/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Himesh-Reshammiya-Father-Passed-Away.jpg)
હિમેશ રેશમિયા (Left) ના પિતા અને સંગીત નિર્દેશક વિપિન રેશમિયા (Right) નિધન
Himesh Reshammiya Father Passed Away : હિમેશ રેશમિયા (Himesh Reshammiya) ના પિતા અને મ્યુઝિક ડાયરટેક્ટર વિપિન રેશમિયા (Vipin Reshammiya) નું 87 વર્ષે બુધવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટરને શ્વાસ લેવામાં તકલીફ અને વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં, રેશમિયા પરિવારની નજીકની મિત્ર વનિતા થાપરે આ ન્યુઝની પુષ્ટિ કરી જણાવ્યું કે વિપિનને શ્વાસ લેવામાં તકલીફ છે.તે રાત્રે 8:30 વાગ્યે મૃત્યુ પામ્યા હતા, વનિતાએ કહ્યું 'જ્યારથી તે ટીવી સિરિયલો બનાવતા હતા ત્યારથી હું તેને (વિપિન) પપ્પા કહીને બોલાવતી હતી.' અહેવાલ મુજબ વિપિન રેશમિયાના અંતિમ સંસ્કાર ગુરુવારે જુહુમાં કરવામાં આવશે.
આ પણ વાંચો: Kangana Ranaut : કંગના રનૌતને બાંદ્રાની મિલકત કેમ વેચવી પડી? એકટ્રેસે કર્યો ખુલાસો?
1990ના દાયકામાં પુત્ર હિમેશને ફિલ્મ સ્ટાર સલમાન ખાન સાથે પરિચય કરાવવામાં વિપિનનો મહત્વનો ભાગ હતો. આનાથી હિમેશ અને સલમાન વચ્ચેનો એક લાંબો સંબંધ શરૂ થયો જે 'પ્યાર કિયા તો ડરના ક્યાના' બે ગીતોથી શરૂ થયો અને દુલ્હન હમ લે જાયેંગે, કહીં પ્યાર ના હો જાયે, તેરે નામ જેવી ફિલ્મો માટે સંગીત આપવાનું શરૂ કર્યું હતું.
2021 માં ઇન્ડિયન આઇડલ 12 ના મંચ પર હિમેશે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો એક વિડિઓ શેર કર્યો હતો અને જાહેર કર્યું કે તેના પિતાએ સ્વર્ગસ્થ ગાયકો લતા મંગેશકર અને કિશોર કુમાર સાથે એક ગીત કંપોઝ કર્યું હતું. તેણે ટૂંક સમયમાં ગીત રિલીઝ કરવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા એ પતિ નિક જોન્સને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
વિડિયો શેર કરતાં સંગીતકારે લખ્યું કે 'મને લાગે છે કે તે અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્લાસિક ટયુન્સમાંથી એક છે જે તમામ મ્યુઝિક લવર્સ માટે માર્કેટમાં આવવી જોઈએ અને હું આ ગીતને ટૂંક સમયમાં માર્કેટમાં લાવીશ જે મારા પિતાએ કંપોઝ કર્યું હતું. જ્યારે તે બહાર આવે અને તમે તેને સાંભળો ત્યારે તેને તમારો પ્રેમ વરસાવજો, અમે આ અઠવાડિયે કિશોર કુમારના 100 ગીતો માટે ખાસ શૂટ કર્યું છે અને #indianidol ના ખૂબ જ પ્રતિભાશાળી ગાયકોએ હંમેશની જેમ સુંદર ગાયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us