Hunter 2 Teaser | હન્ટર 2 ધમાકેદાર ટીઝર રિલીઝ, સુનિલ શેટ્ટી ની દમદાર એકશન જોવા મળી

Hunter 2 Teaser | હન્ટર 2 સિરીઝની કાસ્ટ વિશે વાત કરીએ તો, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફની સાથે બરખા બિષ્ટ, અનુષા દાંડેકર પણ 'હન્ટર 2'માં છે. સિરીઝના નિર્માતા વિક્રમ મહેરા અને સિદ્ધાર્થ આનંદ કુમાર છે.

Hunter 2 Teaser | હન્ટર 2 સિરીઝની કાસ્ટ વિશે વાત કરીએ તો, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફની સાથે બરખા બિષ્ટ, અનુષા દાંડેકર પણ 'હન્ટર 2'માં છે. સિરીઝના નિર્માતા વિક્રમ મહેરા અને સિદ્ધાર્થ આનંદ કુમાર છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Hunter 2 Teaser

હન્ટર 2 ટીઝર | હન્ટર 2 ધમાકેદાર ટીચર રિલીઝ, સુનિલ શેટ્ટી ની દમદાર એકશન જોવા મળી

Hunter 2 Teaser | બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી (Suniel Shetty) એક્શન થ્રિલર સિરીઝ હન્ટર (Hunter) ની બીજી સીઝન સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં અભિનેતાએ શૂટની એક ઝલક શેર કરી, જેણે દર્શકોને ઉત્સાહિત કર્યા છે. હવે નિર્માતાઓએ વેબ સિરીઝ ની બીજી સીઝનની જાહેરાતનો વિડિયો પણ જાહેર કર્યો છે.

Advertisment

હન્ટર 2 સુનીલ શેટ્ટી (Hunter 2 Suniel Shetty)

'હંટર' સિરીઝ દર્શકો ઘણી પસંદ આવી હતી. તે જ સમયે હવે ચાહકો હન્ટર 2 માટે તૈયાર છે. આવી સ્થિતિમાં OTT ચેનલના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલે પણ હન્ટર ટુટેગા નહીં તોટેગા સીઝન 2 (Hunter Tootega Nahi Todega) ની જાહેરાત કરી છે. આ આકર્ષક પ્રમોશનલ વિડિયોમાં સુનીલ શેટ્ટીને એક શક્તિશાળી અવતારમાં બતાવવામાં આવ્યો છે, જેમાં જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો: Sitaare Zameen Par | આમિર ખાન એ આપી સિતારે જમીન મુવી પર અપડેટ, આ દિવસે થશે રિલીઝ

હન્ટર 2 ટીઝર (Hunter 2 Teaser)

હન્ટર 2 નું OTT પ્લેટફોર્મે ટીઝર વીડિયો શેર કરતી વખતે લખ્યું, 'શિકારી પાછો આવ્યો છે… યાદ રાખો, તે તૂટશે નહીં, તોડશે. હન્ટર સીઝન 2, Amazon MX Player પર ટૂંક સમયમાં આવી રહ્યું છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી સિરીઝની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરી નથી, પરંતુ આ શો આ વર્ષે જ દર્શકોનું મનોરંજન કરશે.

Advertisment
https://www.instagram.com/p/DFc8ESmTguv/?hl=en

હન્ટર 2 કાસ્ટ (Hunter 2 Cast)

હન્ટર 2 સિરીઝની કાસ્ટ વિશે વાત કરીએ તો, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફની સાથે બરખા બિષ્ટ, અનુષા દાંડેકર પણ 'હન્ટર 2'માં છે. સિરીઝના નિર્માતા વિક્રમ મહેરા અને સિદ્ધાર્થ આનંદ કુમાર છે. આ સિરીઝનું નિર્માણ સારેગામા ઈન્ડિયા, યૂડલી ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. પ્રિન્સ ધીમાન અને આલોક બત્રા દ્વારા નિર્દેશિત, આ સિરીઝ ખુશ મલિક, અલી હાજી અને વીર દ્વારા સહ-લેખિત છે.

celebrities મનોરંજન ન્યૂઝ ઓટીટી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વેબ સિરીઝ