Haq Movie Screening | હક (Haq) ફિલ્મ 1985 માં મોહમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ શાહ બાનો બેગમ કેસમાં સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત નિર્ણયથી પ્રેરિત છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી (Emraan Hashmi) અને યામી ગૌતમ (Yami Gautam) અભિનીત છે. તાજતેરમાં મુંબઈમાં “હક” ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
હક મુવી સ્ક્રીનિંગ (Haq Movie Screening)
આ દિવસોમાં યામી ગૌતમ તેની ફિલ્મ ‘હક’ ની રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મ શુક્રવાર, 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ ગઈ કાલે બુધવારે મુંબઈમાં તેનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. યામી અને તેના પતિ અને ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ધરે પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. યામીએ લીલી સાડી પહેરી હતી. આદિત્ય કાળા કોટ-પેન્ટમાં ખૂબ જ સુંદર દેખાતો હતો. આ દંપતીએ હાથ પકડીને સ્મિત કર્યું અને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.
ઇમરાન હાશ્મીનો કૂલ લુક
યામી ગૌતમ ઉપરાંત, ફિલ્મ ‘હક’માં ઇમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન, ઇમરાન કૂલ લુકમાં જોવા મળ્યો હતો. ઇમરાન સફેદ ટી-શર્ટ સાથે સિમ્પલ પેન્ટ પહેર્યો હતો. ઇમરાન આ લુક સાથે સફેદ શૂઝ પહેર્યા હતા. ઇમરાનનો સિમ્પલ લુક તેના ચાહકોને ખૂબ જ કૂલ લાગતો હતો.
Haq Trailer | હકમાં યામી ગૌતમ શાહ બાનોની ભૂમિકામાં, મૌન તોડી બદલશે ઇતિહાસ? જુઓ દમદાર ટ્રેલર
હક મુવી
હક મુવીમાં વર્તિકા સિંહ, દાનિશ હુસૈન, શીબા ચઢ્ઢા અને અસીમ હટ્ટંગડી અભિનીત મુવીની સ્ટોરી સ્ક્રીનપ્લે અને ડાયલોગ રેશુ નાથ દ્વારા લખવામાં આવ્યા છે. તેમાં વિશાલ મિશ્રા દ્વારા સંગીત, પ્રથમ મહેતા દ્વારા સિનેમેટોગ્રાફી અને નિનાદ ખાનોલકર દ્વારા સંપાદન કરવામાં આવ્યું છે. હક 7 નવેમ્બરના રોજ રિલીઝ થશે.





