Heeramandi New Song Tilasmi Bahein Song : સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ ‘હીરામંડી’ ન્યૂ સોન્ગ ‘તિલસ્મી બહેન’ આજે 3 અપ્રિલે રિલીઝ કરી દેવાયું છે . નવા ગીતમાં સોનાક્ષી સિન્હાનો જોરદાર લૂક જોવા મળી રહી છે.

સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ સીરિઝ ‘હીરામંડી’થી ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરી રહ્યા છે. ત્યારે ‘હીરામંડી’ને લઈને સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ છે. થોડા દિવસો પહેલા ‘હીરામંડી’ના નિર્માતાઓએ પહેલું ગીત ‘સકલ બન’ જાહેર કર્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. ‘સકલ બન’ની પછી, ‘હીરામંડી’ના નિર્માતાઓએ ‘તિલસ્મી બહેન’ શ્રેણીનું બીજું ગીત જાહેર કર્યું છે. સોનાક્ષી સિન્હાએ આખા ગીતમાં પોતાના પરથી નજર હટવા દીધી નથી.
‘હીરામંડી’ સીરિઝનું બીજું ગીત ‘તિલસ્મી બહેન’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘૂમ મચાવી રહ્યું છે.‘તિલસ્મી બહેન’ ગીત સંજય લીલા ભણસાલીએ કમ્પોઝ કર્યું છે. ગીત ભણસાલીએ એનર્જી અને રીધમ સાથે પેશ કર્યું છે. સંગીત અને ગીતોની સાથે સોનાક્ષી સિન્હાએ પણ કિલર અદાઓથી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
સોનાક્ષી સિન્હા ગીતની શરૂઆતથી લઈને અંત સુધી તમને જકડી રાખશે. ‘હીરામંડી’ સીરિઝમાં સોનાક્ષી સિન્હાની સાથે મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને સંજીદા શેખ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘હીરામંડી’ 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.





