'હીરામંડી'ની કહાની છે બેહદ રોમાચિંત, સંજય લીલા ભણસાલી મનોરંજનનો ડબલ ડોઝ આપવા જઈ રહ્યા છે

Heeramandi : તાજેતરમાં સંજય લીલા ભણસાલી તેની સીરિઝ'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' ને કારણે સતત ચર્ચામાં છે. આ વેબ સીરિઝ સાથે પીઢ ફિલ્મ નિર્માતા ઓટીટીની દુનિયામાં ધૂમ મચાવશે. તો આજે અમે તમને આ સીરિઝની કહાની અંગે જણાવીશું.

Heeramandi : તાજેતરમાં સંજય લીલા ભણસાલી તેની સીરિઝ'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' ને કારણે સતત ચર્ચામાં છે. આ વેબ સીરિઝ સાથે પીઢ ફિલ્મ નિર્માતા ઓટીટીની દુનિયામાં ધૂમ મચાવશે. તો આજે અમે તમને આ સીરિઝની કહાની અંગે જણાવીશું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Heeramandi Story | Heeramandi The Diamond Bazar | Heeramandi Release Date | Sanjay Leela Bhansali

હીરામંડીની કહાની છે બેહદ રોમાચિંત, સંજય લીલા ભણસાલી મનોરંજનનો ડબલ ડોઝ આપવા જઈ રહ્યા છે (ફોટો ક્રેડિટ સોનાક્ષી સિન્હા ઇન્સ્ટા)

Heeramandi The Diamond Bazar : બોલિવૂડના પોપ્યુલર ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તેમના વિઝન માટે ફેમસ છે. હાલમાં ભણસાલી તેમની આગામી વેબ સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' ને કારણે સતત ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલી ફરી એક વખત દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. આ વેબ સીરિઝ સાથે પીઢ ફિલ્મ નિર્માતા ઓટીટીની દુનિયામાં ધૂમ મચાવશે. આજે અમે તમને આ સીરિઝની કહાની અંગે જણાવીશું.

Advertisment

'હીરામંડી'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, શર્મિન સેહગલ, રિચા ચઢ્ઢા અને સંજીદા શેખ જેવી ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીઓની ટીમ છે. આ સીરિઝ જ્યારથી તેનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી જ ખુબ હેડલાઇનમાં છે.

publive-image

‘હીરામંડી’ની કહાની આઝાદી પહેલાની હશે. આ વેબ સીરિઝમાં સંજય લીલા ભંસાલી કોઠા પર રહેતી મહિલાઓના જીવન વિશે કહાની રજૂ કરશે, જેમને પ્રેમમાં હંમેશા દગો જ મળ્યો છે. આ મહિલાઓ આગળ જતા અન્ય લોકો માટે મિસાલ બની છે. છેલ્લા અનેક વર્ષોથી ફિલ્મમેકર આ કહાની પર કામ કરી રહ્યા છે, પરંતુ સંજય લીલા ભંસાલી આ કહાની રજૂ કરવા માટે તૈયાર છે.

'હીરામંડી' એક પીરિયડ ડ્રામા છે, જે સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, એટલે કે દેશ આઝાદ થયો તે પહેલા. એમ કહેવું ખોટું નહીં હોય કે આ સીરિઝમાં ગાથા પ્રેમ, શક્તિ, વિશ્વાસઘાત, સંઘર્ષ અને આઝાદીના તમામ શેડ્સ જોવા મળશે.

Advertisment

અત્યાર સુધી રિલીઝ થયેલા પોસ્ટર અને ગીતો જોઈને લાગે છે કે આ વખતે પણ સંજ લીલા ભણસાલી હંમેશાની જેમ દર્શકોને સ્ક્રીન પર લાર્જર ધેન લાઈફનો અનુભવ કરાવશે. અત્યાર સુધી જાહેર થયેલા વિઝ્યુઅલ્સ દર્શકોને સિનેમેટિક માસ્ટરપીસની રાહ જોવા માટે ઉત્સુક બનાવે છે.

મહત્વનું છે કે, 'હીરામંડી'નું પ્રથમ ગીત 'સકલ બન' 9 માર્ચે રિલીઝ થઇ ગયું છે. રિલીઝ થતાની સાથે ગીત સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.‘હીરામંડી’ના આ ગીતને અમીર ખુસરોએ લખ્યુ છે અને રાજા હસને અવાજ આપ્યો છે. રાજા હસનના અવાજ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

આ પણ વાંચો : Oscar 2024 : ક્રિસ્ટોફર નોલને જીત્યો બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર, આ ભારતીય ફિલ્મને એન્ટ્રી મળી હતી, જુઓ સંપૂર્ણ યાદી

અહેવાલ અનુસાર આ સીરિઝમાં કુલ 6 થી 7 સોન્ગ હશે. એવું પણ જાણવા મળ્યું છે કે, ડાયરેક્ટરે સીરિઝના સંગીત પર લગભગ એક વર્ષ સુધી કામ કર્યુ છે. એક્ટ્રેસે આ સીરિઝના સોન્ગ માટે ખૂબ ડાન્સની ટ્રેનિંગ લીધી, જેથી તેઓ લોકોના દિલ જીતી શકે અને સારામાં સારું પ્રદર્શન કરી શકે.

ગુજરાતી ન્યૂઝ મનોરંજન ન્યૂઝ