Hindustani 2 Trailer Release: હિન્દુસ્તાની 2 મૂવીનું ટ્રેલર રિલિઝ થયું છે. આ અપકમિંગ મૂવીમાં કમલ હસન 69 વર્ષની ઉંમરે એક્શન કરતા જોવા મળશે. હિન્દુસ્તાન 2 મૂવીમાં દેશભક્તિ, સરકારની ભ્રષ્ટાચાર અને અન્યાયી સિસ્ટમ સામેની લડાઇની કહાણી છે. હિન્દુસ્તાન 2 મૂવી જુલાઇમાં થિયેટરમાં જોવા મળશે. તમને જણાવી દઇયે કે હિન્દુસ્તાન 2 એ તમિલ ફિલ્મ ઈન્ડિયન 2 મૂવીનું હિન્દી વર્ઝન છે.
હિન્દુસ્તાન 2 મૂવી ટ્રેલર રિલિઝ (Hindustani 2 Trailer Launch)
હિન્દુસ્તાન 2 મૂવીનું ટ્રેલર રિલિઝ થયું છે, જે બહુ જ દમદાર છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત થાય છે ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે, જ્યાં લોકોની ફરિયાદ હોય છે કે આ સિસ્ટમ સુધારનાર કોઇ નથી, પરંતુ તેને સુધારવા માટે કોઇ એક પગલું પણ ઉઠાવતા નથી.
ત્યારે જ એન્ટ્રી થાય છે, સેનાપતિ ની – જે સિસ્ટમમાં રહેલા લોકોને ક્યારેક પ્રેમ તો ક્યારેક મારપીટ વડે સુધારવાની જવાબદારી ઉઠાવે છે. ટ્રેલરમાં કમલ હસનની દમદાર એક્ટિંગ જોવા મળી છે. 2 મિનિટ અને 37 સેકન્ડનું આ ટ્રેલર દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે કે નહીં તે જોવાનું રહેશે.
હિન્દુસ્તાની 2 મૂવી સ્ટાર કાસ્ટ
હિન્દુસ્તાની 2 મૂવીમાં કમલ હસન દમદાર રોલમાં જોવા મળશે. ઉપરાંત રંગ દે બસંતી ફેમ સિદ્ધાર્થ અને રકુલપ્રીત સિંહ પણ ફિલ્મમાં દેખાશે.
ઈન્ડિયન 2માં કલમ હસને દિગ્ગજ સ્વતંત્રતા સેનાની વીરસેકરન સેનાપતિની ભૂમિકા ભજવી છે. તેમાં 1996ની ફિલ્મ ઈન્ડિયન જ્યાં એન્ડ થઇ હતી, તેની આગળની કહાણી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ઈન્ડિયન 1માં સેનાપતિએ ભ્રષ્ટાચાર સામે લડવા માટે ભારતને વચન આપ્યુ હતુ જ્યારે પણ તેની જરૂર પડશે તે પરત આવશે.

આ પણ વાંચો |
આ પણ વાંચો | સોનાક્ષી સિંહાનો ત્રીજો બ્રાઈડલ લુક, બંને સાડી પર ભારી, બ્રાઈડલ સુટની કિંમત જાણી ચોંકી જશો
ઈન્ડિયન 2 મૂવી ક્યારે રિલિઝ થશે (Indian 2 Release Date)
હિન્દુસ્તાની 2 મૂવીનું ટ્રેલર જોયા બાદ ફિલ્મ જોવા માટે દર્શકો અધીર થયા છે. હિન્દુસ્તાની 2 મૂવી 12 જુલાઇ, 2024ના રોજ થિયેટરમાં રિલિઝ થઇ રહી છે. હિન્દુસ્તાની 2 મૂવી ઈન્ડિયન 2 તમિલ સાઉથ મૂવી ની સિક્વલ છે, જેમા ભ્રષ્ટાચાર દૂર કરવા એક્ટર શું શું કરે છે, જે દેખાડવામાં આવ્યું છે. તમને જણાવી દઇે કે, હિન્દુસ્તાની 2 મૂવી અક્ષય કુમારની સરફિરા સાથે ટકરાશે. સરફિરા મૂવી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે, સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ સૂરરાઈ પોટૂ ની સત્તાવાર હિંદી રિમેક મૂવી છે. આ ફિલ્મ નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.






