Holi 2024 : રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધી આ સિતારાઓને પસંદ નથી હોળી?

Holi 2024 : હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્ચારે બોલિવૂડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સ રણબીર કપૂરથી લઇને કરીના કપૂર ખાનને રંગોનો આ તહેવાર બિલકુલ પસંદ નથી. જેની પાછળનું કારણ જાણો.

Holi 2024 : હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્ચારે બોલિવૂડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સ રણબીર કપૂરથી લઇને કરીના કપૂર ખાનને રંગોનો આ તહેવાર બિલકુલ પસંદ નથી. જેની પાછળનું કારણ જાણો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Holi 2024 | Bollywood Celebrities Dont Holi | John Abraham | Ranveer Singh | Ranbir Kapoor

રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધી આ સ્ટાર્સને પસંદ નથી હોળી? (ફોટો એક્ટર્સ ઇન્સ્ટા)

Holi 2024 Bollywood Celebrities : હિંદુ ધર્મના પ્રસિદ્ધ તહેવારો પૈકી એક'હોળી'નું ખુબ મહત્વ છે. હોળી 25મી માર્ચે છે. કેટલાક ફિલ્મ સ્ટાર્સને હોળીનો પર્વ ગમે તો છે પણ તેમને રંગો સાથે ધૂળેટી રમવાનું પસંદ નથી. તેની પાછળ કેટલાક કારણો છે.

Advertisment
Holi 2024 | Bollywood Celebrities Dont Holi | John Abraham | Ranveer Singh | Ranbir Kapoor
Holi 2024 : રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધી આ સ્ટાર્સને કેમ પસંદ નથી હોળી?

ટાઇગર શ્રોફ (Tiger Shroff)

અભિનેતા ટાઈગર શ્રોફ પ્રકૃતિ પ્રેમી છે. ત્યારે નેચરને નુકસાન પહોંચાડનારા કેમિકલયુક્ત રંગો સામે સમસ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ટાઇગર શ્રોફે ઘણા વર્ષોથી ધૂળેટી રમી નથી.

રણબીર કપૂર (Ranbir Kapoor)

રણબીર કપૂર રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં 'બલમ પિચકારી'ના શૂટિંગ દરમિયાન તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisment

રણવીર સિંહ (Ranveer Singh)

તમે રણવીર સિંહને ઘણી ફિલ્મોમાં હોળી રમતા જોયા હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ હોળી રમતા નથી. રિપોર્ટ્સ અનુસાર, રણવીર હોળી રમ્યા પછી કલરને કાઢવાથી ડરે છે.

જોન અબ્રાહમ (John Abraham)

જોન અબ્રાહમને પણ હોળી બિલકુલ પસંદ નથી. બધા જાણે છે કે જોન પ્રકૃતિને ખૂબ પ્રેમ કરે છે અને તેને લાગે છે કે હોળીના રંગો પ્રકૃતિની સુંદરતાને ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત આ દિવસે પાણીનો પણ ઘણો બગાડ થાય છે. તેઓ આમાં સામેલ થવા માંગતા નથી.

તાપસી પન્નુ (Taapsee Pannu)

અભિનેત્રી તાપસી પન્નુને પણ હોળી રમવાનું પસંદ નથી. તેનું માનવું છે કે એકવાર ત્વચા પર રંગ લાગી ગયા પછી તેને કાઢવો મુશ્કેલ છે અને તેનાથી બળતરા થાય છે.

શ્રુતિ હાસન (Shruti Haasan)

અભિનેત્રી શ્રુતિ હાસનને હોળી પર રંગો સાથે રમવાનું પસંદ નથી. અહેવાલો અનુસાર, શ્રુતિએ એકવાર કહ્યું હતું કે, 'તેને હોળી પર પાણીનો બગાડ પસંદ નથી. ખાસ કરીને પ્રકૃતિને પણ નુકસાન થાય છે, જે યોગ્ય નથી'.

ક્રિતિ સેનન (Kriti Sanon)

ક્રિતિ સેનન પોતાની સ્કિનને લઈને ખૂબ જ સભાન છે. તેણીએ જણાવ્યું હતું કે, તે બાળપણમાં હોળી રમતી હતી પરંતુ બાદમાં તેણે રંગોથી દૂર રહેવું પડ્યું હતું. તેણી જે ક્ષેત્રમાં છે, તેની ત્વચાને સ્વસ્થ રાખવી મહત્વપૂર્ણ છે અને તે રાસાયણિક રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો : Katrina’s Beauty Secret : કેટરિના કૈફે સુંદર ત્વચા માટે પીવે છે આ ડ્રિન્ક, જાણો રેસિપી

કરીના કપૂર (Kareena Kapoor)

https://www.instagram.com/p/C4FzlogI6Or/

1986માં રાજ કપૂરના નિધન બાદ કરીના કપૂરે હોળી રમી નથી. રિપોર્ટ્સ અનુસાર, કપૂર પરિવાર હોળી ઇન્ડસ્ટ્રીમાં ઘણો ફેમસ હતો. રાજ કપૂરના મૃત્યુ સમયે કરીના લગભગ 6 વર્ષની હતી અને ત્યારથી તેણે હોળી રમી નથી.

holi celebrities મનોરંજન ન્યૂઝ