Heeramandi :'હીરામંડી'માં સ્ટાર્સના જાજરમાન લૂક માટે સંજય લીલા ભણસાલીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા, જુઓ ફોટા

Heeramandi : સિનેમાઘરો ગજવી હવે સંજય લીલા ભણસાલી ઓટીટીની દુનિયામાં દબદબો જમાવવા આગમન કરી રહ્યા છે. જાણીને નવાઇ લાગશે કે મલ્ટી સ્ટારર સીરિઝ હીરામંડીમાં અભિનેત્રીઓ પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

Heeramandi : સિનેમાઘરો ગજવી હવે સંજય લીલા ભણસાલી ઓટીટીની દુનિયામાં દબદબો જમાવવા આગમન કરી રહ્યા છે. જાણીને નવાઇ લાગશે કે મલ્ટી સ્ટારર સીરિઝ હીરામંડીમાં અભિનેત્રીઓ પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Heeramandi | Heeramandi Star Cast look price | Heeramandi Trailer | Sanjay Leela Bhansali

Heeramandi : હીરામંડીમાં સ્ટાર્સના જાજરમાન લૂક માટે સંજય લીલા ભણસાલીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા

Heeramandi : ડાયરેક્ટરની દુનિયામાં સૌથી ટોપ નામ સંજય ભણસાલી (Sanjay Leela Bhasali) છે. તેઓએ તેની ફિલ્મી કરિયરમાં 'રામલીલા', 'પદ્માવત', 'બાજીરાવ મસ્તાની' જેવી ઐતિહાસિક ફિલ્મો બનાવી લોકોના દિલમાં ઉંડી છાપ છોડી છે. સિનેમાઘરો ગજવી હવે સંજય લીલા ભણસાલી ઓટીટી (OTT) ની દુનિયામાં દબદબો જમાવવા આગમન કરી રહ્યા છે. જાણીને નવાઇ લાગશે કે મલ્ટી સ્ટારર સીરિઝ 'હીરામંડી' (Heeramandi) માં અભિનેત્રીઓ પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

Advertisment
publive-image
Sanajy Leela Bhasali Heeramandi Poster : સંજય લીલા ભણસાલી વેબ સીરિઝ હીરામંડી ફોટો

સંજય લીલા ભણસાલી તેની પહેલી વેબ સીરિઝ (Web Series) 'હીરામંડી' (Heeramandi) સાથે ઓટીટી પર એન્ટ્રી કરશે. 'હીરામંડી ટ્રેલર' (Heeramandi Trailer) પણ થોડા દિવસ પહેલા જ રિલીઝ કરાયું છે. ભણસાલી તેના કોઇ પણ પ્રોજેક્ટમાં હીરોઇનના લૂક્સને લઇને વધુ અલર્ટ રહે છે. જાણીને નવાઇ લાગશે કે મલ્ટી સ્ટારર સીરિઝ 'હીરામંડી'માં પણ અભિનેત્રીઓ પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

publive-image
Manisha Koirala Photo : મનીષા કોઇરાલા ફોટો

'હીરામંડી' સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શરમીન સહગલ સહિત ફરીદા જલાલ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. 'હીરામંડી'માં આ સ્ટાર્સની કાતિલ અદાઓ અને લૂક્સ તમને પ્રભાવિત કરશે. 'હીરામંડી'માં અભિનેત્રીઓના લૂકને એકદમ આકર્ષક અને ખાસ બનાવવા માટે સ્પેશિયલ આઉટફિટ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે.

Advertisment
publive-image
Sonakshi Sinha Photo : હીરામંડી સિંહા ફોટો

'હીરામંડી'માં એક્ટ્રેસના રોયલ લૂક પાછળ ડિઝાઇનર જોડી રિંપલ અને હરપ્રીત છે. તેઓએ લગભગ 300 જેટલા અનારકલી ડ્રેસ બનાવ્યા છે. આ માટે તેઓ લગભદ 2 વર્ષથી સતત મહેનત કરી રહ્યા હતા. સેલિબ્રિટી ડિઝાઇનર રિંપલ અને હરપ્રીતે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં દીપિકા પાદુકોણના આઉટફિટ ડિઝાઇન કર્યા હતા. હીરામંડી 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

publive-image
Aditi Rao Hydri Photo : અદિતિ રાવ હૈદરી ફોટો

આ પણ વાંચો : Eid 2024 : ઇદ પર રિલીઝ થયેલી આ ફિલ્મો બોક્સ ઓફિસ ગજવી ચૂકી છે, જુઓ યાદી

https://www.instagram.com/p/C5iz5kMtAEK/?hl=en

હીરામંડી બજેટ

મહત્વનું છે કે, હીરામંડીમાં સિતારાઓના લૂક પાછળ આટલું ધ્યાન અપાયું છે તો સીરિઝ પાછળ તો કેટલો ખર્ચ કરવામાં આવ્યો હશે? મળતી માહિતી અનુસાર, હીરામંડીના શૂટિંગ સમયે મોટા પાયે સેટ તૈયાર કરવામાં આવ્યાં હતા. ત્યારે આ સીરિઝનું બજેટ ખુબ વિશાળ હશે.

હીરામંડી ગીત

https://www.instagram.com/p/C5SgOvzsh65/?hl=en

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં હીરામંડીના બે ગીતો સકલ બન અને તિલસ્મી બહેન રિલીઝ થઇ ગયા છે. આ બંને ગીત લોકોને ખુબ પસંદ પણ આવ્યા છે. ખાસ વાત એ છે કે, તિલસ્મી બહેન ગીતમાં સોનાક્ષી સિંન્હાની કિલ્લર અદાઓ જોતા જ રહી જશો.

celebrities મનોરંજન ન્યૂઝ