Holi in Bollywood Movies: બોલીવુડ ફિલ્મોમાં હોળી, અમિતાભ બચ્ચનથી લઇને રિતિક સહિત સ્ટાર્સની ધૂમ

Holi 2024 : 25 માર્ચે હોળી ઉજવવામાં આવશે. ત્યારે ઘણી એવી હિંદી ફિલ્મો છે જેમાં અમિતાભ બચ્ચનથી લઇને દીપિકા પાદુકોણ રણબીર કપૂર જેવા સ્ટાર્સ હોળી પર ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.

Holi 2024 : 25 માર્ચે હોળી ઉજવવામાં આવશે. ત્યારે ઘણી એવી હિંદી ફિલ્મો છે જેમાં અમિતાભ બચ્ચનથી લઇને દીપિકા પાદુકોણ રણબીર કપૂર જેવા સ્ટાર્સ હોળી પર ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Holi 2024 | Holi Famous Bollywood Movies | Holi Bollywood Movies | Holi Song

હિંદી ફિલ્મોમાં સ્ટાર્સે હોળી પર ધૂમ મચાવી (Photo Indian express)

Holi 2024 Bollywood Movies : રંગોનો તહેવાર હોળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સામાન્ય લોકોથી લઇને બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ હોળી પર ધૂમ મચાવે છે. ઘણી એવી હિંદી ફિલ્મો છે જેમાં ધામધૂમથી હોળી ઉજવવામાં આવી છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે વાત કરીશું જે લોકપ્રિય થઇ હતી.

Advertisment

બાગબાન (Baghban)

અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ 'બાગબાન'માં હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ હતી. હોળી નિમિત્તે આ ફિલ્મનું એક ગીત 'હોલી ખેરે રધુવીરા' ખુબ જ પ્રચલિત છે. એવું કહી તો ખોટું નથી આ ગીત વિના હોળીની મજા ફિક્કી છે. 'હોલી ખેરે રધુવીરા' ગીતમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની પરિવાર સાથે હોળી પર ધૂમ મચાવે છે.

વક્ત (Waqt)

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'વક્ત'માં પણ હોળીનું એક ફેમસ ગીત છે. આ ફિલ્મનું 'ડુ મી અ ફેવર' ગીત હોળી પર રંગોની રમઝટ બોલાવે છે.

વોર (War)

હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'વોર'માં પણ હોળી સ્પેશિયલ ગીત શૂટ કરવામાં આવ્યું હતુ. 'જય જય શિવ શંકર' ગીતમાં કલાકારો હોળી રમતા અને ડાન્સ કરતા પણ જોવા મળે છે. વોર ફિલ્મમાં હ્રિતિક અને ટાઇગરની એક્ટિંગ દર્શકોને ખુબ પસંદ આવી હતી.

Advertisment

મોહબ્બતેં (Mohabbatein)

શાહરૂખ ખાનની ફિલ્મ 'મોહબ્બતેં'માં પણ હોળી પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું છે. 'સોની સોની' ગીતમાં શાહરૂખ ખાન ઉપરાંત ઐશ્વર્યા રાય પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ વર્ષ 2000ની હિટ ફિલ્મોમાંથી એક હતી. 'મોહબ્બતેં ફિલ્મમાં શાહરૂખ ખાન, ઐશવર્યા રાય સિવાય અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા.

ગોલિયોં કી રાસલીલા રામલીલા (Goliyon Ki Raasleela RamLeela)

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ 'ગોલીયોં કી રાસલીલા'માં પણ હોળીના તહેવારની ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મના ગીત 'લહુ મુંહ લગ ગયા'માં રણવીર અને દીપિકા હોળીની ઉજવણી કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : Kanguva : સૂર્યાની ‘કંગુવા’ સામે KGF-બાહુબલી લાગશે નાની, જાણો ફિલ્મનું બજેટ, રિલીઝ ડેટ

યે જવાની હૈ દીવાની (Ye Yeh Jawaani Hai Deewani)

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'નું ગીત 'બલમ પિચકારી' બધાને યાદ હશે. આ ગીતમાં રણબીર, દીપિકા અને આદિત્ય રોય કપૂર જોરદાર હોળી રમતા જોવા મળે છે

holi celebrities મનોરંજન ન્યૂઝ