Housefull 5 Box Office Collection Day 3 |હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 3, અક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?

Housefull 5 Box Office Collection Day 3 | હાઉસફુલ 5 (Housefull 5) એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના શરૂઆતના આંકડા મુજબ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે. અક્ષય કુમાર (Akshay Kumar) અભિનીત ફિલ્મ હાઉસફૂલ 5 ની કમાણી જાણો?

Written by shivani chauhan
June 09, 2025 08:42 IST
Housefull 5 Box Office Collection Day 3 |હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 3, અક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?
Housefull 5 box office collection day 3 |હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 3, અક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?

હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 (Housefull 5 Box Office Collection Day 3) | તરુણ મનસુખાની દિગ્દર્શિત કોમેડી થ્રિલર ફિલ્મ હાઉસફુલ 5 (Housefull 5) પહેલા વિકેન્ડ પર દર્શકોને સિનેમાઘરોમાં લાવવામાં સફળ રહી છે. 19 થી વધુ કલાકારો ધરાવતી આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં, ફિલ્મ સતત કલેક્શન કરતી જોવા મળી રહી છે. હવે 3 દિવસએ હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન કેટલો વધારો અથવા ઘટાડો થયો છે? જાણો

હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 (Housefull 5 Box Office Collection Day 3)

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના શરૂઆતના આંકડા મુજબ, હાઉસફુલ 5 એ ત્રીજા દિવસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે. ફિલ્મે 32 કરોડની કમાણી કરી છે. જ્યારે પહેલા દિવસે આ આંકડો 24 કરોડ અને બીજા દિવસે 31 કરોડ હતો. આ સાથે, ફિલ્મનું કલેક્શન ત્રણ દિવસમાં 32 કરોડ પર પહોંચી ગયું છે. જ્યારે વિશ્વભરમાં આ આંકડો 110 કરોડ પર પહોંચી ગયો છે. જોકે પોતાને હિટ સાબિત કરવા માટે ફિલ્મને તેના 240 કરોડના બજેટ કરતાં વધુ કમાણી કરવી પડશે.

Stolen Movie | સ્ટોલન મૂવી ડિરેક્ટર કરણ તેજપાલ ઇન્ટરવ્યુ, સ્ટોરી વિશે શું કહ્યું?

હાઉસફુલ મુવી વિશે

હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝી વર્ષ 2010 માં શરૂ થઈ હતી. તેની સિક્વલ વર્ષ 2012 માં રિલીઝ થઈ હતી, જેનું નિર્દેશન સાજિદ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો ત્રીજો ભાગ વર્ષ 2016 માં રિલીઝ થયો હતો. તેનું નિર્દેશન સાજિદ અને ફરહાદની જોડી દ્વારા કરવામાં આવ્યું હતું. ચોથો ભાગ વર્ષ 2019 માં રિલીઝ થયો હતો. તેનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું હતું.

હાઉસફુલનો હવે તેનો પાંચમો ભાગ રિલીઝ થયો છે, જેમાં અક્ષય કુમાર ઉપરાંત, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચિત્રાંગદા સિંહ, ફરદીન ખાન, ચંકી પાંડે, જોની લીવર, શ્રેયસ તલપડે, રણજીત, સૌંદર્ય શર્મા, નિકિતિન ધીર અને આકાશદીપ સાબીર જેવા કલાકારો છે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાની દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ