/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Huma-Qureshi-Relationship.jpg)
Huma Qureshi Relationship : કોણ છે હુમા કુરેશીનો રુમર્ડ બોયફ્રેન્ડ રચિત સિંહ? સોનાક્ષી સિંહા -ઝહીર ઇકબાલના લગ્નમાં સાથે જોવા મળ્યા
Huma Qureshi : અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) નવદંપતી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) ની ક્લોઝ ફ્રેન્ડ છે. હુમાએ તેના ભાઈ એક્ટર સાકિબ સલીમ સાથે સોનાક્ષીના લગ્ન અને ભવ્ય રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન, અફવા એવી છે કે તેના BFF સોનાક્ષીના લગ્નમાં હુમાનો રૂમર્ડ બોયફ્રેન્ડ પણ હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rachit-Singh-with-Huma-qureshi.jpg)
હુમા કુરેશીનો રૂમર્ડ બોયફ્રેન્ડ રચિત સિંહ (Rachit Singh) કોણ છે?
રચિત સિંહ એક એક્ટિંગ કોચ અને મુંબઈમાં રહે છે. રિપોર્ટ મુજબ, તેણે આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, વિકી કૌશલ, વરુણ ધવન અને સૈફ અલી ખાન સાથે એકટિંગ કોચ તરીકે સહયોગ કર્યો છે. રચિત આ વર્ષે રવિના ટંડન અને વરુણ સૂદ અભિનીત સિરીઝ, કર્મા કૉલિંગમાં દેખાયો હતો. તેણે સિરીઝમાં વેદાંગની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: Sonakshi-Zaheer Wedding : સોનાક્ષી સિંહા – ઝહીર ઈકબાલ લગ્ન, રિસેપ્શનનો વિડીયો વાયરલ
રિપોર્ટ મુજબ, હુમા કુરેશી અને રચિત સિંહે (Huma Qureshi and Rachit Singh) આ વર્ષની શરૂઆતમાં ઇન્ટરનેશનલ સિંગર એડ શીરાન માટે આયોજિત શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ભવ્ય પાર્ટીમાં પણ હાજરી આપી હતી. હુમાએ પાર્ટીમાંથી પોસ્ટ કરેલી કેટલીક તસવીરોમાં તે સમયે રચિત સિંહ જોવા મળ્યો હતો.
શું હુમા કુરેશી રચિત સિંહને ડેટ કરી રહી છે?
હુમા કુરેશી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ રચિત સિંહ સાથે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં જોવા મળી હતી. હુમા અને રચિતની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 24 જૂનના રોજ, હુમાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, હુમાને બ્રાઈડ સોનાક્ષી, ગ્રૂમ ઝહીર અને ભાઈ સાકિબ સાથે પોઝ આપતી જોઈ શકાય છે. તસવીરમાં રચિત સિંહ હુમાની પાછળ ઊભેલા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Huma-qureshi-rumored-boyfriend.jpg)
આ પણ વાંચો: Sonakshi Sinha-Zaheer Iqbal Wedding : સોનાક્ષી સિંહા-ઝહીરના થયા લગ્ન, પ્રથમ તસવીર સામે આવી
હુમા કુરેશી અને તેના પ્રેમી રચિત સિંહે લગ્ન દરમિયાન યુનિક આઉટફિટમાં જોવા મળ્યા હતા. બંનેએ સેરેમની માટે પેસ્ટલ પિંક લુક પસંદ કર્યો હતો. હુમાએ ઊની કાપડની સાડી પસંદ કરી અને તેના પર પહેરવામાં આવેલા ફ્લોર-લેન્થ જેકેટ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રચિતે બ્લેક એથનિક આઉટફિટ પહેર્યો હતો.
સાકિબ સલીમ રચિત સિંહ સાથે પોઝ આપ્યો
હુમા કુરેશીના ભાઈએ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રચિત સિંહ સાથે સાકિબની તસવીર છે. ફોટામાં, અભિનેતા તેમના રિસેપ્શન લુક્સને ફ્લોન્ટ કરતી વખતે રચિત સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rachit-Singh-with-Huma-qureshi-brother.jpg)
અભિનેત્રી અગાઉ ફિલ્મમેકર મુદસ્સર અઝીઝને ડેટ કરતી હતી.તેઓએ ઓક્ટોબર 2022 માં અલગ થઇ ગયા હતા.હુમા કુરેશી ગેંગ્સ ઓફ વાસેપુર, તરલા, દેઢ ઇશ્કિયા અને બદલાપુર જેવી ફિલ્મો માટે જાણીતી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us