/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sarmin-segal.jpg)
Heeramandi : સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલનો પોતાના પાત્રને લઇને ટ્રોલર્સને જડબાતોડ જવાબ
Heeramandi : સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. આ વેબ સિરીઝ હજુ પણ જોરશોરથી ચર્ચામાં છે. આ સિરીઝની સ્ટાર કાસ્ટ ઘણી મોટી છે અને બધાએ ખૂબ જ સારું કામ કર્યું છે. મનીષા કોઈરાલા જેવી દિગ્ગજ અભિનેત્રીઓથી લઈને અદિતિ રાવ હૈદરી સુધી, દરેક વ્યક્તિએ પોતાના અભિનયની છાપ છોડી. સંજય લીલા ભણસાલીની ભાણેજએ પણ હીરામંડીમાં કામ કર્યું છે. સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલએ પોતાના પાત્ર વિશે એક ખુલાસો કર્યો છે.
શર્મિન સેગલએ હીરામંડીમાં આલમઝેબનું પાત્ર નિભાવ્યું હતું. જે મલ્લિકાજાનની પુત્રી હોય છે. ઉલ્લેખનીય છે કે, શર્મિન સેગલને ભણશાલીની ભાણેજ હોવાથી હીરામંડીમાં સ્પેશિયલ ટ્રીંટમેન્ટ આપવાને લઇને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં શર્મિન સેગલે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ દરમિયાન એક્ટ્રેસે કહ્યું હતું કે, "સંજય ભણશાલી સાથે પારિવારિક સંબંધ હોવા છતાં હું અને તેની બહેન બહાર હંમેશા એક પ્રોફેશનલ વ્હવહાર રાખીએ છીએ. જાહેરમાં અમે તેમને સંજય સર કહીને બોલાવીએ છીએ."
વધુમાં શર્મિન સેગલએ જણાવ્યું હતું કે, "મેં એક વર્ષમાં 16 વાર ઓડિશન આપ્યું હતું. ત્યારે મને હીરામંડીમાં કામ કરવાની તક મળી હતી. આ ઉપરાંત શર્મિન સેગલએ કહ્યું કે, જ્યારે તે 18 વર્ષની થઇ ત્યારે તેણે શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, અને માધુરી દીક્ષિત સ્ટારર દેવદાસ જોય અને તે પછી તેને અહેસાસ થયો કે ભણસાલી તેના મામા છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us