Fighter Movie: હૃતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફાઇટર (Fighter) મુવી ભારતના 75મા ગણતંત્ર દિવસ (75th Republic Day) પહેલા 25 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે રિલીઝ થશે. જો કે, એવા અહેવાલો છે કે આ ફાઇટર ફિલ્મ તેના કન્ટેન્ટને કારણે UAE સિવાય તમામ ગલ્ફ દેશોમાં રિલીઝ થવાની નથી. આ દેશો દ્વારા ફાઇટર મુવી પર પ્રતિબંધ મુક્યો છે.
ન્યૂઝ એજન્સી ANI, મંગળવારે રિપોર્ટ આપે છે કે ફાઇટર મુવી પર પ્રતિબંધનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, જ્યારે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા સહિતના GCC દેશો ફાઇટરનું સ્ક્રીનિંગ કરશે નહીં, જેમાં UAE એકમાત્ર અપવાદ છે. ફિલ્મ નિર્માતા અને વેપાર નિષ્ણાત ગિરીશ જોહરે પણ ટ્વીટ કર્યું હતું, “એક આંચકામાં, Fighter ને થિયેટર રિલીઝ માટે મધ્ય પૂર્વના પ્રદેશોમાં સત્તાવાર રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ફક્ત UAE જ PG15 રેટિંગ સાથે ફિલ્મ ફાઇટર રિલીઝ કરશે!”
ગિરીશ જોહરે indianexpress.com ને કહ્યું કે , “ (મધ્ય પૂર્વીય દેશો) તેમના દેશો માટે પ્રમાણપત્ર રોકી રાખ્યું છે પરંતુ તેઓએ કોઈ ખાસ કારણ દર્શાવ્યું નથી. UAE ને છોડીને જ્યાં ફિલ્મને PG15 રેટિંગ મળ્યું છે, કદાચ તેઓએ અમુક ફેરફારો માટે પૂછ્યું હશે અથવા કદાચ આ ફિલ્મની થીમ જે તેમને લાગે છે કે સમાજના ચોક્કસ વર્ગની વિરુદ્ધ છે. એવું કંઈ સત્તાવાર જાણવા મળ્યું નથી.”
ફાઇટર મુવીને નથી મળી GCC સેન્સરની મંજૂરી
રિપોર્ટ મુજબ ફિલ્મને હજુ સુધી GCC સેન્સર તરફથી મંજૂરી મળી નથી. ફાઈટરનું સેન્સર સ્ક્રીનિંગ 10 જાન્યુઆરીએ થયું હતું અને મંગળવારે (23 જાન્યુઆરી) ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ મોટાભાગના ગલ્ફ દેશોમાં રિલીઝ થશે નહીં. સમાચાર એજન્સી ANI મુજબ, ફાઇટર ટીમના નજીકના એક સ્ત્રોતે પણ UAE સિવાય ગલ્ફ દેશોમાં ફાઇટરને રિલીઝ ન કરવા અંગેના અપડેટની પુષ્ટિ કરી હતી. નિર્માતાઓએ હજુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો: Big Boss 17 : બિગ બોસ 17 માંથી વિકી જૈન બહાર, અંકિતા લોખંડે થઇ ઈમોશન! કહ્યું,’મને..
રિતિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પૅટ્ટીની ભૂમિકા ભજવે છે, જ્યારે દીપિકા પાદુકોણે સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મિન્નીની ભૂમિકા નિભાવી છે. પીઢ અભિનેતા અનિલ કપૂર ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકા ભજવે છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત, ફાઈટરમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, તલત અઝીઝ અને આમિર નાઈક પણ છે.
ફાઈટર ફિલ્મમાં પુલવામા આતંકી હુમલા અને બાલાકોટ ખાતે ભારતની પ્રતિક્રિયાનો સંદર્ભ છે . આ ફિલ્મમાં ભારતીય સશસ્ત્ર દળોને પાકિસ્તાન તરફથી, ખાસ કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરથી ખતરો ઝીલતા બતાવવામાં આવ્યા છે.





