Housefull 5 Reviews | અક્ષય કુમારની હાઉસફુલ 5 દર્શકોને હસાવવા માટે મજબૂર કરે છે? જોવી કે નહિ?

Housefull 5 Movie Review | હાઉસફુલ 5 (Housefull 5) બોક્સ ઓફિસ કલેક્શન અપડેટ પર ટ્રેડ સાઇટ Sacnilk.com એ શેર કર્યું છે કે સવારે 10 વાગ્યા સુધીમાં હાઉસફુલ 5 એ ભારતમાં લગભગ 1.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું શરૂઆતના દિવસનું કલેક્શન 23 કરોડ રૂપિયાથી 25 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.

Written by shivani chauhan
June 06, 2025 12:18 IST
Housefull 5 Reviews | અક્ષય કુમારની હાઉસફુલ 5 દર્શકોને હસાવવા માટે મજબૂર કરે છે? જોવી કે નહિ?
Housefull 5 Movie Review in Gujarati | અક્ષય કુમારની હાઉસફુલ 5 દર્શકોને હસાવવા માટે મજબૂર કરે છે? જોવી કે નહિ?

Housefull 5 Movie Review | કોમેડી કલાકારોની જોડી હાઉસફુલ 5 (Housefull 5) આખરે સિનેમાઘરોમાં આવી ગઈ છે. અક્ષય કુમાર (Akshay Kumar), રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન ઉપરાંત, આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચિત્રાંગદા સિંહ, ફરદીન ખાન, ચકી પાંડે, જોની લીવર, શ્રેયસ તલપડે, ડીનો મોરિયા અને રણજીત બેદી જેવા સ્ટાર્સ પણ છે. ફિલ્મ આજે શુક્રવાર, 6 જૂન 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ ગઈ છે.

હાઉસફુલ 5 એ અને હાઉસફુલ 5 બી તફાવત (Housefull 5A and Housefull 5 B Difference)

હાઉસફુલ 5 ફિલ્મ દર્શકોને આકર્ષવામાં ચોક્કસપણે મદદ કરશે તેવા શાનદાર કલાકારો ઉપરાંત કોમેડી જોવા મળે છે. હાઉસફુલ 5 માં દર્શકો માટે બે અલગ અલગ એન્ડ હશે, અને દરેક એન્ડ ક્લાઇમેક્સમાં એક અલગ ખૂની બતાવશે. આ સ્ટેપ આંકડાઓને બમણા કરવામાં મદદ કરી શકે છે, કારણ કે ઉત્સુક ચાહકો બે વાર અલગ અલગ થિયેટરોમાં ફિલ્મ જોવા જઈ શકે છે.અહીં જાણો હાઉસફુલ 5 જોયા બાદ પાછા ફરેલા લોકોની પ્રતિક્રિયા શું? અને મુવી જોવી કે નહિ?

ઘણી વખત ફિલ્મ નિર્માતાઓ ફિલ્મના થિયેટર રન પછી એક અલગ એન્ડ અથવા ડિલીટ કરેલો દ્રશ્ય રિલીઝ કરે છે અને ચાહકો ચોક્કસપણે એ જોવામાં ખૂબ રસ લે છે કે કયો સીન ડ્રોઇંગ બોર્ડથી કેમેરા સુધી પહોંચ્યો પણ સ્ક્રીન સુધી પહોંચી શક્યો નહીં. બીજી બાજુ તે વિપરીત પણ થઈ શકે છે કારણ કે ખૂનીની ઓળખ ખૂબ જ અંતમાં જાહેર કરવામાં આવશે, તેથી બે અલગ અલગ અંતનો ખરેખર અનુભવ કરવા માટે આખી ફિલ્મ માટે બે વાર દર્શકોને એકસાથે રાખવા પડે છે.

હાઉસફુલ 5 રીવ્યુ (Housefull 5 Review)

એક ચાહકે X પર શેર કર્યું, ફિલ્મની હાઇલાઇટ્સ ફેન્ટાસ્ટિક ઇન્ટરવલ બ્લોક અને શાનદાર ક્લાઇમેક્સ છે [ કિલર રીવીલ દર્શકોને ચોંકાવી દેશે] એકંદરે, હાઉસફુલ 5 મનોરંજનનું ઘોડાપુર પૂરું પાડે છે. આ એવી ફિલ્મ નથી કે જેને ખૂબ તર્ક સાથે જોવામાં આવે, ફક્ત બેસો અને આનંદ માણો, અને તે તમને હસાવવામાં અને મનોરંજન આપવામાં સારી રીતે સફળ થાય છે. માઝા આયેગા પુરી ફેમિલી કે સાથ જાઓ. #હાઉસફુલ5રિવ્યૂ.

હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન અપડેટ (Housefull 5 Box Office Collection Update)

હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન અપડેટ પર ટ્રેડ સાઇટ Sacnilk.com એ શેર કર્યું છે કે સવારે 10 વાગ્યા સુધીમાં હાઉસફુલ 5 એ ભારતમાં લગભગ 1.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું શરૂઆતના દિવસનું કલેક્શન 23 કરોડ રૂપિયાથી 25 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.

2000 ના દાયકાનો અક્ષય કુમાર પાછો ફર્યો

X પર એક ચાહકે પોસ્ટ કર્યું, “#Housefull5 તે સિરીઝની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે અને તે સસ્પેન્સ અને કોમેડીનું મિશ્રણ છે !! # અક્ષય કુમાર કોમેડી આગામી લેયર છે, 2000 ના દાયકાની અક્કી પાછી આવી ગઈ છે”

Housefull 5 Box Office Collection Prediction। શું હાઉસફુલ 5 અક્ષય કુમારનું ભાગ્ય બદલશે?

હાઉસફુલ 5 ડ્યુઅલ ક્લાઈમેક્સ કોન્સેપ્ટ વિશે

હાઉસફુલ 5 એક અનોખા ડ્યુઅલ ક્લાઇમેક્સ કોન્સેપ્ટ રજૂ કરી રહ્યું છે. દર્શકો બે વર્ઝન, હાઉસફુલ 5A અને 5B વચ્ચે પસંદગી કરી શકે છે, જે દરેકમાં હત્યાના રહસ્યના પ્લોટમાં અલગ અલગ હત્યારાઓનો ખુલાસો થાય છે. દર્શકો પાસે ટિકિટ બુકિંગ દરમિયાન હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે.

હાઉસફુલ 5 ક્લાઈમેક્સ ચાહકોને ખૂબ ગમ્યો

X પર એક ચાહકે પોસ્ટ કરી કે “અંતમાં એક આશ્ચર્યજનક ટર્ન છે જેમાં રીઅલ કિલરનો ખુલાસો થયો છે જે સરસ રીતે કરવામાં આવ્યો છે. મેં હાઉસફુલ 5 A મુવી જોઈને જો ખૂબ જ મજા આવી. ટૂંક સમયમાં ભાગ B જોવા માટે આતુર છું. 85 દેશોમાં 8000 સ્ક્રીન પર રિલીઝ થયેલી તેની સૌથી મોટી ઓવરસીઝ ઓપનર ફિલ્મ માટે અક્ષયને અભિનંદન.’

હાઉસફુલ 5 હસવા માટે મજબૂર કરે છે?

X પર એક ચાહકે પોસ્ટ કર્યું, “તે એક જંગલી, સસ્પેન્સ સ્ટોરી રજૂ કરે છે જે ઓવર-ધ-ટોપ કોમેડીથી ભરેલી છે. તેની જટિલતા હોવા છતાં, ફિલ્મ અંધાધૂંધી અને એનર્જી વચ્ચે હસાવવા માટે મજબૂર કરે છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ