Honeymoon Places : આજે અમે તમને જણાવીશું કે તમારી ફેવરિટ સેલિબ્રિટી તેમના હનીમૂનને યાદગાર બનાવવા માટે કંઇ જગ્યાએ ગયા હતા? બોલિવૂડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ રણવીર સિંહ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, શાહરૂખ ખાન ગૌરી સહિતના આ સેલિબ્રિટી તેમના હનીમૂનને વધુ સ્પેશિયલ બનાવવા માટે બહુ આહ્લાદક અને મનમોહક સ્થળે (Best Honeymoon Places) ગયા હતા. આ સ્થળે જો તમે તમારા પાર્ટનર સાથે જશો તો અવશ્ય તમને પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ થશે સાથે તમારા સાથે તમારું બોન્ડિંગ પણ મજબૂત થશે.

શાહરૂખ ખાન અને ગૌરી
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરીના લગ્નજીવનને ઘણા વર્ષો થઇ ગયા છે. તેઓ હાલ ત્રણ બાળકોના માતા-પિતા છે. જેમના નામ આર્યન ખાન, સુહાના ખાન અને અરબાઝ છે. શાહરૂખ ખાન અને ગૌરીના હનીમૂનની વાત કરીએ તો તેઓ મોસ્ટ રોમેન્ટિક પ્લેસ પેરિસ ગયા હતા. પેરિસને પ્રેમનું શહેર તરીકે ગણવામાં આવે છે.
પેરિસમાં ફરવાલાયક સ્થળો

એફિલ ટાવર પેરિસિયન સ્કાયલાઇન પર પ્રભુત્વ ધરાવે છે અને તે શહેરમાં સૌથી વધુ જોવાયેલા આકર્ષણોમાંનું એક છે.
નોટ્રે ડેમના કેથેડ્રલ

પેરિસના અનન્ય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા આતુર ઇતિહાસ પ્રેમીઓ નોટ્રે ડેમના કેથેડ્રલની મુલાકાત લેવાનું પસંદ કરશે. વિશ્વના સૌથી જાણીતા ચર્ચોમાંનું એક, આ 13મી સદીનું ફ્રેન્ચ કેથેડ્રલ વ્યૂહાત્મક ઇલે દે લા સાઇટ પર સ્થિત છે. કેથેડ્રલના અડીને આવેલા બે ટાવરમાંથી સીન નદીના અદભૂત દ્રશ્યોનો પણ તમે અહીં આનંદ માણો શકો છો.
લુવર મ્યૂઝિયમ અને આલીશાન અને ભવ્ય આર્ક ડી ટ્રાયમ્ફેનું આકર્ષક દૃશ્ય પણ તમારા હનીમૂનને વધુ સ્પેશિયલ બનાવી દેશે. આ પછી Quartier Pigalle ખાતે પ્રખ્યાત મૌલિન રૂજ કેબરે શો જોવા જેવો નજારો હોય છે. ટ્યૂલેરીઝ ગાર્ડન પણ ફરવા માટે અહીં બેસ્ટ છે. ત્યારબાદ સીન નદીમાં તમે ક્રૂઝમાં એક રોમેન્ટિક ડ્રાઇવ કરી શકો છો. પેરિસથી આશરે 29 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત, વર્સેલ્સનો પેલેસ વિશ્વના સૌથી ભવ્ય મહેલોમાંનો એક છે. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ સ્થળની પણ તમારે ચોક્કસ મુલાકાત લેવી જોઇએ. હોલ ઓફ મિરર્સ એ મહેલના સૌથી પ્રભાવશાળી આકર્ષણોમાંનું એક છે.
અરબાઝ ખાન અને મલાઇકા અરોરા
જે કપલ એકબીજા સાથે શાંતિની પળો વિતાવવા માંગતા હોય તેઓ રોમાંસથી ઘેરાયેલા માલદીવ જઈ શકે છે. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાને પણ આ જગ્યાએ તેમના હનીમૂનને રોમેન્ટિક બનાવવા માટે અહીં ગયા હતા. માત્ર બોલિવૂડ સેલિબ્રિટી જ નહીં હોલિવૂડ સેલિબ્રિટી પણ આ જગ્યાને ખૂબ પસંદ કરે છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર
સૈફ અને કરીના તેમના લગ્નની પળોને વધુ રોમેન્ટિક બનાવવા માટે સ્વિટ્ઝરલેન્ડના ગસ્તાદ ગયા હતા. બરફથી ઢંકાયેલા પહાડો અને ત્યાંનો સુંદર નજારો હનીમૂન માટે બેસ્ટ સ્થળ છે. ખરેખર સ્વિત્ઝરલેન્ડ તો કુદરતના ખોળે સ્થપાયેલું સ્થળ લાગે. ત્યાંનો રમણીય નજરો અને ધરતીનું કહેવાતું સ્વર્ગ સમાન અહીંના દ્રશ્યો જોવાની ઇચ્છા તો દરેકની હોય છે. આ જગ્યા હનીમૂન માટે સૌથી બેસ્ટ ગણવામાં આવે છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા
આ રોમેન્ટિક સ્થળ પાણી પ્રેમીઓ માટે પરફેક્ટ છે. આ સ્થળ “પ્રેમીઓનું સ્વર્ગ” તરીકે ઓળખાય છે, જે કુન્દ્રા કપલનું મનપસંદ સ્થળ રહ્યું છે. પાણી અને લીલાછમ લેન્ડસ્કેપથી ઘેરાયેલું, બહામાસ સૌથી રોમેન્ટિક વાતાવરણ સર્જે છે. આ જગ્યા પણ હનીમૂન માટે સૌથી બેસ્ટ લિસ્ટમાં સામેલ છે.
શાહીદ કપૂર અને મીરા કપૂર
લગ્ન કરીને ધૂમ મચાવનાર આ ક્યૂટ કપલ પોતાના હનીમૂન માટે લંડન પસંદ કર્યું હતું. થેમ્સ નદી પર સ્થિત, લંડન શહેર રોમાંસની સાથે ઘણું બધુ જોવાલાયક છે. આ શહેર તો ઓલટાઇમ ફેવરિટ છે. સેલિબ્રિટીઓની પહેલી પસંદ લંડન હોય છે. અહીં ઘણી હસ્તીઓએ પ્રોપર્ટી પણ લીધી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
વિરુષ્કાના લગ્ન કંઈક એવા હતા જેણે લોકપ્રિયતાના મામલે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. તેના વેડિંગ ડ્રેસથી લઈને તેના હનીમૂન ડેસ્ટિનેશન સુધી આખી દુનિયા અને મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ હતી. વિરાટ અને અનુષ્કા એક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે ફિનલેન્ડની સુંદર જગ્યા પર ગયા હતા. આ જગ્યા પણ કુદરતી અજાયબીઓથી ઘેરાયેલી છે અને ચોક્કસપણે દરેક કપલને આ જગ્યા અચૂક જવું જોઇએ.





