઈને ગીતો સુધી બધું જ પરફેક્ટ હતું. પ્રિયંકાને કોઈપણ દ્રશ્યમાં ચૂકી જવું મુશ્કેલ છે કારણ કે તેણે તેનું 100% આપ્યુ હતું, પ્રિયંકાએ કરેલા રોલમાં ઓડિયન્સ ખરેખર ઝિલમિલની નિર્દોષતાના પ્રેમમાં પડી જાય છે.

મેરી કોમ :
ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર એમસી મેરી કોમનું પાત્ર ભજવવું પ્રિયંકા માટે પડકારરૂપ હતું, પરંતુ ટ્રેનિંગ અને ડેડિકેશન સાથે તેણે સાબિત કર્યું કે તે કોઈપણ એકટિંગ સહેલાઈથી કેવી રીતે કરી શકાય છે. આ મૂવીમાં મેરી કોમની બોક્સિંગ કરિયરના શરૂઆતના દિવસોની કેટલીક ટુચકાઓ સામેલ છે. સ્ટોરીમાં બધુ જ છે, આ સ્પોર્ટ્સ બાયોપિકમાં આંસુ અને આંચકો આપનારી ક્ષણો, ખડતલ કોચ, પ્રેરણાદાયી પ્રવાસ સામેલ છે. આ ફિલ્મ, મેરીકોમ જાતીય અસમાનતા, તેની કારકિર્દી, લગ્ન અને માતૃત્વ બધુજ બેલેન્સ કરવાના કેટલો સંઘર્ષ કરે છે તેના પર છે.






