Hina Khan Breast Cancer: હિના ખાન બ્રેસ્ટ કેન્સરના 3 સ્ટેજમાં, જાણો લક્ષણ અને કેટલી ખાતક છે આ બીમારી

Hina Khan Breast Cancer Disease: હિના ખાન 3 સ્ટેજના બ્રેસ્ટ કેન્સર બીમારીથી પીડિત છે. કેન્સરની બીમારીના સમાચાર સાંભળી ચાહકો ચિંતિત છે. જાણો બ્રેસ્ટ કેન્સર બીમારીના લક્ષણ અને કેટલી ધાતક છે.

Written by Ajay Saroya
June 28, 2024 17:33 IST
Hina Khan Breast Cancer: હિના ખાન બ્રેસ્ટ કેન્સરના 3 સ્ટેજમાં, જાણો લક્ષણ અને કેટલી ખાતક છે આ બીમારી
Hina Khan Breast Cancer: હિના ખાન બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3 બીમારીથી ઝઝૂમી રહી છે.

Hina Khan Breast Cancer Disease: ટીવી એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સર બીમારીથી પીડિત છે. હિના ખાનને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેને બ્રેસ્ટ કેન્સરની બીમારી હોવાનું નિદાન થયું છે. તે કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. હિના ખાને જણાવ્યું છે કે તેની સારવાર શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઇયે કે, હિના ખાન યે રિસ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલથી લોકપ્રિય થઇ હતી. આ સિરિયલમાં હિના ખાને અક્ષરાની ભૂમિકા ભજવી હતી.

હિના ખાને પોસ્ટમાં લખ્યું છે, ‘બધાને નમસ્તે, હું તાજેતરમાં ચાલી રહેલી અફવાઓ વિશે વાત કરવા માંગુ છું. હું તમારા બધા સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું જેઓ મને પ્રેમ કરે છે અને ચિંતા કરે છે. મને સ્ટેજ ૩ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક બીમારીનું નિદાન થયું હોવા છતાં હું ઇચ્છું છું કે બધાને ખબર પડે કે હું ઠીક છું. હું મજબૂત છું અને ટૂંક સમયમાં જ આ બીમારી માંથી બહાર આવીશ. મારી સારવાર શરૂ થઈ ચૂકી છે, અને હું વધુ મજબૂત બનવા માટે બધું જ કરવા તૈયાર છું. ”

હિના ખાને પ્રાઇવસી માંગી

હિના ખાન આગળ આદર અને ગોપનીયતાની માંગ કરી છે. તેણે લખ્યું છે, “આ સમય દરમિયાન હું તમારી પાસેથી થોડીક રિસ્પેક્ટ અને પ્રાઇવસી ઇચ્છું છું. હું તમારા પ્રેમ, શક્તિ અને પ્રાર્થનાઓની કદર કરું છું. આ યાત્રામાં તમારા અંગત અનુભવો, ઉપદેશો અને તમારા સહાયક સૂચનો મારા માટે ઘણું મહત્ત્વ રાખશે. હું મારા પરિવાર અને નજીકના લોકો સાથે ધ્યાન કેન્દ્રિત અને સકારાત્મક રહીશ. ભગવાનના આશીર્વાદથી અમને વિશ્વાસ છે કે હું આ પડકારમાંથી બહાર આવીશ અને સંપૂર્ણપણે સ્વસ્થ થઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થનાઓ, દુઆ અને પ્રેમ મોકલતા રહો.’

હિના ખાન માટે પ્રેમ અને સપોર્ટ

ગૌહર ખાન, હેલી શાહ, રોહન મેહરા, જન્નત ઝુબૈર, અદા ખાન, પૂજા ગૌર, મોનાલિસા, અનિતા હસનંદાની અને આશ્કા ગોરડિયા એવા સ્ટાર્સ છે જેમણે હિના ખાન ઝડપથી બીમારીમાંથી સાજી થાય તેની માટે પ્રાર્થના કરી છે.

બ્રેસ્ટ કેન્સર બીમારી શું છે?

બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં સ્તન સંબંધિત કેન્સરની બીમારી છે. બ્રેસ્ટ કેન્સરની બીમારીમાં મહિલાના સ્તનની કોષિકાના કદમાં અસામાન્ય ફેરફાર થાય છે અને ટ્યૂમરની ગાંઠ બની જાય છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો ટ્યૂમર સમગ્ર શરીરમાં ફેલાય શકે છે અને તે જીવલેણ સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો | વોક અને બ્રિસ્ક વોક બંનેમાં શું તફાવત છે? રાત્રે સૂતા પહેલા કેટલું ચાલવું જોઇએ? જાણો

બ્રેસ્ટ કેન્સરના લક્ષણ

  • બ્રેસ્ટ એટલે સ્તન, સ્તનની ઉપર અને બગલમાં ગાંઠ કે સોજો આવવો
  • બ્રેસ્ટની સ્કીન અને કદમાં અસામાન્ય ફેરફાર, સ્તન સંકોચાઇ જવા કે ખાડા પડવા
  • બ્રેસ્ટના રંગમાં ફેરફાર થવો – જેમ કે બ્રેસ્ટ લાલ કે સોજો જેવું દેખાવવું
  • બ્રેસ્ટની નિપ્પલમાં ફેરફાર, જેમ કે અંદરની તરફ ખેંચાઇ જવું
  • બ્રેસ્ટની નિપ્પલની આસપાસ ફોલ્લી થવી કે પોપડી જામી જવી
  • બ્રેસ્ટનની નિપ્પલમાંથી અસામાન્ય સ્રાવ થવો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ