/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-15T132047.646.jpg)
Independence Day Lata Mangeshkar Songs : લતા મંગેશ્કરના ટોપ દેશભક્તિ ગીત
Independence Day Special lata Mangeshkar Desh Bhakti Songs : સમગ્ર દેશમાં આજે (15 ઓગસ્ટ) ના રોજ 77માં સ્વતંત્રતા દિવસની ભારે ઉત્સાહ અને હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે બધા આ દિવસને ખુબ ગૌરવ સાથે ઉજવીએ છીએ. આ તકે આપણે સ્વરકોકિલા અને દિવંગત લતા મંગેશ્કરના દેશભક્તિના ગીતો પર સાંભળીએ. આ વિશેષ દિવસ માટે લત્તા મંગેશકરે ઘણા ક્લાસિકલ ગીતોને પોતાનો સુરીલો અવાજ આપ્યો છે. લતા દીદીના આ ગીતો સાંભળીને તમે ઉત્સાહમાં આવી જશો. સાથે તમે ખુબ ગર્વ પણ અનુભવશો. મહત્વનું છે કે, લતા મંગેશ્કરને સંગીત ઉધોગમાં તેમના અવિસ્મરણીય યોગદાનને પગલે તેણીને નાઇટિંગલ ઓફ ઇન્ડિયા,ક્વીન ઓફ મેલોડી અને ધ વોઇસ ઓફ ઇન્ડિયા જેવા માનનીય બિરૂદ મળ્યા હતા.
એ મેરે વતન કે લોગો ગીત
લતા મંગેશ્કરે 26 જાન્યુઆરી,1963ના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં 1962માં ચીન-ભારત યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કવિ પ્રદીપ આયે મેરે વતન કે લોગો દ્વારા લખાયેલા દેશભક્તિ ગીતની પેશકશ કરી હતી.
બાળપણથી લઈને આજ સુધી દરેક સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ સાંભળીને મનમાં દેશભક્તિની લાગણી જાગી. દેશ સાથે જોડાયેલી કોઈ પણ ઘટના હોય, આ ગીત તે પ્રસંગો પર ચોક્કસ વગાડવામાં આવ્યું હતું. આ ગીત ભારતના સૌથી લોકપ્રિય દેશભક્તિ ગીતોમાંનું એક છે. જ્યારે આ ગીત (લતા મંગેશકર ગીત) રિલીઝ થયું હતું, ત્યારે અત્યાર સુધી આ ગીત ભારતના રાષ્ટ્રગીત પછી સૌથી વધુ સાંભળવામાં અને પસંદ કરવામાં આવ્યું છે.
જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું ત્યારે સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો ભાવુક થઈ ગયા હતા. જ્યારે લતા પરફોર્મન્સ પુરુ થયા બાદ સ્ટેજની પાછળ ગયા હતા. ત્યારબાદ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ફોન કર્યો અને લતાજીને કહ્યું કે મારી આંખોમાં પાણી આવી ગયું. લતા મંગેશકરને અંદાજ ન હતો કે આ ગીત આટલું લોકપ્રિય થશે.
ઐસા દેશ હૈ મેરા ગીત
લતા મંગેશકરનું બીજું સુપર હિટ ગીત ફિલ્મ વીર ઝારાનું 'ઐસા દેશ હૈ મેરા' ગીત છે. શાહરૂખ ખાન અને પ્રિતી ઝિંટાની આ ફિલ્મ ભારત-પાકિસ્તાન પર આધારિત છે. આ ફિલ્મમાં બંનેની એક્ટિંગ સોને પે સુહાગા છે.
મેરા રંગ દે બસંતી ચોલા ગીત
લતા મંગેશકરનું ત્રીજુ મધુર ગીત મેરા રંગ દે બસંતી ચોલા છે. આ ગીત વર્ષ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ 'શહીદ'નું છે. મેરા રંગ દે બસંતી ચોલા ગીત મુકેશ, મહેંન્દ્ર કપૂર, લતા મંગેશકર અને રાજેન્દ્ર મહેતાના કંઠે ગવાયું છે. આ ગીત બહુ ભાવનાત્મક અને તેના બોલ પણ ગહરા છે.
એક તૂ હી ભરોસા ગીત
એ.આર.રહેમાન દ્વારા રચિત અને લતા મંગેશકરના જાદુઇ અવાજે ગવાયેલું આ પ્રાર્થના ગીત પણ ખુબ જ ખાસ છે. આ પ્રાર્થના ગીત વર્ષ 2000નું ફિલ્મ પુકારનું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, માધુરી દીક્ષિત અને નમ્રતા શિરોડકર મહત્વની ભૂમિકામાં નજર આવી રહ્યા છે.
લુક્કા છુપી પર હર કિસી કા દિલ હૈ ગીત
લુક્કા છુપી પર હસ કિસી કા દિલ હૈ ગીતે લગભગ દરેક વ્યક્તિના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ ગીત ખાસ વ્યક્તિની યાદ માટે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us