Himesh Reshammiya Birthday: આજે હિમેશ રેશમિયા એક જાણીતું નામ છે. હિમેશની ગણતરી ઈન્ડસ્ટ્રીના એવા કલાકારોમાં થાય છે જેમણે સિંગિંગથી લઈને એક્ટિંગ સુધી પોતાનું કૌશલ્ય બતાવ્યું હોય. હિમેશ રેશમિયાના નામે ઘણા હિટ ગીતો છે. ખાસ કરીને પાર્ટી ગીતોમાં હિમેશનો કોઇ મુકાબલો નથી. હિમેશ રેશમિયા આજે 23 જુલાઇએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. શું તમે જાણો છો કે હિમેશ રેશમિયા સિંગર બનવા માગતો ન હતો? આવો હિમેશ રેશમિયાના જન્મદિવસના ખાસ પ્રસંગ પર તેના જીવનની રોચક વાતો પર નજર કરીએ.
હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઈ 1973ના રોજ ભાવનગર ગુજરાત ખાતે થયો હતો. તે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના પિતા સંગીત નિર્દેશક હતા. તેનો એક મોટો ભાઈ પણ હતો. પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર પણ તેમના જેવો સંગીતકાર બને. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હિમેશના ભાઈનું 11 વર્ષની વયે અવસાન થયું હતું. હિમેશના પિતા ઈચ્છતા હતા કે તેના બાળકો પણ સંગીતમાં જોડાય. હવે પિતાની આ અધૂરી ઈચ્છા મોટા પુત્રના અવસાન બાદ નાના પુત્રએ પૂર્ણ કરી. ‘આશિક બનાયા આપને’, ‘આપકા સુરૂર’, ‘ઝલક દિખલા જા’ જેવા હિટ ગીતો આપનાર હિમેશ ગાયક બનવા માંગતો ન હતો. જો કે, તે તેના પિતાની ઇચ્છા પૂરી કરવા માટે સંગીત ઉદ્યોગમાં જોડાયો.
હિમેશ રેશમિયાનો બોલિવૂડમાં કારકિર્દીનો પ્રારંભ સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી થઈ હતી. આ પછી તેણે ‘હેલો બ્રધર’, ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘બંધન’ અને સૌથી હિટ આલ્બમ ‘તેરે નામ’ સહિતની સફળતા સાથે ઘણી ફિલ્મો માટે પોતાનો અવાજ આપ્યો હતો. આના અંદાજ લગાવી શકાય છે કે સલમાન ખાન પોતાના ફેવરિટ સંગીતકાર પર કેટલો વિશ્વાસ કરે છે.
જ્યારે હિમેશ રેશમિયા સલમાન ખાનની ફિલ્મોમાં સંગીત આપવા માટે પ્રખ્યાત બન્યો હતો, ત્યારે તેની ઇમરાન હાશ્મી સાથેની જોડી પણ ખૂબ જ સફળ રહી હતી. ‘ઝલક દિખલા જા’, ‘આશિક બનાયા આપને’, ‘આપ કી કશિશ’ એવી કેટલીક હિટ ફિલ્મો હતી, જેમાં હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો હતો.
12-ગીતોનો આલ્બમ ‘આપ કા સુરૂર’ એક વર્ષ માટે દરેક મ્યુઝિક ચાર્ટમાં ટોચ પર છે, જે તેને ભારતમાં સૌથી વધુ વેચાતા મ્યુઝિક આલ્બમ્સમાંનું એક બનાવે છે. આનાથી રેશમિયા રાતોરાત સ્ટાર બની ગયા. હિમેશ રેશમિયા છેલ્લા અઢી દાયકાથી સલમાન ખાનની ફિલ્મો માટે સંગીત આપી રહ્યો છે.
22 વર્ષના સંબંધો પછી જ્યારે તેણે તેની પહેલી પત્ની કોમલ સાથે અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ ખુબ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં તેણે તેની ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા. તેમનો આ નિર્ણય ઘણાને ચોંકાવનારો હતો. હિમેશ રેશમિયા અને તેની પહેલી પત્ની કોમલને એક પુત્ર છે જેનું નામ ‘સ્વયં’ છે.
શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે આશા ભોંસલે સિંગરથી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. પીઢ ગાયક આશા ભોંસલે હિમેશને થપ્પડ મારવા માંગતી હતી.
હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે, ક્યારેક જ્યારે ગીતમાં એવા પ્રકારના ગીતની જરૂર હોય છે ત્યારે તે નાક વડે ગીત ગાય છે. આ દરમિયાન તેમણે પોતાની વાતોમાં આરડી બર્મન સાહેબનું નામ લીધું હતું. સિંગરે કહ્યું હતું કે, હાઈ પિચ ગીતોમાં નેશનલ વોયસનો ટચ આવી જ જાય છે. આવું પ્રખ્યાત સંગીતકાર ગાયક આરડી બર્મન સાથે પણ થતું હતું. આશાને હિમેશની આ વાત બિલકુલ પસંદ ન આવી. તેણે હિમેશને થપ્પડ મારવાનું પણ કહ્યું હતું.





