IFFI 2023 : બોલિવૂડની ‘ધકધક ગર્લ’ માધુરી દીક્ષિત (Madhuri Dixit) નું હિન્દી સિનેમામાં મોટું યોગદાન રહ્યું છે. માધુરી દીક્ષિતે દરેક વખતે પોતાના શ્રેષ્ઠ અભિનયથી પોતાના પાત્રને જીવંત બનાવ્યું છે. આજે પણ દુનિયા તેની અદાઓ પર ફિદા છે. માધુરી દીક્ષિતની એક ઝલક જોવા માટે ફેન્સ તલપાપડ હોય છે. તેવામાં માધુરી દીક્ષિત અંગે ખુશીના સમાચાર સામે આવ્યાં છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરનું એલાન
માધુરી દીક્ષિતને 54માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ (International Film Festival Of India 2023) માં એક ખાસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ વાતનું એલાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) સોશિયલ મીડિયા પર કર્યું છે. તેમણે ખાસ અંદાજમાં એક્ટ્રેસને સમ્માનિત કર્યા છે.
‘માધુરી દિક્ષિતે પડદા પર ચાર ચાંદ લગાવ્યા’
અનુરાગ ઠાકુરે ટ્વીટમાં લખ્યું કે, માધુરી દિક્ષિતે 4 દાયકાથી પોતાની પ્રતિભા અને ગ્રેસ સાથે પડદા પર ચાર ચાંદ લગાવ્યા છે. નિશા થી લઈને મનેરમ ચંદ્રમુખી સુધી, રાજસી બેગમ પારાથી લઈને અદમ્ય રજ્જો સુધી તેમની વર્સેટિલિટીની કોઈ સીમા નથી. તેમણે આગળ એમ લખ્યું કે, ’54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં ટેલેન્ટેડ અને પ્રતિભાશાળી અભિનેત્રીને ભારતીય સિનેમામાં યોગદાન માટે વિશેષ સન્માન એવોર્ડ અર્પણ કરીને અમને ખુશી થઈ રહી છે.
એવોર્ડમાં 250 ફિલ્મોનું સ્ક્રીનિંગ
ઉલ્લેખનીય છે કે, ગઇકાલ 20 નવેમ્બરથી ગોવામાં IFFIની શરૂઆત થઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ સામેલ થશે. ત્યારે આ વખતે આ એવોર્ડમાં 250 ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે.





