IMDb Popular Actors List : ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત કલાકારો વિશે માહિતી પ્રદાન કરવા માટે વિશ્વના સૌથી પ્રસિદ્ધ ડેટાબેઝ IMDbએ આજે 2023ના ટોચના 10 પ્રખ્યાત કલાકારોની યાદી તૈયાર કરી છે. મહત્વનું છે કે, દુનિયાભરના લોકો IMDbને ફોલો કરે છે. ત્યારે અમે તમને જણાવીએ કે IMDbની યાદીમાં કયો અભિનેતા ટોચ પર છે?
આઈએમડીબી ઈન્ડિયાના વડા યામિની પટોડિયાએ આ માહિતી આપી હતી. IMDb ઈન્ડિયાના હેડ યામિની પટોડિયાએ જણાવ્યું હતું કે, “શાહરૂખ ખાન બે બ્લોકબસ્ટર ફિલ્મો સાથે મોટા પડદા પર પરત ફરવાથી લઈને ઈન્ટરનેશનલ થ્રિલર હાર્ટ ઓફ સ્ટોનમાં આલિયા ભટ્ટની ભૂમિકા, IMDbના 2023માં સૌથી વધુ લોકપ્રિય ભારતીય કલાકારો રહ્યા છે.
અભિનેત્રી આલિયા ભટ્ટે ચાહકોનો આભાર માનતા કહ્યું કે, “IMDbએ પ્રેક્ષકોની પસંદગીનું સાચું પ્રતિનિધિત્વ છે. મને આ સ્થાન સુધી પહોંચાડવા માટે હું મારા પ્રેક્ષકોનો આભાર માનું છું. હું તમને બધાને વચન આપું છું કે વધુ પ્રેરણાદાયી વાર્તાઓ અને પાત્રોને સ્ક્રીન પર લાવવાનું ચાલું રાખીશ.”
તાજેતરમાં IMDbએ એક યાદી બહાર પાડી છે, જેમાં તેમણે કલાકારોને તેમની લોકપ્રિયતા અનુસાર ક્માંક આપ્યા છે. IMDB મોસ્ટ પોપ્યુલર બોલિવૂડ એક્ટર્સ 2023માં આ કલાકારોનો સમાવેશ.
- શાહરૂખ ખાન
- આલિયા ભટ્ટ
- દીપિકા પાદુકોણ
- વામિકા ગબ્બી
- નયનથારા
- તમન્ના ભાટિયા
- કરીના કપૂર ખાન
- શોભિતા ધુલીપાલા
- અક્ષય કુમાર
- વિજય સેતુપતિ