/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-25.jpg)
હ્રિતિક રોશન અને સબા આઝાદ ફાઇલ તસવીર
Hrithik Roshan saba Azad : હ્રિતિક રોશન પોતાની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થી હ્રિતિકે તેના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. હાલ તે પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. હાલમાં એવી ખબર સામે આવી છે કે હ્રિતિક રોશન અને સબા આઝાદે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે.
હ્રિતિક રોશન સબા આઝાદના લગ્નને લઇને મોટો દાવો
જો કે, આ પહેલીવાર નથી જ્યારે હ્રિતિક અને સબાના રિલેશનશિપના સમાચાર સામે આવી રહ્યા છે. બંને ઘણીવાર પબ્લિકમાં એક સાથે જોવા મળે છે. એટલું જ નહીં હ્રિતિક અને સબાના લગ્નની ખબર ઘણા સમયથી ચર્ચામાં છે. ઝૂમ ટીવીના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, હ્રિતિક રોશન અને સબા આઝાદે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. તે બંને એકબીજા સાથે ઘણા ખુશ છે અને તેના સંબંધને નવા સ્તર પર લઇ જવા માગે છે. જો કે હ્રિતિક-સબા ક્યાં અને ક્યારે લગ્ન કરશે તે અંગે હજુ કોઇ સમાચાર નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે હ્રિતિક રોશન અને સબા આઝાજ ટૂંક સમયમાં લગ્ન કરશે.
હ્રિતિક રોશન અને સુઝેન ખાન
ઉલ્લેખનીય છે કે, હ્રિતિક રોશને વર્ષ 2000માં સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને બે પુત્ર ઋહાન અને ઋદાનના માતા-પિતા છે. હ્રિતિક રોશન અને સુઝેન ખાન વર્ષ 2014માં ડિવોર્સ લઇને હંમેશા માટે અલગ થઇ ગયા હતા. લગ્ન જીવનના 14 વર્ષ બાદ અલગ તેઓના અલગ થવાના સમાચારે બધાને હચમચાવી દીધા હતા.
હ્રિતિક રોશનના આગામી પ્રોજેક્ટસ
હ્રિતિક રોશનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો, હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ફાઇટર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પહેલીવાર હશે કે તે દીપિકા સાથે કોઈ ફિલ્મમાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય, હ્રિતિક જલ્દી 'વૉર 2'માં પણ જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us