Hi Nanna Review : 'હાય નન્ના'નો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર દબદબો, મૃણાલ ઠાકુરની ફિલ્મે ઓપનિંગ પર કરી શાનદાર કમાણી

Hi Nanna Review : નાની અને મૃણાલ ઠાકુરની 'હાય નન્ના' રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. હવે ફિલ્મના પહેલા દિવસના કલેક્શન અને દર્શકોએ આપેલા રિવ્યૂ અહેવાલમાં વાંચો.

Hi Nanna Review : નાની અને મૃણાલ ઠાકુરની 'હાય નન્ના' રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. હવે ફિલ્મના પહેલા દિવસના કલેક્શન અને દર્શકોએ આપેલા રિવ્યૂ અહેવાલમાં વાંચો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Hi Nanna | Hi Nanna Review | Hi Nanna Box Office Collection Daye 1 | Mrunal Thakur

હાય નન્ના'નો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર દબદબો

Hi Nanna Box Office Collection Day 1 : સાઉથ સ્ટાર નાની અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'હાય નન્ના' આજે 7 ડિસેમ્બરે સિનેમાઘરો રિલીઝ થઇ હતી. રિલીઝ થયા બાદ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. નાની અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રી સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી પણ સારી ચાલી રહી છે. આ દરમિયાન આ ફિલ્મના પહેલા દિવસના કલેક્શન અને દર્શકોના રિવ્યૂ અહેવાલમાં વાંચો.

Advertisment

SACNILCના રિપોર્ટ અનુસાર, નાની અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'Hi Nanna' એ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાનું ગ્રાન્ડ કલેક્શન કર્યું છે. આ હજુ પ્રારંભિક અંદાજ છે. 'હાય નના' એક પિતા અને તેની 6 વર્ષની પુત્રીની ભાવનાત્મક કહાની પર આધારિત છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ફિલ્મ આંખોમાં આંસુ લાવી દે તેવી છે. આ ફિલ્મમાં નાની અને મૃણાલ ઠાકુર ઉપરાંત શ્રુતિ હાસને મુખ્ય ભૂમિકા ભજવી છે. લોકો આ ફિલ્મ પર પોતાનો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. ફિલ્મની વાર્તા તમને એક ભાવનાત્મક સફર પર લઈ જાય છે જેને પડદા પર સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મનું સંગીત હેશમ અબ્દુલ વહાબે આપ્યું છે.

આ પણ વાંચો : Dharmendra Birthday : દેઓલ પરિવાર માટે લકી સાબિત થયું વર્ષ 2023, ધર્મેન્દ્રએ પણ 87 વર્ષની ઉંમરે કિસિંગ સીન કરી ધૂમ મચાવી

નાની અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'હાય નન્ના'નું નિર્દેશન શૌર્યુવે કર્યું છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. તેના ડિજિટલ અધિકારો પણ વેચી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, 'Hi Nanna' આવતા વર્ષે જાન્યુઆરી 2024 ના ત્રીજા સપ્તાહમાં OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ