મુવી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવું બહારના લોકો માટે ઘણું અઘરું છે. બોલીવુડમાં ઘણી એકટ્રેસ ફેમસ થઇ જેમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે, ત્યારે ઘણી એકટ્રેસ માટે મોટા પડદા પર આવવું મુશ્કેલ થઇ જાય છે.
ખુબજ ઓછી એકટ્રેસ હશે જે ઘણા પડકારોનો સામનો કરીને આગળ વધી શકી છે જેમાં એ એકટ્રેસનો પણ સમાવેશ થાય છે જેણે ડેબ્યુ મુવી બાદ રેકોર્ડ બનાવ્યો છે, તે ઓટીટીની મહારાણી કહેવાય છે.
આ એકટ્રેસએ ન માત્ર બોલીવુડ પરંતુ સાઉથ અને હોલીવુડઆ પણ પોતાની આગવી ઓળખ બનાવી છે, તેની એકટિંગ દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે.તેને પહેલીજ એકટિંગનો શોખ હતો તે શોખને લીધે તે મુંબઈ આવી આમિર ખાન જેવા સ્ટાર સાથે એડ ફિલ્મમાં કામ કર્યું અને એકટ્રેસનું નસીબ બદલાઈ ગયું. ધારો કોણ હશે આ એકટ્રેસ?
હુમા કુરેશી આજે તેનો 39 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે, તે એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે તેણે શરૂઆતમાં એડ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ આમિર ખાન, શાહરુખ ખાન જેવા એક્ટર સાથે સ્ક્રીન શેર કરી હતી, તેની પહેલી ફિલ્મ ગેગ્સ ઓફ વાસેપુર હતી ત્યારે તેણે 2 એવોર્ડ જીત્યા અને તેના નસીબના દરવાજા ખુલી ગયા.
હુમા કુરેશી ગેગ્સ ઓફ વાસેપુર બાદ બદલાપૂર, જોલી એલએલબી 2 જેવી મુવીમાં કામ કર્યું અને તેની એકટિંગને કારણે ફેમસ થઇ.
હુમા કુરેશી નું કરિયર બોલીવુડ સુધી ન હતું
હુમા કુરેશી બોલીવુડ સિવાય સાઉથ મુવીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે, તેણે રજનીકાંતની ફીલ્મ કાલામાં કામ કર્યું, મરાઠી ફિલ્મ હાઈવેમાં કામ કર્યું, એટલુંજ નહિ પ્રિયંકા ચોપરાની જેમ હોલીવુડમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. હુમા કુરેશી ઓટીટીની મહારાણી કહેવાય છે, તેણે મહારાણી નામની વેબ સિરીઝમાં નસીબ અજમાવ્યું હતું જે સોની લિવ પર રિલીઝ થઇ હતી.
હુમા કુરેશીનો શોખ
હુમા કુરેશીને લખવાનો શોખ છે, તે એકટ્રેસની સાથે લેખિકા પણ છે તેની પહેલી બુક વર્ષ 2003માં લોન્ચ થઇ હતી, જેનું નામ ઝેબા ધ એક્સિડેન્ટલ સુપરહીરો છે.
હુમા કુરેશી મુવીઝ
હુમા કુરેશીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીયે તો જોલી એલએલબી 3, બયાન, પૂજા મેરી જાન જેવી ફિલ્મમાં જોવા મળશે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.





