Hera Pheri 3 Paresh Rawal In Gujarati | હેરા ફેરી ફ્રેન્ચાઇઝીના બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલ (Paresh Rawal) ને લગતો વિવાદ અટકવાનું નામ લેતો નથી. તાજેતરમાં અભિનેતાએ આગામી ફિલ્મ હેરા ફેરી 3 (Hera Pheri 3) માંથી સત્તાવાર રીતે પીછેહઠ કરી છે. હવે અહેવાલો કહે છે કે પરેશ રાવલે સાઇનિંગ રકમ પરત કરી દીધી છે. જાણો અભિનેતાએ આ પગલું કેમ ભર્યું છે?
પરેશ રાવલે પૈસા કેમ કર્યા પરત?
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે સાઇનિંગ અમાઉન્ટ તરીકે 11 લાખ રૂપિયા મળ્યા હતા, જે તેમણે વાર્ષિક 15 ટકા વ્યાજ સાથે પરત કર્યા છે. જોકે એવું જાણવા મળ્યું હતું કે અભિનેતાએ ફિલ્મ છોડવા માટે થોડા વધારાના પૈસા ચૂકવ્યા હતા જેથી નિર્માતાઓને કોઈ અસુવિધા ન થાય.
મીડિયા રિપોર્ટ્સમાં કેટલાક સૂત્રોએ માહિતી આપી હતી કે અભિનેતા પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે ફી તરીકે 15 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જેમાંથી 11 લાખ રૂપિયા તેમને સાઇનિંગ અમાઉન્ટ તરીકે આપવામાં આવ્યા હતા. આ સાથે બાકીના 14 કરોડ 89 લાખ રૂપિયા ફિલ્મ રિલીઝ થયાના એક મહિના પછી મળવાના હતા. રિપોર્ટના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતાને આ નિયમો અને શરતો પસંદ ન હતી કદાચ તેથી જ તેણે આ નિર્ણય લીધો. આ ફિલ્મ કોઈપણ સંજોગોમાં 2026 ના અંત પહેલા રિલીઝ થઈ શકશે નહીં.
ભૂલચૂક માફ મૂવી રિવ્યૂ। રંજન અને તિતલીના લગ્ન થશે કે નહિ? ફિલ્મ જોવી કે નહિ?
અક્ષય કુમારની કંપનીએ શું કર્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું સામે આવ્યું છે કે બોલિવૂડ અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ એ પરેશ રાવલ વિરુદ્ધ 25 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે અચાનક ફિલ્મ છોડી દેવાના નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને મોટું નુકસાન થયું છે.





