Helly Shah Starrer Surprise Movie Release: હેલી શાહ ટેલીવોડ અને ઓટીટી પર દર્શકોનું મનોરંજન કર્યા બાદ હવે સરપ્રાઇઝ મૂવીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરી રહી છે. રહસ્ય, રોમાંચ અને ગુનાથી ભરપૂર સરપ્રાઇઝ ફિલ્મમાં રોમાન્સનો તડકો દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવશે. સરપ્રાઇઝ ફિલ્મ આ સપ્તાહે સિનેમાઘરોમાં રિલિઝ થઇ રહી છે.
સરપ્રાઇઝ થ્રિલર મૂવીનું ટ્રેલર રિલિઝ
સરપ્રાઇઝ મૂવીનું ટ્રેલર તાજેતરમાં રિલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બે યુવતી અને એક યુવાન વચ્ચેના સંબંધો પર આધારિત છે. આ એક થ્રીલર મૂવી છે. ફિલ્મના ટ્રેલરમાં દેખાય છે તેમ બે મહિલા મિત્ર કાર લઇ ગોવા ફરવા જાય છે, ત્યાર પછી જબરદસ્ત ટ્વીસ્ટ આવે છે, જેમાં પ્રેમ, જુઠાણું, છેતરપીંડિ, વિશ્વાસઘાત, લાલચની કહાણી જોવા મળે છે.
સરપ્રાઇઝ મૂવી સ્ટાર કાસ્ટ
અપકમિંગ ગુજરાતી મૂવી સરપ્રાઇરમા હેલી શાહ, વત્સલ શેઠ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર અને રાઇટર સચિન બ્રહ્મભટ્ટ છે. હેલી શાહ અને વત્સલ શેઠ પહેલીવાર ગુજરાતી ફિલ્માં એક સાથે જોવા મળશે.
Who Is Helly Shah : હેલી શાહ કોણ છે?
અમદાવાદમાં જન્મેલી હેલી શાહ વર્ષ 2010માં ઝિંદગી કા હર રંગ ગુલાલ અભિનયની શરૂઆત કરી હતી. 2011માં દિયા ઔર બાતી હમ, અલક્ષ્મી – હમારી સુપર બહુ, ખેલતી હૈ ઝિંદગી આંખ મિચોલી ખુશીઓ કી ગુલક આશી, સ્વરાગિણી, ઝલક દિખલા જા, દેવાંશી, ઇશ્ક મેં મરજાવા જેવી સિરિયલોથી લોકપ્રિયતા મેળવી છે. 2022માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાની ડેબ્યૂ ફિલ્મ કાયા પલટનું પોસ્ટર રિલિઝ કર્યું હતું. અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોરિયલ પેરિસ માટે રેડ કાર્પેટ પર પણ વોક કર્યું , જે ઇવેન્ટ સ્પોન્સર્સ લોરિયલ પેરિસ માટે વોક કરનારી પ્રથમ ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.
સરપ્રાઇઝ મૂવી રિલિઝ તારીખ
સરપ્રાઇસ મૂવી 16 મે, 2025 શુક્રવારે સિનેમાઘરોમાં રિલિઝ થઇ રહી છે. જેમને થ્રિલર અને રોમાંચ ફિલ્મ જોવાનો શોખ છે તેવા દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવશે.





