/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Heeramandi-Star-Cast-Pic.jpg)
Heeramandi New Song Azadi : હીરામંડી ન્યૂ સોન્ગ 'આઝાદી' રિલીઝ, આઝાદી માટે લડતી જોવા મળી હસીનાઓ
Heeramandi New Song Azadi : સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ હીરામંડી (Heeramandi) માં તવાયફખાનાની નર્તકી અને નવાબ વચ્ચેનો પ્રેમ, રાજનીતિ અને ભરપૂર ડ્રામા એક્ટિંગ જોવા મળશે. હીરામંડી વેબ સીરિઝ 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ વચ્ચે હીરામંડી ન્યૂ સોન્ગ 'આઝાદી' (Heeramandi New Song Azadi) રિલીઝ કરવામાં આવ્યું છે. આઝાદી ગીત (Azadi Song) ભારતની આઝાદીમાં શહીદ થયેલા ક્રાંતિવીરોને શ્રદ્ધાજંલિ છે. સાંભળો આઝાદી ગીતના લિરિક્સ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/heeramandi-star-cast-2.jpg)
સંજય લીલા ભણસાલી બોલિવૂડમાં તેમના ભવ્ય સેટ અને કોસ્ચ્યુમ માટે જાણીતા છે, જેની એક ઝલક આઝાદી ગીતમાં છલકાઇ રહી છે. 'આઝાદી' ગીત દિલને સ્પર્શી જાય તેવું છે. આ ગીત એએમ તુરાજેએ કમ્પોઝ કર્યું. જ્યારે તેને અર્ચના ગોર, પ્રગતિ જોશી, આરોહી, અદિતિ પોલ, તરન્નુમ અને અદિતિ પ્રભુ દેસાઈના કંઠે ગવાયું છે.
સંજય લીલા ભણસાલીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'હીરામંડી'નો સેટ તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો સેટ છે. આ સેટ ત્રણ એકરમાં ફેલાયેલો છે. આ સેટ તૈયાર કરવા માટે 700 કારીગરોની ટીમે મુંબઈના ફિલ્મ સિટીમાં અંદાજે 60 હજાર લાકડાના પાટિયા અને મેટલ ફ્રેમ પર સેટ બનાવવા માટે સાત મહિના સુધી કામ કર્યું હતું. હીરામંડી સિરીઝ બનાવવામાં ભણસાલીને 14 વર્ષ લાગ્યા છે.
હીરામંડી સીરિઝની સ્ટાર કાસ્ટ અંગે વાત કરીએ તો તેમાં તમામ સ્ટાર્સ ભારતીય છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ ઘણી ફેમસ એક્ટ્રેસ અને એક્ટર લીધા છે. હીરામંડી ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એ ફરીદાનનું પાત્ર ભજવ્યું છે. તો રિચા ચઢ્ઢા હીરામંડી સીરીઝમાં લાજોના પાત્રમાં જોવા મળશે. સંજીદા ખાન હીરામંડીમાં વહિદા બની છે. શરમીન સેગલે હીરામંડી સીરિઝમાં આલમઝેબનો રોલ કર્યો છે. અદિતિ રાવ હૈદરીએ હીરામંડીમાં બિબોજાનના રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો : Ramayana : રણબીર કપૂરની રામાયણ મુવીમાં આ ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસની એન્ટ્રી? જાણો
90ના દાયકાની લોકપ્રિય હીરોઇ મનિષા કોઈરાલા હીરામંડીથી કમ બેક કરી રહી છે. હીરામંડીમાં મનિષા કોઈરાલા એ મલ્લીકાજાનનું પાત્ર ભજવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us