બ્લોકબસ્ટર ફિલ્મ વોર અને પઠાણના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દર્શકોને વધુ રસપ્રદ પીરસવાની તૈયારી કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ હ્રિતિક રોશનની ફિલ્મ ફાઈટરનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ત્યારે હવે આ સ્ટાર્સે આ ફિલ્મ માટે કેટલી ફી માંગી છે તેનો ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા અને હ્રિતિક રોશન આ ફિલ્મ દ્વારા પહેલીવાર જોડી બનાવી રહ્યા છે, જેને જોવા લોકો આતુર છે. બંને કલાકારોના ચાહકો તેમની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મના બજેટ અને સ્ટાર્સની ફીને લઈને મોટો ખુલાસો થયો છે. અભિનેતા KRK એ ફાઇટરના દિગ્દર્શક અને સ્ટારકાસ્ટની ફીને લઇને ટ્વીટ કર્યું છે.
ફિલ્મ સમીક્ષક KRKના મતે, ફિલ્મ ફાઈટરનું કુલ બજેટ 350 કરોડ રૂપિયા છે. ટ્વિટ કરતા KRKએ લખ્યું કે, ‘હ્રિતિક રોશનની ફિલ્મ ફાઈટર બજેટ કરતા 350 કરોડ રૂપિયા વધુને સ્પર્શી ગઈ છે, જેની ભરપાઈ કરવી અશક્ય હશે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે 40 કરોડ રૂપિયા લીધા છે. ઋત્વિકની ફી 85 કરોડ રૂપિયા અને દીપિકાની ફી 20 કરોડ રૂપિયા છે. અન્ય સ્ટાર કાસ્ટની ફી 15 કરોડ રૂપિયા છે. કુલ મળીને રૂ. 160 કરોડ થયા.
આ પણ વાંચો: ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ વિવાદ : કેટલો સાચો છે આ ફિલ્મનો દાવો?
KRKનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. માર્ફ્લિક્સ પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ એક્શન પેક્ડ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો દીપિકા સાથે હૃતિક એક્શન સીન કરતા જોવા મળશે.