/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-53.jpg)
આઇએમડીબીએ ટોપ 50 ઇન્ડિયન વેબ સીરિઝની યાદી બહાર પાડી છે
ફિલ્મો, ટીવી શો અને સેલિબ્રિટી વિશેની માહિતી માટે વિશ્વની સૌથી લોકપ્રિય વેબ સાઇટ IMDBએ તેની 50 લોકપ્રિય વેબ સીરીઝની યાદી બહાર પાડી છે. જેમાં જૂનીથી લઈને ઘણી નવી વેબ સરીઝે પોતાનું સ્થાન બનાવ્યું છે. નવાઇની વાત એ છે કે, આ વર્ષે પાંચ વર્ષ પહેલા રિલીઝ થયેલી 'સેક્રેડ ગેમ્સ' હજુ પણ ભારતની સૌથી લોકપ્રિય વેબ સીરીઝમાંની એક છે. તેવામાં સેક્રેડ ગેમ્સ IMDbની યાદીમાં ટોચ પર છે. તે જ સમયે, વેબ સીરીઝ મિર્ઝાપુર બીજા નંબર પર ચમકતી રહી છે.
IMDb ઈન્ડિયાના વડા યામિની પટોડિયાએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં વેબ સીરીઝના ટૂંકા પરંતુ પ્રભાવશાળી ઈતિહાસના દસ્તાવેજીકરણમાં મદદ કરવા માટે ઉત્સાહિત છીએ. ભારતમાં વેબ સીરીઝના સ્ટ્રીમિંગ વિકલ્પો ઝડપથી વિકસ્યા છે,પરિણામે, મનોરંજનના ચાહકોને વિવિધ શૈલીઓ અને પ્રતિભાઓ સુધી વધુ પહોંચ મળે છે. આ સૂચિ સાથે અમે વિશ્વભરના પ્રશંસકોને આઇકોનિક ભારતીય વેબ સીરીઝ શોધવા અને જોવામાં મદદ કરવાની ઇચ્છા રાખીએ છીએ. તેમજ અમે ચાહકોને IMDb વૉચલિસ્ટ્સ, રેટિંગ્સ અને સ્ટ્રીમિંગ માર્ગદર્શિકાઓ દ્વારા ઉપલબ્ધ શ્રેષ્ઠ સામગ્રી શોધવામાં મદદ કરવાનું યથાવત રાખીશું.
શો રનર અને સેક્રેડ ગેમ્સના સહ-નિર્દેશક, વિક્રમાદિત્ય મોટવાનેએ કહ્યું, 'હું સંપૂર્ણપણે સન્માનિત અને આનંદિત છું કે IMDb યૂઝર્સે 'સેક્રેડ ગેમ્સ'ને નંબર 1 પર સ્થાન આપ્યું છે. શોને પસંદ કરતા તમામ અદ્ભુત લોકોનો ખૂબ ખૂબ આભાર અને હંમેશની જેમ અકલ્પનીય કાસ્ટ અને ક્રૂને ઘણા આભાર અને અભિનંદન.
IMDb પર સર્વકાલીન ટોચની 50 સૌથી વધુ લોકપ્રિય ભારતીય વેબ સીરીઝની યાદી
- સેક્રેડ ગેમ્સ
- મિર્ઝાપુર
- સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી
- ધ ફેમિલી મેન
- એસ્પિરેંટ્સ
- ક્રિમિનલ જસ્ટિસ
- બ્રેથે
- કોટા ફેક્ટરી
- પંચાયત
- પાતાલ લોક
- સ્પેશિયલ O.P.S
- અસુર: વેલકમ ટૂ યોર ડાર્ક સાઇડ
- કોલેજ રોમાંસ
- અપહરણ
- ફ્લેમ્સ
- ઢિંઢોરા
- ફર્જી
- આશ્રમ
- ઇનસાઇડ એજ
- અનદેખી
- આર્યા
- ગુલ્લક
- ટીવીએફ પિચર્સ
- રોકેટ બોયઝ
- દિલ્હી ક્રાઈમ
- કેમ્પસ ડાયરી
- બ્રોકન બટ બ્યૂટીફીલ
- જામતાડા: દરેકનો નંબર આવશે
- તાજા સમાચાર
- અભય
31.હોસ્ટેલ ડેઝ - રંગબાઝ
- બંદિશ બૈંડિટ
- મેડ ઇન હેવન
- ઇમચ્યુર
36.લિટલ થિંગ્સ - ધ નાઇટ મેનેજર
- કેન્ડી
- બિચ્છૂ કા ખેલ
- દહન: રાકનનું રહસ્ય
- જેએલ 50
- રાણા નાયડુ
- રે
- સનફલાવર
- NCR ડેઝ
- ​​મહારાની
- મુંબઈ ડાયરીઝ 26/11
- ચાચા વિધાયક હૈ હમારે
- યે મેરી ફેમિલી
- આરણ્યક


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us