Hina Khan Cancer Chemotherapy Video: હિના ખાન કેન્સર સામે લડી રહી છે. ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું જણાવ્યું હતુ. હવે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ટીવી કલાકકાર તેની પ્રથમ કિમોથેરાપી પણ કરાવી છે. હિના ખાન કેન્સર સાથેની પોતાની લડાઈ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે અને તેણે કહ્યું છે કે તે આ લડાઈને મજબૂત મનોબળથી લડશે અને પોતાની જર્ની વિશે ફેન્સને પણ જાણ કરશે.
હિના ખાને પોતાના જ વાળ કાપ્યા (Hina Khan Haircut Video)
કેન્સરની સારવારમાં કીમોથેરાપી કરવામાં આવે છે અને આ ટ્રીટમેન્ટ થી શરીરના તમામ વાળ ખરી જાય છે. હિના ખાન જાણે છે કે તેના બધા જ વાળ, આઇબ્રો ખરી પડવાની છે એટલે અભિનેત્રીએ જાતે જ પોતાના વાળ કાપવાનો નિર્ણય કર્યો હતો. હિના ખાન પોતાના વાળથી પોતાના માટે વિગ બનાવશે. હિના ખાને પોતાના વાળ કાપવાનો ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હિના ખાને વાળ કાપતી જોઇને તેની માતા રડવા લાગે છે, હિના ખાન પણ પોતે ભાવુક થઇ જાય છે.
હિના ખાનની વીડિયો સાથે ભાવુક પોસ્ટ લખી
36 વર્ષીય હિના ખાને આ વીડિયો પોસ્ટ કરવાની સાથે એક ભાવુક કેપ્શન લખ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, “તમે બેકગ્રાઉન્ડમાં કાશ્મીરીમાં મારી માતાનો રડતો અવાજ સાંભળી શકો છો, મને આશીર્વાદ આપી રહી છે. કારણ કે તે પોતાની જાતને એવી બાબત જોવા માટે તૈયાર કરી રહી હતી જેની તેને કલ્પના પણ નહોતી કરી. આપણામાંના બધા પાસે દિલ તોડનાર લાગણીઓને નિયંત્રિત કરવા માટેનાં સાધનો હોતા નથી. તમામ સુંદર લોકો માટે, ખાસ કરીને મહિલાઓ માટે તેઓ આ લડાઈમાંથી પસાર થઈ રહી છે, હું જાણું છું કે આ મુશ્કેલ છે, હું જાણું છું કે આપણામાંના મોટા ભાગના લોકો માટે, આપણા વાળ એ તાજ છે જે આપણે ક્યારેય ઉતારતા નથી. પરંતુ શું જો તમે આટલી મુશ્કેલ લડાઈનો સામનો કરી રહ્યા હોવ કે તમારે જાતે તમારા વાળ ગુમાવવા પડે – તમારું ગૌરવ, તમારો તાજ ?
એક્ટ્રેસે પોસ્ટમાં વધુમાં લખ્યું છે – જો તમે જીતવા માંગતા હો, તો તમારે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. અને મેં જીતવાનું પસંદ કર્યું. મેં આ જંગ જીતવા માટે મારી જાતને દરેક સંભવિત તક આપવાનું નક્કી કર્યું છે. મેં મારા સુંદર વાળ ખરી જાય તે પહેલાં તેને છોડી દેવાનું નક્કી કર્યું. હું અઠવાડિયાઓ સુધી આ મેન્ટલ બ્રેકડાઉન સહન કરવા માંગતી ન હતી. તેથી, મેં મારો તાજ છોડવાનું નક્કી કર્યું કારણ કે મને સમજાયું છે કે મારો સાચો તાજ છે મારી હિંમત, મારી શક્તિ અને મારા માટેનો મારો પ્રેમ છે. અને હા… મેં એક સરસ વિગ બનાવવા માટે મારા વાળનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. વાળ પાછા ઉગશે, આઈબ્રો પાછી આવશે, નિશાન મટી જશે, પરંતુ આત્મા સંપૂર્ણપણે ટકી રહેવી જોઈએ. હું મારી વાર્તા, મારી જર્ની રેકોર્ડ કરી રહી છું, જેથી મારી જાતને ગળે લગાડવાના મારા પ્રયત્નો બધા સુધી પહોંચે. ભગવાન આપણું દર્દ હળવું કરે અને આપણને વિજય થવાની શક્તિ આપે. મહેરબાની કરીને મારા માટે પ્રાર્થના કરો. ”

આ પણ વાંચો | હિના ખાન બ્રેસ્ટ કેન્સરના 3 સ્ટેજમાં, જાણો લક્ષણ અને કેટલી ખાતક છે આ બીમારી
હિના ખાને પોતાની પોસ્ટમાં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને માતાનો પણ આભાર માન્યો છે.
હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે, તેણે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, કસૌટી જિંદગી કી 2 જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. હિના ખાન ખતરોં કે ખિલાડી અને બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે. હિના ખાન ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે, જેના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વખાણ થયા છે.





