Happy Birthday Hrithik Roshan : બોલિવૂડનો મોસ્ટ હેન્ડસમ હ્રતિક રોશન આજે (10 જાન્યુઆરી) ના રોજ પરિવાર સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. હ્રતિક રોશને 6 વર્ષની ઉંમરથી જ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી દીધી હતી. તેણે શ્રીદેવી અને સુપરસ્ટાર રજનીકાંતના દિકરાનું પાત્ર ભજવ્યું હતું. આજે હ્રતિક રોશને પોતાની એક્ટિંગ-ડાંસિગના દમ પર બોલીવુડમાં પોતાનું એક વર્ચસ્વ સ્થાપ્યું છે.
હ્રતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1774ના રોજ થયો હતો અને ખૂબ ઓછા લોકો જાણે છે કે હ્રતિક રોશનનું સાચું નામ હ્રતિક રાકેશ નાગરથ છે. રાકેશ તેના પપ્પા અને નાગરથ તેના દાદાનું નામ છે. હ્રતિક રોશનનો સંબંધ સંગીત પરિવાર સાથે છે અને તેને સંગીતનું જ્ઞાન જન્મથી જ છે. એટલા માટે ‘જિંદગી ના મિલેગી દુબારા’ અને ‘ગુજારિશ’ જેવી ફિલ્મોમાં તેણે ગીત ગાયું હતું.
હ્રતિક રોશને પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બાદ પોતાના ફર્સ્ટ લવ સુજેન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, પરંતુ કેટલાક મતભેદો બાદ બંન્નેનું 14 વર્ષનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું અને વર્ષ 2014 માં બંન્નેના છુટ્ટાછેડા થઈ ગયા. આ બંન્નેના બે દિકરા છે. મોટા દિકરાનું નામ રેહાન છે અને નાના દિકરાનું નામ રિદાન છે.
આ બંન્નેએ ભલે પોતાના સંબંધોને 2014માં પૂરા કરી દીધા હોય. પરંતુ બંન્ને પોતાના બાળકો માટે હંમેશા સમય કાઢે છે અને સાથે સમય વિતાવતા પણ જોવા મળે છે.
એક સમયે હ્રતિક રોશન ચેઈન સ્મોકર હતો. પરંતુ તેણે એક પુસ્તક વાંચ્યું જેનું નામ હતું ‘ઈઝી વે ટૂ સ્ટોપ સ્મોકિંગ’. આ પુસ્તકને વાંચ્યા બાદ હ્રતિક રોશને પોતાની સિગરેટની લતને છોડી દીધી હતી.
‘મોસ્ટ હેન્ડસમ મેન ઈન ધ વર્લ્ડ’ નો ખિતાબ મેળવેલ અભિનેતા કે જેના માટે એક સમયે 30,000 છોકરીઓના માગા આવ્યા હતાં તે અંગે ખૂદ અભિનેતાએ ખુલાસો કર્યો હતો.
હાલ હર્તિક રોશનનું નામ રૂમર્ડ ગર્લ સબા આઝાદ સાથે કેટલાક સમયથી ચર્ચિત છે. બંને એકબીજાને ડેટ કરતા પણ જોવા મળ્યા છે. જો કે તેમના સંબંધ અંગે હજુ બંનેમાંથી કોઇએ સત્તાવાર જાહેરાત કરી નથી.
હૃતિક રોશને અભિનયમાં ડેબ્યુ કરતા પહેલા જ અભિનેતાએ ડાન્સર (Dancer) તરીકે વિશ્વમાં સિદ્ધિ મેળવી હતી. તેની નેટવર્થની વાત કરીએ તો અભિનેતાની કુલ નેટવર્થ 370 મિલિયન છે, જે ભારતીય રૂપિયામાં 2745 કરોડ રૂપિયા જેટલી થાય છે. તેની માસિક આવકની વાત કરીએ તો તે લગભગ 20 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની વાર્ષિક આવક 260 કરોડની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે, Caknowledge.com વેબસાઇટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
હૃતિક રોશનની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે, તે એક ફિલ્મ માટે તગડી રકમ લે છે. ઉપરાંત તે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે પરંતુ આ સિવાય તે જાહેરાતો (Advertisement) દ્વારા પણ મોટી કમાણી કરે છે. તેની પાસે લગભગ એક અબજનું ઘર પણ છે. હૃતિક રોશન પાસે બે લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. તે જુહુ-વર્સોવા લિંક રોડ મુંબઈમાં છે. તેની કિંમત લગભગ 97.50 કરોડ છે. આ સિવાય તેમની પાસે ફેરારી, વોલ્વો, ઓડી અને મર્સિડીઝ જેવા મોંઘા વાહનો પણ છે.
હૃતિક રોશનના વર્કફ્ર્ન્ટની વાત કરીએ તો તે પહેલી એરિયલ ફિલ્મ ફાઇટરના કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. ફાઇટર 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર સ્ક્રીન શેર કરશે. તો બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે.





